________________
સમયસાર સિદ્ધિ ભાગ-૫
૧૭૦
૨૮ મૂળગુણ પાળ્યા, હજારો રાણી છોડી, રાજકુટુંબ છોડયા. આહાહા....
‘મુનિવ્રત ધાર અનંત બૈર ત્રૈવેયક ઊપજાયો' આહાહાહા ! ત્રૈવેયક; ત્રૈવેયકમાં અનંત વાર ગયો પણ આત્મજ્ઞાન વિના કંઈપણ સુખ ન મળ્યું–એ મહાવ્રતની ક્રિયા એ રાગ છે–આસ્રવ છે-અધર્મ છે. આહાહા ! એનાથી ભિન્ન આત્મા છે, એનું આત્મદર્શન-આત્મજ્ઞાન-આત્મા આનંદસ્વરૂપનું આચરણ થયું નહીં, તો એ સુખી ન થયા, એમ કહે છે ‘આત્મજ્ઞાન બિન લેશ સુખ ન પાયા’ –પંચમહાવ્રતના પરિણામ પણ દુઃખ છે-આસ્રવ છે–રાગ છે. આહાહા ! સમજાણું કાંઈ ? બહુ કામ આકરું ભાઈ !
આહાહા ! એક-એક શ્લોકમાં કેટલી વાત સિદ્ધ કરે છે.
જ્ઞાની, ધર્મી જેમને કંપન ને રાગથી પણ ભેદજ્ઞાન થયું છે તેનું નામ ધર્મી ને જ્ઞાની (છે. ) કંપન–જોગનું એમાં નિમિત્ત, મન-વચન-કાયાના પુદ્ગલ પણ ઉપાદાન કંપન પર્યાયમાં એ કંપનના કે દયાદાન રાગના શુભાશુભ ભાવ, એનાથી આત્માનું ભેદજ્ઞાન થયું છે એને શાની કહેવામાં આવે છે. અને રાગ ને જોગ મારા છે–હું એનો કર્તા છું એને અજ્ઞાની ને અધર્મી કહેવામાં આવે છે. આહાહા ! હીરાલાલજી ! આવું બાપા છે. ભાગ્યશાળી આ રહી ગયા આવી ચીજમાં અને માળાને એવું થયું. મનુષ્યપણું રહ્યું છે ને કટકો ગયો, તો કાંઈ મનુષ્યપણું ગયું નથી, અને એમાં ભગવાન આત્મા તો ભિન્ન પડયો છે અંદર. આહાહા ! એનો તો અવયવ ને અંશ તૂટતો નથી. અવયવ-અંશ તૂટતો નથી. આહાહા !
હા, એ ભગવાન આનંદ ને જ્ઞાનની મૂર્તિ પ્રભુ અંદર વીતરાગસ્વરૂપ, એમાં રાગ મારો છે દયા દાન વિકલ્પ છે તે મા૨ો છે તો આત્માની શાંતિ તૂટી ગઈ-આત્માનો અવયવ તૂટી ગયો ત્યાં. આહાહા ! ચંદુભાઈ ? આવું છે ભાઈ ! ઝીણી વાત પડે પ્રભુ ! ખબર નથી સમાજને આ શૈલી મળી નથી સાંભળવા ! એ તો વ્રત કરોને... અપવાસ કરોને... જાત્રા કરો... ભક્તિ કરો ને મંદિર બનાવો ને ૨થયાત્રા કાઢો આવું મળ્યું બિચારાને. આહાહા !
૫૨ની ક્રિયા કરી શકે છે એમ માને અને તેમાં થતો શુભભાવ એ પણ જાણે ધર્મ છે એમ માને છે. આંહી તો પ્રભુ એમ કહે છે કે આ મંદિર બને પચીસ લાખનું કે પચાસ લાખનું કે કરોડનું એ તો એની પર્યાય પ્રાપ્ય તે પુદ્ગલની તે ક્ષણે પ્રાપ્ય થવાવાળી જ હતી તે થઈ છે, એનો કર્તા આત્મા છે નહીં. જે આત્મા ત્યાં છે ને કદાચ એનો શુભભાવ છે તો એ પુણ્ય છે અને એનો જો કર્તા પોતાને માને તો મિથ્યાર્દષ્ટિ છે!
(
=
પણ, જેણે રાગથી અને આ ક્રિયાથી ભિન્ન પોતાના આત્માને જાણ્યો છે–હું તો શાનજ્ઞાતા-દેષ્ટા-જ્ઞાનસ્વરૂપ છું હું તો આનંદ ને વીતરાગમૂર્તિ આત્મા છું જિન. “ઘટ ઘટ અંતર જિન વસે ને ઘટ ઘટ અંત૨ જૈન, મત મદિરાકે પાનસો મતવાલા સમજે ન” – ઘટ ઘટ અંતર જિન વસે, જિનસ્વરૂપી ભગવાન તો જિન સ્વરૂપે અંદર બિરાજે છે, વીતરાગ મૂર્તિ. આહા ! એવું જેને જ્ઞાન નથી અને એનાથી વિરુદ્ધ જે દયા-દાન-વ્રતાદિ એનું જ્ઞાન ને એનો કર્તા છે એ તો મિથ્યાર્દષ્ટિ છે. એ મિથ્યાર્દષ્ટિની મિથ્યાત્વ ( રૂપ ) આ ક્રિયા જે થઈ એમાં એને નિમિત્તકર્તા કહેવામાં આવે છે. ઉપાદાન તો એ પર્યાયમાં છે એના કા૨ણે થઈ છે એના મિથ્યાર્દષ્ટિનું મિથ્યાત્વ એમાં નિમિત્ત કહેવામાં આવે છે.