________________
૧૭૬
સમયસાર સિદ્ધિ ભાગ-૫ જ્ઞાનાવરણીની પર્યાય નિમિત્ત છે. સમજાણું કાંઈ? નિમિત્તનો અર્થ - એક ચીજ છે એમ. અહીંયા સ્વપરપ્રકાશક (જ્ઞાન) થયું તો એ નિમિત્તથી થયું એવું છે નહીં. ગોરસના પરિણામને દેખવાવાળાને જ્ઞાન થયું-દર્શન પરિણામ, એ ગોરસના પરિણામથી દેખવાના પરિણામ થયા એવું નથી. એમ જ્ઞાનાવરણીની પર્યાયનું અહીં જ્ઞાન થયું તો જ્ઞાનાવરણી પર્યાયથી જ્ઞાન થયું નથી એ જ્ઞાન થયું છે ધર્મીને પોતાના સ્વપરપ્રકાશક શક્તિથી પોતાનું પણ જ્ઞાન થયું અને જ્ઞાનાવરણી પર્યાયનું પણ જ્ઞાન થયું. તો એ જ્ઞાનાવરણી પર્યાય છે નિમિત્તપણે તો એનાથી જ્ઞાન થયું એવું નથી. અરે રે, આટલા નિયમો ને આટલી શરતું! નવરા ક્યારે થાય? આહા!
આવા જ્ઞાનમાં વ્યાપ્ત થઈને, પુદ્ગલદ્રવ્ય-પરિણામ જેનું નિમિત્ત છે, કોનું? કે આવા જ્ઞાનમાં પોતાના આત્મામાં સ્વપરપ્રકાશક જ્ઞાન, સ્વદેષ્ટિથી ઉત્પન્ન થયું-પોતાના જ્ઞાયકભાવની દૃષ્ટિથી ધર્મીને સ્વપરપ્રકાશક જ્ઞાન થયું-એ પર્યાયમાં વ્યાપ્ત થયો આત્મા, અને જ્ઞાનમાં વ્યાસ થઈને માત્ર જાણે જ છે. આ કર્મની પર્યાય, શાસ્ત્રમાં આવે છે કે ચોથે ગુણસ્થાને જ્ઞાનાવરણીની પર્યાય છે, તો જ્ઞાની તો માત્ર જાણે જ છે. આહાહા ! ધર્મી તો જાણનાર જ છે. મારે જ્ઞાનાવરણીનું બંધન છે અને જ્ઞાનાવરણીના પરિણામનો હું કર્તા છું એવું છે નહીં. અને જ્ઞાનાવરણીની પર્યાય, મારા જ્ઞાનમાં નિમિત્ત છે તો તેનાથી અહીં જ્ઞાન થયું એવું પણ નહીં. શશીભાઈ ? આવી વાતું છે હવે આવા મારગમાં. મારગ છે એવો ભાઈ.
તારી શક્તિ તો સ્વપરપ્રકાશક છે, તારી શક્તિ સ્વનું પણ કરે ને પરનું પણ કરે, એવી કોઈ શક્તિ-સ્વભાવ તારો નથી. સમજાણું કાંઈ ? કર્મનું બંધન આત્મા કરે અને આત્મા જ્ઞાન પણ કરે એવું છે નહીં. આત્મા તો કર્મબંધનની (જે) પર્યાય છે એનું પોતાનામાં જ્ઞાન કરવાથી જે જ્ઞાન થયું એ જ્ઞાનમાં એ પ્રકૃતિ નિમિત્ત પડી છે, નિમિત્ત એટલે કે એક ચીજ છે. તેથી એનું જ્ઞાનાવરણી પર્યાય અહીંયા જ્ઞાનમાં નિમિત્ત થઈ તો એ પરિણામથી-એ પરનું જ્ઞાનાવરણીની પ્રકાશક પર્યાય થઈ એવું નથી. કહો હીરાલાલજી? કેટલું યાદ રાખવું. છે? (શ્રોતા:- નિમિત્ત અનુકૂળ પરિણમન કરે છે સાથે સાથે) એ તો એને કારણે એનામાં છે. કર્તા પણ કર્તા એનો બિલકુલ નહીં. (જુઓ ને!) અંદર છે અંદર, એનાથી અહીં જ્ઞાન થયું એમ પણ નહીં, એ જ્ઞાનમાં નિમિત્ત છે, તો એનાથી જ્ઞાન થયું એમ નહીં (શ્રોતાઃ- ઉસને જણાનેકા કામ કીયાને આત્માએ જાનનેકા કામ કીયા) એણે જણાવવાનું કામ કર્યું આણે જાણવાનું કામ કર્યું. જણાવવાનું એટલે નિમિત્ત એ તો એ પહેલાં કહ્યું પહેલાં આવ્યું'તું ને બપોરે આવ્યું હતું શેય, બધું શેય અને એકકોર ભગવાન જ્ઞાન. આહાહા !
આ જગતમાં અનંત દ્રવ્યો છે, બધા દ્રવ્યો, દ્રવ્ય ગુણ પર્યાય શેય, એમાં એક આત્મા જ્ઞાતા. સમજાણું કાંઈ..? ભાઈ મારગ બહુ અત્યારે તો બહુ ગરબડ થઈ ગઈ છે સંપ્રદાયમાં, એટલે આ વાત સાંભળવી પણ મુશ્કેલ પડે.
અહીંયા તો કહે છે કે ધર્મી એને કહીએ કે જેને આત્મા આનંદસ્વરૂપ ભગવાન આત્મા છે એની અંતરસ્વસમ્મુખ થઈને જ્ઞાન થયું છે અને એ જ્ઞાનમાં જે પ્રકૃતિ-કર્મની બંધાય છેપરિણામ એનું પણ જ્ઞાન થયું છે. આહાહા ! સમજાણું? એવા જ્ઞાનમાં વ્યાપ્ત થઈને માત્ર જાણે જ છે, એ જ્ઞાની, જ્ઞાનનો જ કર્તા (છે) પાછું આ સિદ્ધ કર્યું. ધર્મી તો પોતાનું જ્ઞાન કરે છે અને