________________
૧૬૮
સમયસાર સિદ્ધિ ભાગ-૫ છે, દૂધ-દહીંમાં વ્યાપ્ત નથી. આહાહા ! આવો મારગ છે.
માત્ર દેખે જ છે” –ભાષા દેખો. આહાહા ! એ દૂધ-દહીંની દશા થાય છે ગોરસમાંથી, એનેગોરસને દેખવાવાળો માત્ર દેખે જ છે-એનો કર્તા નથી, અને એમાં ગોરસનો દેખવાવાળો, વ્યાસ નથી તો એમાં પ્રસરતો જ નથી પણ એનો દેખવાવાળો ( જોનાર), ગોરસનું જે પરિણામ થયું દેખવાનું એમાં વ્યાપ્ત છે. આહાહા ! આ તો દાંત થયું. હવે સિદ્ધાંત. (શ્રોતા – દષ્ટાંત કઠણ લાગ્યું!) કઠણ લાગ્યું! (શ્રોતા – દૂધ, દહીંના પરિણામમાં મેળવણ કોણે નાખ્યું?) કોઈએ નાખ્યું નથી. નાખે કોણ? મેળવણ નાખ્યું માટે દૂધ દહીં થયું એવું છે નહીં.
એ ગોરસની દૂધ-દહીંની પર્યાયના છે તો એનું (ગોરસનું) કાર્ય. પ્રાપ્ય, વિકાર્ય ને નિર્વર્ય (સમયસાર ગાથા) ૭૬–૭૭-૭૮ એ સમયે દૂધ-દહીંના પ્રાપ્ય થવાવાળામાં ગોરસ વ્યાપ્ત છે, થવાવાળું કાર્ય એ કાર્ય થવાનું હતું. અરે રે! જગતની ચીજ એવી જ છે. વીતરાગ જૈનદર્શન તો બહુ ઝીણું ભાઈ ! દુનિયા હારે ક્યાંય મેળ ખાય એવો નથી. વાડાવાળાને ય ખબર નથી, હજી સંપ્રદાયમાં પડ્યા હોય એને શું ચીજ છે. આહાહા!
એ ગોરસના પરિણામ જે થયા ખાટા-મીઠા એમાં ગોરસ વ્યાસ છે, એમાં ગોરસ પ્રસર્યું છે અને એને દેખવાવાળો છે એનું દર્શન જે થયું દેખવાનું પરિણામ એમાં એ દેખવાવાળો વ્યાસ છે. પરમાં વ્યાપ્ત નહિ. આહાહા !
તેવી રીતે જ્ઞાની, જ્ઞાની નામ ધર્મી જેમને આત્મા, રાગ ને કંપનથી ભિન્ન આત્માનું જ્ઞાન થયું છે, એનું નામ ધર્મી કહેવામાં આવે છે. ધર્મી કોઈ આ દયા-દાન-વ્રત પાળે ને ભક્તિ કરે ને જાત્રા કરે માટે એ ધર્મી છે, એમ છે નહિ. એ તો બધા રાગ છે. આહાહાહા ! એય ! એ રાગથી મારી ચીજ ભિન્ન છે અને હું તો જાણનાર-દેખનાર છું, એવી વીતરાગીપર્યાય-સમ્યગ્દર્શનજ્ઞાન થયું હોય એને અહીંયા ધર્મી ને જ્ઞાની કહેવામાં આવે છે. એ જ્ઞાની, એને રાગ થાય છે (છતાં) એ રાગનો કર્તા નથી. એને કર્મબંધન થાય છે એ પર્યાયનો કર્તા એ નહીં, પણ એ જ્ઞાની, પોતાના સ્વપરપ્રકાશકજ્ઞાન, પોતાના દ્રવ્યના આશ્રયથી જે ઉત્પન્ન થયું છે, એમાં રાગ નિમિત્ત કહેવામાં આવે છે અને જે કર્મબંધનના પરિણામ ખ્યાલમાં આવ્યા એ પણ પોતાના જ્ઞાનમાં નિમિત્ત કહેવામાં આવે છે અને કર્મબંધનના પરિણામ થયા અને જે રાગ થયો એમાં જ્ઞાન નિમિત્ત કહેવામાં આવે છે, નિમિત્ત-કર્તા નહીં. આહાહા! આટલી શરતું હવે આવી છે. કહો, હસુભાઈ? ક્યાં આમાં નવરાશ ક્યાં બાપા ! આહાહા.. અરે રે ભાઈ ! ભગવાન ત્રણલોકના નાથ (આમ ફરમાવે છે.)
અનંત દ્રવ્યો છે. તો દરેક દ્રવ્ય પોતાની પર્યાય પણ તે તે સમયે વ્યાસ થઈને પરિણમે છે. આહાહાહા ! બીજું દ્રવ્ય એને કરે એવું ત્રણ કાળમાં બને નહીં. આહા ! એ તો ઠીક, પણ પોતાનામાં જે જોગ-કંપન થાય છે-આ મન, વચન-શરીર છે, એ નિમિત્ત અને કંપન છે એ ઉપાદાન, પોતાનામાં પોતાથી એ કંપન અને અંદર દયા, દાન, વ્રત, આદિનો રાગ થયો એ કંપન ને રાગ જે વિકૃત છે, એનો કર્તા જો આત્મા થાય છે, આ મારું કાર્ય છે એમ માનવાવાળા મિથ્યાદેષ્ટિ-અજ્ઞાની-અધર્મી છે. આહાહા! એ અધર્મી જીવ પણ કર્મબંધનની પર્યાય જે થઈ એનો તો એ પણ કર્તા નથી. ફક્ત એને નિમિત્ત, ઉપાદાન ત્યાં થયું જ છે. બસ, આ બાજુમાં