________________
ગાથા-૧૦૧
૧૭૩ આમાં તો ઘરે બેસે ને બહુ સમજાય એવું નથી. હીરાલાલજી?
માત્ર જાણે જ છે” જુઓ? આવા જ્ઞાનમાં વ્યાપ્ત થઈને, કેવા જ્ઞાનમાં? જે રાગ અને જોગ અને પરકર્મ બંધનની પર્યાય થઈ એ પોતાના જ્ઞાનમાં પોતાના સ્વપરપ્રકાશકજ્ઞાનમાં વ્યાપ્ત છે એમાં નિમિત્ત છે આવા જ્ઞાનમાં વ્યાપ્ત થઈને પોતાનું જ્ઞાન જે થયું એ જ્ઞાનમાં વ્યાસ થઈને પોતાનું પણ જ્ઞાન થયું ને પરનું પણ જ્ઞાન થયું; પોતાનામાં રહીને પોતાનું (જ્ઞાન) થયું ને રાગનું થયું ને પરનું થયું એવા જ્ઞાનમાં વ્યાપ્ત થઈને માત્ર જાણે જ છે. આહાહા ! આ પ્રકારે જ્ઞાની જ્ઞાનનો જ કર્તા છે—ધર્મી તો પોતાના વીતરાગી પર્યાય જ્ઞાનનો કર્તા છે. વિશેષ આવશે,
(શ્રોતા પ્રમાણ વચન ગુરુદેવ !) ન ર - -
- - - - - - - - પ્રવચન નં. ૨૦૩ ગાથા-૧૦૧ શુક્રવાર, મહા વદ-૧૨, તા. ૨૩/૨/૭૯
શ્રી સમયસાર, ગાથા એકસો એક, અહીંયા સુધી તો આવી ગયું છે. પહેલાં...
ફરીને, જેમ દૂધ-દહીં કે જે ગોરસ દ્વારા વ્યાસ થઈને, ઉત્પન્ન થવાવાળા ગોરસના જ ખાટા-મીઠા પરિણામ છે. શું કહે છે? ગોરસ જે છે ગોરસ, એનાં દૂધ ને દહીં, ખાટામીઠા પરિણામ છે એ ગોરસના છે–ગોરસની પર્યાય છે. ગોરસના પરિણામ છે, અને ગોરસનો તટસ્થ દેષ્ટાપુરુષ- કર્તા નથી. એ ગોરસમાંથી દૂધ દહીંની પર્યાય પરિણામ થયા તો ગોરસનો જોવાવાળો તટસ્થ (પુરુષ), એ પરિણામનો કર્તા નથી. ખાટા-મીઠા પરિણામનો એ કર્તા નથી. આ તો હજી દૃષ્ટાંત છે.
તેવી રીતે જ્ઞાનાવરણી કર્મ કે જે ખરેખર પુદ્ગલ દ્રવ્ય દ્વારા વ્યાસ, જ્ઞાનાવરણી જે કર્મ છે એ પુદ્ગલદ્રવ્યની પર્યાય છે. આહાહા! એ વ્યાસ થઈને-પુદ્ગલદ્રવ્ય જ જ્ઞાનાવરણીની પર્યાયપણે વ્યાસ નામ કર્તા થઈને, સ્વતઃ ઉત્પન્ન થવાવાળા પુદ્ગલ દ્રવ્યના પરિણામ છે, એ તો જ્ઞાનાવરણી આદિ કર્મની પર્યાય, પુગલની પર્યાય છે. તેનો કર્તા જ્ઞાની નથી. આહાહા ! જેમને ધર્મી કહીએ, એમની દૃષ્ટિ તો દ્રવ્યસ્વભાવ ઉપર છે. સમ્યગ્દષ્ટિ-જ્ઞાની, જેમની દૃષ્ટિ દ્રવ્ય-જ્ઞાયકસ્વભાવ ઉપર હોવાથી એને તો જ્ઞાનના પરિણામ થાય છે. આ જ્ઞાનાવરણીય પ્રકૃતિ છે એવું ખ્યાલમાં સાંભળવામાં આવ્યું તો જ્ઞાની પોતાના જ્ઞાનપરિણામનો કર્યા છે, અને એમાં એ પરિણામ નિમિત્ત છે. આહા.... આવું ઝીણું છે! સમજાણું કાંઈ?
ગોરસના મીઠા-ખાટા પરિણામ એ ગોરસથી ઉત્પન્ન થયા છે (એનો) દેખવાવાળો ખાટા-મીઠા પરિણામનો કર્તા નથી. દેખવાવાળો તો દેખવાના પરિણામનો કર્તા છે. આવો ધર્મી તેને કહીએ, સમ્યગ્દષ્ટિ એને કહીએ. જેમને પોતાની દૃષ્ટિમાં દ્રવ્યસ્વભાવ આવ્યો છે અને દ્રવ્યસ્વભાવની દૃષ્ટિથી જેમને અંત સમ્યજ્ઞાન પ્રગટ થયેલ છે તો એ સમ્યજ્ઞાનમાં જ્ઞાનાવરણીય કર્મ છે એવો ખ્યાલ આવ્યો-શાસ્ત્રથી સાંભળ્યું એ વગેરેથી તો એ જ્ઞાનમાં, જ્ઞાનાવરણી કર્મ નિમિત્ત થાય છે. જ્ઞાની જ્ઞાન પરિણામનો કર્તા છે. પણ એ જ્ઞાનાવરણી પર્યાયનો કર્તા જ્ઞાનીધર્મી નથી. આહાહાહા ! બહુ ઝીણું ભાઈ ! સમજાણું કાંઈ. એનો જ્ઞાની કર્તા નથી.
શાસ્ત્રમાંથી સાંભળવામાં આવ્યું કે ચોથે ગુણસ્થાને જ્ઞાનાવરણી છે, એમ સાંભળ્યું તો