________________
ગાથા-૧૦૧
૧૬૯
અજ્ઞાની રાગનો કર્તા છે મિથ્યાર્દષ્ટિ, એ કા૨ણે રાગ ને જોગને નિમિત્તકર્તા કહેવામાં આવે છે. આહા ! ગજબ વાત છે. ઉપાદાન અને નિમિત્તની વાતું. આહાહાહા... હિરાલાલજી, સમજાય છે કે નહીં ? આ તો આવી વાત છે બાપા ! આહાહા !
હાથ તૂટી ગયો છે ને જોયું છે ને ભાઈ ! હાથ તૂટયો તોય ઉંકારો કર્યો નથી, આંખમાં આંસું નહીં ને ઉંકા૨ો નહીં. આહા ! એટલો હિંમતવાન, ત્યારે એમ કહે છે કે એ તો જડની ક્રિયા છે, ખરેખર તો એ પરિણામ જે જડનું થાય છે એ પર્યાયનું પ્રાપ્ય ખરેખર તો તે ક્ષણ જ એ થવાની હતી. આહાહા ! આત્મા એ ક્ષણે જો રાગનો કર્તા થાય, જોગનો કર્તા થાય, તો એ કાર્યમાં નિમિત્તકર્તા કહેવામાં આવે છે. પણ રાગ ને જોગથી ભિન્ન મારી ચીજ છે, એમ જ્ઞાનની પર્યાયમાં કર્તા હો તો એને નિમિત્ત કહેવામાં આવે છે, પણ નિમિત્તકર્તા નહીં. આહાહા ! આવી વાત છે બાપા ઝીણી બહુ ! લોકોએ બહારમાં એકલો વ્યવહાર ખેંચી-ખેંચીને દયા, દાન, વ્રત ને ભક્તિ ને તપસ્યા ને પૂજા ને જાત્રામાં ધર્મ મનાવી દીધો છે કે જે રાગ છે, એ તો વિકલ્પ-રાગ છે. આહાહા!
આંહી કહે છે કે એ રાગનો કર્તા જે થાય છે એ સમયે જે કર્મબંધન થયું એ તો એમાં પુદ્ગલની પર્યાય થઈ, પણ રાગનો કર્તા જે મિથ્યાર્દષ્ટિ છે તો એ રાગને બંધનમાં નિમિત્તકર્તા કહેવામાં આવે છે નિમિત્ત એકલું નહીં, નિમિત્તકર્તા ! અને જ્ઞાનીને રાગ અને કંપનથી ભિન્ન ભગવાન આત્મા (છે) એવું જ્ઞાન (હોવાથી ) ધર્મ જે વીતરાગી પર્યાય થઈ એ ધર્મી, એ કર્મબંધનની પર્યાયમાં કર્મની પર્યાયનો કર્તા તો નથી પણ એનો નિમિત્તકર્તાયે નથી. આહાહા ! ધર્મી જીવને પોતાનું સ્વ૫૨પ્રકાશક જ્ઞાન જે થયું એ જ્ઞાનમાં જોગ અને કંપનની-બંધનની જે પર્યાયનો ખ્યાલ આવ્યો તો એ પોતાના જ્ઞાનમાં નિમિત્ત છે. આહાહાહા ! સમજાણું કાંઈ ? ( શ્રોતાઃ- આપ તો ચોખ્ખું કરીને સમજાવો છો ) આવું છે. આ ચંદુભાઈ આવ્યા જુઓ, આ બધું સાંભળે છે કે નહીં ? બાપુ !( આ ) વીતરાગનો મારગ ! બીજે વીતરાગ સિવાય ક્યાંય છે નહીં, પણ એનો મારગ સમજવો બહુ દુર્લભ, અશક્ય તો નથી, દુર્લભ તો છે, પ્રભુ ! આહાહા !
આંહી તો પ્રભુ એમ કહે છે, કુંદકુંદાચાર્યની વાણી છે. કુંદકુંદાચાર્ય ભગવાન પાસે ગયા હતા, સીમંધર ભગવાન બિરાજે છે પ્રભુ મહાવિદેહક્ષેત્રમાં, સંવત ૪૯ માં ગયા હતા કુંદકુંદાચાર્ય, ત્યાંથી આવીને આ શાસ્ત્ર બનાવ્યા, અને એની ટીકા અમૃતચંદ્રાચાર્ય દિગંબર મુનિ હજા૨ વર્ષ પહેલાં થયા, તેમણે આ ટીકા કરી છે. આહાહા !
તો કહે છે, આમાં કહીએ છીએ ને કહે છે–કહ્યું છે ને કે આ અક્ષર જે બન્યા છે એની પર્યાયના કાળમાં–પ્રાસના કાળમાં અક્ષર બન્યા છે, જોગ ને રાગ અમારા નહીં તો એમાં અમે નિમિત્તકર્તા પણ નથી. ( શ્રોતાઃ–અમારા નહીં તો કોના ? ) વિકારના, પુદ્ગલના, નિમિત્તને આધિન થયા, અમારે આધિન નહીં તો એ પુદ્ગલના છે. આહાહા ! બહુ ઝીણું ભાઈ !
અરે રે ! જનમ-મરણ કરી કરીને સોથા નીકળી ગયા છે એનાં, ચોરાશીના અવતાર કરી કરીને બાપા ! આ સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાન શું ચીજ છે તેની ખબર નથી, બાકી તો વ્રત, તપ ને ભક્તિ ને જાત્રા તો એવા અનંતવાર કર્યાં ! સમજાણું કાંઈ... ?
‘મુનિવ્રતધાર અનંત બૈર ગ્રેવૈયક ઉપજાયો' મુનિવ્રત ધારણ કર્યા, પંચમહાવ્રત લીધા,