________________
૧૭૮
સમયસાર સિદ્ધિ ભાગ-૫ એટલું શરીરમાં રોકાવું પડે ને?) બિલકુલ નહીં, એને કારણે છે નહીં. પોતાની યોગ્યતાથી ત્યાં રહે છે, કર્મને કારણે નહીં. આહાહા ! એ પોતાને કારણે યોગ્યતા છે, એને (કર્મને) કારણે નહીં. અને યોગ્યતા પણ બંધના કારણથી રાગાદિ થયા, એ રાગના પણ જ્ઞાની તો જ્ઞાતા છે. એ આવશે હમણાં, ઝીણી વાત છે ભાઈ ! વીતરાગ જિનેશ્વરદેવનો પંથ જગતથી ન્યારો છે. અહીં આવશે પાછળથી હોં.
આયુષ્ય છે તો આત્માને શરીરમાં રહેવું પડે છે, એવું છે નહીં. પોતાની પર્યાયની યોગ્યતાથી આત્મા રહ્યો છે અને એ સમયમાં આયુષ્ય જે છે, એ આયુષ્યના પરિણામનો જ્ઞાની જ્ઞાતા છે-જાણનાર છે અને પોતાને જાણે છે. આયુકર્મ બંધાણું તેને પણ જાણે છે. સ્વપરપ્રકાશક શક્તિ પોતાના પરિણામથી ઉત્પન્ન થઈ છે, એ સ્વપરપ્રકાશક પરિણામ એ ધર્મીનું કાર્ય છે. આયુષ્ય જે બંધાયું એ ધર્મીનું કાર્ય નથી. એમાં છે ને ભૈયા? આહાહા !
“નામ” –નામકર્મ બંધાયું, એક તીર્થંકર પ્રકૃત્તિ બાંધી નામકર્મમાં. તો સમકિતી જ્ઞાની એ પરિણામનો જાણનાર છે, પણ એ પ્રકૃતિનો કર્તા નથી. અને જે ભાવના નિમિત્તથી એ પ્રકૃતિ બંધાણી એ ભાવનો પણ જ્ઞાની કર્તા નથી. આહાહાહા!
ષોડશ કારણ ભાવના. એ તો રાગ છે ષોડશ કારણ ભાવનાથી જે તીર્થકરગોત્ર બંધાય છે એ ભાવ તો રાગ છે, બંધનનું કારણ તો રાગ છે, તો જ્ઞાની એ રાગનો પણ કર્તા નથી અને પ્રકૃતિ બંધાણી એ પરિણામનો કર્તા પણ જ્ઞાની નથી. આહાહા ! જ્ઞાની-ધર્મી એને કહીએ કે જે પોતાનું ને પરનું જ્ઞાનરૂપે પરિણમન થયું, એ જ્ઞાનમાં, એ પ્રકૃતિ બંધાણી છે એ ખ્યાલમાં આવ્યું એને કેવળીએ કહ્યું કે તે તમારે તીર્થંકરપ્રકૃતિ બંધાણી છે, તમે તીર્થકર થવાના છો. આહાહા ! તો કહે છે, કે તીર્થંકરપ્રકૃતિ બંધાણી તો એ પુગલનું પરિણામ છે, એ આત્માએ બાંધી છે એમ નથી. તેમ એ સમયમાં પોતાનું સ્વપરપ્રકાશકશાન જે થયું એમાં પ્રકૃતિના પરિણામ નિમિત્ત થયા. જે પરિણામ પ્રકૃતિ બંધાણી તેનાથી અહીં જ્ઞાન થયું એમ પણ નહીં. તેનો કર્તા તો નહીં પણ એ પ્રકૃતિ બંધાણી તેનું પ્રકૃતિનું અહીં જ્ઞાન થયું તેમ પણ નહીં. જ્ઞાન તો પોતાનાથી સ્વપરપ્રકાશક, સ્વના આશ્રયથી થયું એમાં પ્રકૃતિના પરિણામ નિમિત્ત કહેવામાં આવે છે. અરરર ! આવી વાત હવે ક્યાં સમજવી, નવરાશ ક્યાં આખી જિંદગી ચાલી જાય છે. આહાહા ! - ત્રણ લોકનો નાથ જિનેશ્વરદેવ પરમેશ્વરનો આ હુકમ આ એનું ફરમાન છે, કે એ તીર્થકર પ્રકૃત્તિ તમે બાંધશો તો એ પરિણામના તમે જ્ઞાતા છો. આહાહાહા ! એ પ્રકૃત્તિ તમે બાંધી છે એવું નથી, એ તો પરમાણુની પર્યાય છે. અને તેમાં જે ભાવ નિમિત્ત થયો બંધનમાં, એ ભાવ રાગ અધર્મ છે, એ ધર્મ નહીં, ધર્મથી બંધન થતું નથી. આહાહાહા ! (શ્રોતા:- પણ નક્કી તો થઈ ગયું. ને!) શું? (શ્રોતાઃ- કે આ ભવે એ તીર્થકર થશે) તીર્થકર એનાથી થશે, એ જે ભાવથી (તીર્થંકરપ્રકૃતિ ) બંધાણી છે, એ ભાવનો નાશ કરશે, ત્યારે તીર્થંકર પ્રકૃતિનો ઉદય કેવળજ્ઞાનમાં આવશે, તો એ પ્રકૃતિએ શું કર્યું? આહાહા! ઝીણી વાત ભાઈ; વીતરાગ દિગંબરદર્શન-જૈનદર્શન કોઈ અલૌકિક વાત છે! અત્યારે તો ગરબડ થઈ ગઈ ઘણી આહાહા! સમજાણું કાંઈ?
ષોડશ કારણ–ભાવના ભાવ(થી) તીર્થંકરગોત્ર બંધાય, એમાં શું છે!? (શ્રોતા – ભાવના તો ભાવેને !) એ તો રાગ આવ્યો, બંધનનું કારણ ધર્મ છે? ધર્મથી બંધન થાય છે?