________________
૧૭૨
સમયસાર સિદ્ધિ ભાગ-૫ આહાહા !
જેને આત્મા કહીએ એ તો ભગવાન છે. રાગાદિ કહીએ એ તો પુણ્ય-પાપ તત્ત્વ ભિન્ન છે. આહાહાહા ! એ ભિન્ન છે, શરીર-વાણી-કર્મ તો અજીવ તત્ત્વ ભિન્ન છે. નવ તત્ત્વ છે ને? તો તેમાં શરીર-વાણી-કર્મ તો અજીવ તત્ત્વમાં ગયા અને હિંસા, ચોરી, જૂઠ, વિષયના પરિણામ તો પાપતત્ત્વમાં ગયા ને દયા, દાન, ભક્તિ, પૂજા, જાત્રા આદિના પરિણામ પુણ્ય તત્ત્વમાં ગયા, ભગવાન તો એ પુણ્ય-પાપ તત્ત્વથી, જ્ઞાયક તત્ત્વ ભિન્ન છે. આહાહા ! સમજાણું કાંઈ....?
તેવી રીતે જ્ઞાનીનું જ્ઞાન, રાગ પુણ્ય પાપના ભાવથી ભિન્ન (છે) જ્ઞાનીને પોતાનું જ્ઞાન થયું તો ભિન્ન છે જ ભિન્ન છે જ-ભિન્ન છે ને ભિન્નતાનું ભાન થયું. ઓલામાં આવે છે ને પ્રજ્ઞાછીણી, રાગ અને સ્વભાવ વચ્ચે તડ છે સંધી છે. આહાહાહા ! શું કહે છે? જેમ પથ્થરમાંરાજકોટમાં એક ફેરે જોયું હતું દીશાએ ગ્યાતા” ને મોટા પથ્થર એમાં દોરો હોય એમાં સુરંગ ચાંપે, પથ્થરા ઊડી જાય. એમ આત્મામાં-ભગવાન સચ્ચિદાનંદપ્રભુ, વીતરાગમૂર્તિ આત્મા છેજિનરૂપી એની પર્યાયમાં જે રાગ છે, રાગ-વિકલ્પ દયા–દાનના, (એ) રાગ ને આત્મા વચ્ચે સંધિ છે, સાંધ છે, (બેય ) એક થઈ ગયા નથી. સમજાણું કાંઈ? ચીમનભાઈ ! આ બધા તમારા મુંબઈમાં? કેવું શું થયું કોઈ ભાઈએ... ગાથાકું લખી છે લાલચંદભાઈએ ૧૫-૧૯ ને એવી કાંઈક લખી છે ને... શું આવે છે. આહાહા!
જ્ઞાની નામ ધર્મી સ્વતઃ જાણનારને વ્યાસ થઈને જ્ઞાન જે થયું. આ સ્વતઃ કેમ કહ્યું કે રાગ નિમિત્ત છે તો રાગથી અહીં જ્ઞાન થયું એવું નથી. અહીંયા તો સ્વપરપ્રકાશક જ્ઞાન પોતાથી સ્વતઃ થયું છે. રાગ ને જોગ છે તો અહીંયા નિમિત્તનું જ્ઞાન થયું, અહીંયા થયું તો એનો અધિકાર છે આમાં એવું નથી. એનું જાણવું અને પોતાનું જાણવું એવું સ્વપરપ્રકાશક જ્ઞાન સ્વતઃ થયું છે. સમજાણું? ધર્મીને સ્વત: જ્ઞાન થયું છે.
એ વ્યાસ થઈને ઊપજતું, પુદ્ગલદ્રવ્ય-પરિણામ જેનું નિમિત્ત છે. દેખો! શું કહે છે કે પોતાના સ્વભાવમાં જે આત્માના જ્ઞાનપરિણામ થયા, રાગથી ને કંપનથી ને પરથી ભિન્ન થઈને, તો એમનું જે જ્ઞાનપરિણામ થયું સ્વપરપ્રકાશક ધર્મીને, એમાં વ્યાપ્ત થઈને એમાં વ્યાસ થાય છે. છે? અને પુદ્ગલદ્રવ્ય-પરિણામ જેમનું નિમિત્ત છે, એ જોગ ને રાગ ને કર્મબંધન જે થયા, તેવું અહીંયા સ્વપરપ્રકાશક જ્ઞાન પોતાથી જે થયું એમાં તેઓ નિમિત્ત કહેવામાં આવે છે. આવું છે. ગાથા ચંદુભાઈ, બરાબર ઠીક આવી ગયા છો. (શ્રોતા – નિમિત્તમાત્ર!) કર્તા-હર્તા નહીં. આહાહા ! સમજાણું આમાં? આવું છે બાપુ હળવે-હુળવે ઓગાળવા જેવું છે બાપા!
અરે રે! આવો જનમ-મરણ કરીને પોતાના સ્વચ્છેદે માન્યો છે ધર્મ અજ્ઞાનીએ એવા મિથ્યાત્વભાવમાં અનંત ભવ કર્યા ભાઈ, અનંત ભવ થયા. આહા! એ ભવભ્રમણ મટાડવાની ચીજ ભગવાન આનંદ ને જ્ઞાનસ્વરૂપ; પુણ્ય-પાપના તત્ત્વથી ભિન્ન તત્ત્વ અને અજીવ તત્ત્વથી ભિન્ન તત્ત્વ અને અજીવનું કાર્ય ને પુણ્ય-પાપના કાર્યથી આ આત્મા ભિન્ન તત્ત્વ છે. આહાહા ! આવું ભાન થયું તો પોતાના સ્વપરપ્રકાશક જ્ઞાનમાં, જોગ ને રાગ અને પરને નિમિત્ત કહેવામાં આવે છે, ઉપાદાન તો સ્વતઃ પોતાનાથી (જ્ઞાન) થયું. આહાહાહા ! પુદ્ગલદ્રવ્ય-પરિણામ જેનું નિમિત્ત છે. કોનું નિમિત્ત? સ્વતઃ જ્ઞાની જાણનાર-જાણપણામાં વ્યાપ્ત થઈને એમાં. આહાહા !