________________
ગાથા-૧૦૧
૧૭૫ પોતાથી જાણનારમાં વ્યાપ્ત થઈને પોતાના જ્ઞાન પરિણામમાં જ્ઞાની વ્યાસ થઈને ધર્મી પોતાના જ્ઞાન પરિણામ જે થયા એમાં વ્યાપ્ત થઈને, વ્યાસ નામ એ જ્ઞાનપરિણામ કાર્ય છે, આત્મા કર્તા છે. ગોરસના પરિણામ કાર્ય છે ગોરસ તેનો કર્તા છે.
અહીંયા ધર્મીને સ્વપરપ્રકાશક જ્ઞાન થયું, એમાં ગોરસના પરિણામ નિમિત્ત છે અને એ જ્ઞાન સ્વપરપ્રકાશક પોતાથી થયું છે એ જ્ઞાનપરિણામ ગોરસના પરિણામમાં નિમિત્ત છે. એય ! આહાહા!નિમિત્તનો અર્થ કે “છે” એટલો, આહાહા!મારગ આકરો બાપુ! વીતરાગ સર્વજ્ઞદેવ, એનો ધર્મ અત્યારે તો સાંભળવામાં (પણ) મુશ્કેલ પડે છે.
બહારમાં આવા વ્રત કરવા, જાત્રા કરવી, પૂજા કરવી, અપવાસ કરવા, ભક્તિ કરવી, મંદિર બનાવવા, એ ધર્મ છે એ કોઈ ધર્મ-ધર્મ છે નહીં. (શ્રોતા - પડિમા ધ્યે એ?) એ તો વ્રત કીધા ને, પડિમા લઈ લેવી એ તો વિકલ્પ છે–રાગ છે. અહીંયા તો ધર્મી પછી રાગની વાત કહેશે, અત્યારે તો જ્ઞાનાવરણીના જે પરિણામ થયા-જ્ઞાનાવરણી જે પુદ્ગલ છે એનાં એ પરિણામ છે. તેનો ગોરસ કર્તા છે.
આત્મા-ધર્મી એને કહીએ કે પોતામાં જ્ઞાન કરે છે અને એને પરિણામ જે પરનું છે એનું પણ અહીંયા જ્ઞાન થાય છે અને એ સ્વપરપ્રકાશક જ્ઞાનના જ્ઞાની કર્તા થઈને પોતાના પરિણામમાં વ્યાપ્ત થાય છે, પણ કર્મની પર્યાયમાં એ વ્યાસ થતા નથી. હસુભાઈ? આમાં ક્યાં આમાં લાદીફાદીમાં આમાં ક્યાંય સુઝ પડતી નથી રૂપિયામાં. આહાહા ! આવો મારગ ભાઈ. આહાહા !
સ્વપરપ્રકાશક શક્તિ હમારી, તાતેં વચન ભેદ ભ્રમ ભારી,
શેયશક્તિ દુવિધા પ્રકાશી, નિજરૂપ પરરૂપ ભાસી” -શું કીધું? શેય-આત્મા જોય છે અને એક શરીર, વાણી, કર્મ આદિની પર્યાયો શેય છે. તો શેય બે પ્રકારના થયા. “સ્વપર-પ્રકાશક શક્તિ હમારી' –પોતાને જાણવો એ અમારી શક્તિ છે અને પરને જાણવા એ અમારી શક્તિ છે. “સ્વપરપ્રકાશક શક્તિ હમારી તાતેં વચનભેદ ભ્રમ ભારી” –એટલે જાણે કે પરને પ્રકાશે છે અને પરથી પોતાનામાં જ્ઞાન થયું એવી ભ્રમણા અજ્ઞાનીઓને થાય છે. આહાહા ! સમજાણું કાંઈ?
સ્વપરપ્રકાશક શક્તિ હમારી' તો... આત્મા તો સ્વ અને પરને પ્રકાશે, એ પરિણામ એનું છે-એ ધર્મીના પરિણામ-શાનીના પરિણામ, જ્ઞાનના પરિણામ. એ પરિણામમાં આત્મા વ્યાસ થાય છે, ગોરસનો જોનાર પોતાના પરિણામમાં વ્યાપ્ત થાય છે પણ ગોરસમાં વ્યાપ્ત થતો નથી એમ જાણનાર જ્ઞાની આત્મા પોતાના જ્ઞાન પરિણામમાં વ્યાપ્ત થાય છે પણ કર્મના પરિણામમાં વ્યાપ્ત થતા નથી. આહાહા! સમજાણું કાંઈ ? છે?
તેવી રીતે ધર્મી-જ્ઞાની એટલે ધર્મી-સમ્યગ્દષ્ટિ પોતાથી જાણવાવાળાથી પોતાથી જાણનાર' એમ પાછું, એ કર્મના પરિણામ જાણ્યા તો એ છે તેથી જાણ્યા એમ નહીં, સ્વતઃ પોતાથી સ્વપરપ્રકાશકના પરિણામ ઉત્પન્ન થયા છે. આહાહા ! અરે રે ! વાત હુજી સાંભળવી કઠણ પડે ધર્મ, ચીજ ઘણી જ અલૌકિક છે.
એ કહે છે, “વ્યાત થઈને, પુદ્ગલદ્રવ્ય-પરિણામ જેનું નિમિત્ત છે” –શું કહે છે? ધર્મીજીવ, પોતાને અને પરને જાણવાના પરિણામ કરે છે, એ પરિણામમાં વ્યાપ્ત છે. એ પરિણામમાં