________________
ગાથા-૧૦૧
૧૭૭ પરનું જ્ઞાન કરે છે એ જ્ઞાનના પરિણામનો ધર્મી કર્તા છે. કર્મની પર્યાયનો કર્તા, આત્મા છે નહીં. આહાહા! સમજાણું આ? આ તો કાલે આવી ગયું હતું આટલું આટલું તો કાલ આવ્યું તું.
એવી જ રીતે “જ્ઞાનાવરણ” પદ પલટીને કર્મ-સૂત્રનો વિભાગ પાડીને કથન કરવાથી દર્શનાવરણ” લેવું. દર્શનાવરણી કર્મની પર્યાય જે પુગલથી થાય છે. આ પરિણામ વ્યાપ્ય અને પુદ્ગલ એનો વ્યાપક; આત્મા, પોતાના સ્વપરપ્રકાશકમાં દર્શનાવરણી પર્યાય પોતાના જ્ઞાનમાં નિમિત્ત છે, અને દર્શનાવરણી પર્યાયનું જ્ઞાન અહીંયા થાય છે પોતાનું જ્ઞાન થાય છે અને દર્શનાવરણી પર્યાયનું જ્ઞાન અહીંયા થાય છે, પોતાનું જ્ઞાન થાય છે અને દર્શનાવરણી, પર્યાયનું પણ જ્ઞાન થાય છે. પણ દર્શનાવરણી પર્યાયનો જ્ઞાની-ધર્મી કર્તા નથી. ધર્મી દર્શનાવરણી પર્યાયના જ્ઞાનનો કર્તા છે ને પોતાના જ્ઞાનનો કર્તા છે. એ તો જ્ઞાનપરિણામનો કર્તા છે. કહો, શશીભાઈ આવું છે.
એવી જ રીતે “વેદનીય –વેદનીયકર્મ પણ બંધાય છે, શાતા-અશાતા એ કર્મની પર્યાય છે એ પુદ્ગલની પર્યાય છે, એ પુદ્ગલની પર્યાય વ્યાસ કાર્ય છે, તો ધર્મી જીવ, વેદનીય કર્મની પર્યાયને પોતાનામાં પોતાથી જાણવામાં સ્વપરપ્રકાશક જ્ઞાન થયું, એવા જ્ઞાનમાં વેદનીયકર્મને એ જાણે છે. આહાહાહા! પ્રિયંકરજી? આજ તો આ હિન્દી ચાલે છે થોડું, પણ ભાવ તો જે હોય તે આવે ને બીજા ક્યાંથી લાવીએ! ભાઈ ! અરે રે, અત્યારે તો ધર્મ ક્યાંય દૂર અધર્મને નામે ધર્મ.. ધર્મધર્મ બસ એ કહેશે હમણાં.
મોહનીય” કર્મ લેવું. મોહનીય કર્મની જે પર્યાય છે એ કર્મ કર્મથી વ્યાપ્ત છે-પુદગલથી વ્યાસ છે. ધર્મી મોહનીયકર્મની પર્યાયના કર્તા નહીં ધર્મી એને કહીએ કે પોતાનો જે જ્ઞાનસ્વભાવ આનંદસ્વભાવ જે છે એનો અનુભવ થયો અને જ્ઞાનને આનંદના પરિણામ પ્રગટ થયાં એ જ્ઞાનપરિણામમાં મોહનીયકર્મને નિમિત્ત કહો, પણ એ પરિણામ જે ઉત્પન્ન થયા, છે એ પોતે પોતાથી એ સ્વતઃ સ્વપરપ્રકાશક પરિણામ ઉત્પન્ન થયા એમાં મોહનીય કર્મનું નિમિત્ત કહો અને મોહનીયકર્મમાં આ જ્ઞાન નિમિત્ત કહો. આહાહા ! પણ ધર્મી મોહનીય કર્મની પર્યાયના કર્તા નથી. આહાહાહા! ચોથે ગુણસ્થાને આયુષ્ય ન હોય ત્યારે સાત કર્મ બંધાય, આયુષ્ય હોય ત્યારે આઠ બાંધે પણ કહે છે કે ધર્મીને જે એ આઠ કર્મની પર્યાય થઈ એ તો પોતાના જ્ઞાનમાંજાણવામાં આવ્યું, મેં બાંધી છે ને મને બંધન થયું છે, એવું છે નહીં. સુક્ષ્મ વાત છે ભાઈ. જિનવરદેવનો મારગ કોઈ અલૌકિક છે. અન્યમતમાં તો ક્યાંય છે નહીં–વીતરાગ સિવાય ક્યાંય છે નહીં આ વાત. સંપ્રદાયમાં પણ આ વાત અત્યારે તો ગૂમ થઈ ગઈ. બસ, દયા પાળો, ભક્તિ કરો, વ્રત પાળો, પડિમા લો, મહાવ્રત લો એ ધર્મ એ તો બધો રાગ છે. અહીંયા કહેશે પછી......
-આયુષ્ય, આયુષ્ય બંધાયું ખ્યાલમાં આવ્યું કે કોઈ સંતોએ કહ્યું કે તને આયુષ્ય બંધાયું ભવિષ્યનું, એ આયુષ્યનું પરિણામ પુગલના પરિણામ છે. ધર્મી, એ પરિણામને જાણે છે, અને પોતાને જાણે છે. એ આયુકર્મના પરિણામ ધર્મી બાંધે છે એવું છે નહીં તેમ એ આયુષ્યકર્મ બંધાયું અને તેનું જ્ઞાન અહીં થયું તો એ આયુષ્યને કારણે થયું એવું છે નહીં. પોતાનામાં સ્વતઃ સ્વપરપ્રકાશક પરિણામથી થયું છે, પરને જાણવાના અને સ્વને જાણવાના પરિણામ કર્તા થઈને થયા છે. સમજાણું? કઠણ તો છે ભાઈ, પણ શું થાય? (શ્રોતા – આયુષ્યનો જેટલો બંધ થાય