________________
ગાથા-૧૦૧
૧૬૭ એમાં પુદ્ગલદ્રવ્ય એનો કર્તા છે. એનો કર્તા અજ્ઞાની પણ નથી, અજ્ઞાની રાગ ને પુણ્ય-પાપ, દયા આદિનો કર્તા થાય છે. તો અજ્ઞાનીના રાગ આદિ, પરમાં ઉપાદાન તો નહીં, તો પર્યાય તો ત્યાં થઈ છે, ફક્ત અજ્ઞાનીના જોગ અને રાગ નિમિત્તકર્તા કહેવામાં આવે છે. હવે જ્ઞાની, ધર્મી જે રાગ અને જોગના કંપનથી ભિન્ન મારી ચીજ છે, જેને સમ્યગ્દર્શન થયું છે ધર્મની પહેલી સીઢી ! આહાહા! હું તો એ દયા, દાન, વ્રત આદિના પરિણામ-રાગ એનો પણ હું કર્તા નથી, હું તો જ્ઞાન છું. આહાહા !
એ જ્ઞાન ને આનંદ હું છું એવા પરિણામ જે થયા, એ વીતરાગી પયાર્યનો એ જ્ઞાની કર્તા છે, અને એ વીતરાગી પર્યાય, જ્ઞાનાવરણી આદિ પર્યાય તેમણે સાંભળી કે અહીંયા છે, તો એ પરિણામમાં એનું જ્ઞાનપરિણામ નિમિત્ત હો અને એના જ્ઞાનપરિણામમાં એ પુદગલપરિણામ કર્મ કાર્ય નિમિત્તરૂપે થયું એને અહીં નિમિત્ત કહો એ બીજી વાત છે. સમજાય છે કાંઈ...? આવી વાતું. નિમિત્ત તો, લોકાલોક નિમિત્ત છે કેવળજ્ઞાનને, કેવળજ્ઞાની ભગવાનને સર્વજ્ઞપણું થયું તો એ સર્વજ્ઞપણામાં લોકાલોક નિમિત્ત છે, એ તો ચીજ એક છે એવું જ્ઞાન કરાવે છે, એવો નિમિત્તનો અર્થ છે. એટલે શું? કેવળજ્ઞાનમાં લોકાલોક નિમિત્ત છે અને લોકાલોકને કેવળજ્ઞાન નિમિત્ત છે, અરસપરસ નિમિત્ત છે. એ તો ચીજ એક છે એવું જ્ઞાન કરાવે છે નિમિત્ત છે તો નિમિત્તથી થયું એવું નથી, તો નિમિત્ત ક્યાં રહ્યું? સમજાણું આમાં મોટી ગરબડ છે અત્યારે!!
કેવળજ્ઞાન, પરમાત્માને થયું અરિહંત સર્વજ્ઞને એ જ્ઞાનની પર્યાયમાં લોકાલોક નિમિત્ત છે અને પોતાની જ્ઞાનપર્યાય લોકાલોકમાં નિમિત્ત છે, બસ ચીજ છે એવી, એમ ધર્મીને, જ્ઞાની ને સમ્યગ્દષ્ટિ જીવ છે એને પોતાના પરિણામ જે વીતરાગીજ્ઞાન-શ્રદ્ધા આદિ થયાં એનો એ કર્તા છે, અને ત્યાં જે રાગ ને જોગ થયા છે એ રાગ ને જોગમાં આ જ્ઞાન નિમિત્ત છે અને પોતાના પરિણામ જ્ઞાનમાં રાગ અને જોગ અહીંયા નિમિત્ત છે. નિમિત્ત નામ “છે”. આહાહા ! આવો મારગ હવે, વાણિયાને નવરાશ ન મળે ધંધા આડે ઈ વળી કો” ક રામજીભાઈ જેવા (સમય કાઢે !) બીજા ઘણાને તો આખો દિ' ધંધા ને આ ને આ.
ભગવાન ! તું તો રાગ અને કંપનથી પણ નિવૃત્તસ્વરૂપ છો, આ તારી ચીજ તો દયા, દાન, વ્રત, ભક્તિના જે વિકલ્પ-રાગ છે એનાથી પણ તારી ચીજ અંદર ભિન્ન છે. આહાહા ! એ રાગનો પણ ધર્મી કર્તા નથી, ધર્મ જેને આત્મષ્ટિ થઈ એ રાગ હોય છે, એનો એ કર્તા નથી. પણ રાગ થાય છે એ રાગ સમ્યગ્દષ્ટિનું સ્વપરપ્રકાશક જ્ઞાન પોતાથી થયું છે એમાં રાગ નિમિત્ત કહેવામાં આવે છે. આવું છે, ગાથા તો ૧૦૧ છે આ તો સાદી ગાથા આ છે.
જેમ ગોરસનું દૃષ્ટાંત, દેખવાવાળાથી વ્યાસ થઈને- વ્યાસ થઈને ઊપજતું જે ગોરસપરિણામનું દર્શન તેમાં વ્યાપીને, માત્ર જુએ જ છે. ગોરસ જે છે (એ) દૂધરૂપ ને દહીંરૂપ થયું તો એ પર્યાય ગોરસની છે અને ગોરસનું પ્રાપ્ય છે ને ગોરસની ક્ષણ એ છે કે દૂધ ને દહીં-ખાટા મીઠા(પણાની) પર્યાય જે છે એ પર્યાયનો ગોરસનો જોનાર કર્તા નથી, પણ ગોરસનો દેખવાવાળો પોતાના પરિણામને દેખે છે એને જે દેખે છે એવું જે પોતાનું પરિણામ, એમાં વ્યાસ છે. પણ દૂધ-દહીંમાં વ્યાપ્ત તો ગોરસ છે, એમાં ગોરસનો દેખવાવાળાની પર્યાય તેમાં વ્યાસ નથી. આહાહા ! એને જોવાવાળાનું જે પરિણામ છે એ પરિણામમાં ગોરસનો દેખવાવાળો વ્યાસ