________________
૧૬૬
સમયસાર સિદ્ધિ ભાગ-૫ સમકિતીને પણ એટલું જરી કર્મબંધન થાય છે, તો એ પરિણામનો આત્મા કર્તા નહીં, પણ એ પરિણામ પોતાના જ્ઞાનમાં નિમિત્ત થાય છે. આહાહાહા ! સમજાણું કાંઈ? ધર્મી-સમ્યગ્દષ્ટિ એને કહીએ કે જેમને આત્મા સચ્ચિદાનંદ પ્રભુ, ચૈતન્યરૂપ, શુદ્ધ ચૈતન્યના જ્ઞાન ને અનુભવ થયો હોય એ ધર્મી છે, એ જ્ઞાની પોતાની જ્ઞાનપર્યાય જે થઈ સમકિત પર્યાય થઈ-સ્વરૂપમાં સ્થિરતાના અંશની જે પર્યાય થઈ એનાં એ (જ્ઞાની) કર્તા છે, પણ એ સમયે કર્મબંધન પર્યાય થઈ એનાં એ કર્તા નથી, કર્તા તો નથી પણ એમાં નિમિત્તકર્તા આત્મા નથી. શું કહ્યું સમજાણું?
પુદ્ગલ જે છે એ કર્મપણે થયાં તો એ તો પુદ્ગલનું કાર્ય છે, એમાં અજ્ઞાની જે મિથ્યાદૃષ્ટિ છે (એ માને છે) કે રાગ મારો છેદયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ મારા છે ને મને (તેનાથી) ધર્મ થાય છે, એવો મિથ્યાદેષ્ટિ જીવ, આ પુદ્ગલ કર્મબંધનના પરિણામમાં પરિણામનો એ પણ કર્તા તો નથી પણ એ રાગ અને કંપનનો કર્તા થાય છે મિથ્યાષ્ટિ, એ કારણે બંધનના પરિણામમાં અજ્ઞાનીનો રાગ અને જોગ નિમિત્ત કહેવામાં આવે છે, નિમિત્તકર્તા કહેવામાં આવે છે. આહાહા! હવે આવું!
જૈનમાં કર્મને માટે તો આકરું, ભારે, સમજાણું કાંઈ? આત્મા કર્મને બાંધે ને આત્મા કર્મ તોડેને! જડની પર્યાય, આત્મા કરે અને જડની પર્યાયનો નાશ કરે એ ભ્રમ છે બધો, આકરી વાત છે પ્રભુ! આહાહા!
જ્ઞાની તેનો કર્તા નથી; પરંતુ જેવી રીતે તે ગોરસનો જોનાર, ગોરસનો દેખા-ગોરસને દેખવાવાળો દૂધ ને દહીં, ખાટા-મીઠા પરિણામ થયા તેનો દેખવાવાળો સ્વતઃ દેખવાવાળાથી વ્યાસ થઈને... આહાહા ! –સ્વતઃ દેખવાવાળાથી વ્યાસ થઈને પોતાના પરિણામમાં વ્યાસ થઈને-પોતાથી ( જોનારથી) વ્યાસ થઈને ઊપજતું જે ગોરસ-પરિણામનું દર્શન ( જોવાપણું ) તેમાં વ્યાપીને, ગોરસના પરિણામને દેખે છે, એ દેખવાવાળાના પરિણામમાં વ્યાપ્ત થઈને. આવું હવે હસમુખભાઈ મુંબઈમાં, આમાં ક્યાં માથાફોડ આખો દિ' પાપના પરિણામ, આખો દિ” આ કર્યું ને આ કર્યું. અરે રે!
પ્રભુ તો અહીં એમ કહે છે કે જે કર્મબંધનની પર્યાય જે સમયમાં પ્રાપ્યરૂપે પરમાણું તેને પહોંચે છે-એ કર્મબંધનની પર્યાયને પરમાણું પહોંચે છે અથવા એ કર્મની પર્યાય તે-ક્ષણે ઉત્પન્ન થવાવાળી કર્મની-પુદ્ગલની પર્યાયમાં જન્માક્ષણ હતી, એ પર્યાયનો, અજ્ઞાની આત્મા પણ કર્તા નથી. અજ્ઞાની-
મિથ્યાષ્ટિ એ પોતાના રાગ ને જોગ એનો કર્તા હો, અને એ રાગ ને જોગના પરિણામ તો, પરિણામકાળે કાર્ય તો થયું એમાં રાગ ને જોગને નિમિત્ત કહેવામાં આવે છે. નિમિત્તકર્તા કહેવામાં આવે છે. આવી વાતું છે, બહુ ઝીણું બાપુ, પ્રભુનો મારગ, વીતરાગ જિનેશ્વરની શૈલી, સમય-સમયના પરિણામ, કર્મની પર્યાયમાં-પુદ્ગલની પર્યાય ક્રમબદ્ધ જે પર્યાય થવાવાળી હતી એ ક્રમબદ્ધ પણ થઈ, પ્રાપ્ય પણ થયું-જન્મક્ષણ પણ થયું.
કહે છે? કે પુગલદ્રવ્ય જે જડ છે એમાં જ્યારે જ્ઞાનાવરણી, દર્શનાવરણી આદિ જ્યારે બંધાય છે એ પર્યાય, એ પરમાણુની એ સમય તે થવાવાળી-ઉત્પાદ થવાનો તે કાળ હતોજન્મક્ષણ હતી અથવા આ જ્ઞાનાવરણી આદિ પર્યાય થઈ એને પુદગલ પ્રાપ્ય નામ પહોંચી વળે છે, આત્મા નહીં. આહા! અથવા એ પુદ્ગલ દ્રવ્યની જે પર્યાય થઈ તે સમયે તે જન્મક્ષણે થઈ