________________
૧૬૪
સમયસાર સિદ્ધિ ભાગ-૫ એ જ્ઞાની!આંહી તો જ્ઞાનીની વ્યાખ્યા કરી, જ્ઞાની એને કહીએ કે જે પોતાનું ચૈતન્યસ્વરૂપ છે એનો જેને અંતર-અનુભવ થયો, હું તો આનંદ ને જ્ઞાન છું. દયા-દાન-વ્રત આદિના વિકલ્પ એ પણ મારી ચીજ નથી. આહાહા ! એવો ધર્મીજીવ, જેની પર્યાયમાં વીતરાગપર્યાયરૂપી ધર્મ પ્રગટ થયો છે, એ વીતરાગપર્યાયને ધર્મ કહે છે. એ ધર્મી-જ્ઞાની, પોતાનું જ્ઞાન નામ પોતાની નિર્મળ વીતરાગીપર્યાય, સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્ર જે વીતરાગી પોતાની પર્યાય છે, એનો એ કર્તા છે. હસમુખભાઈ? ઝીણું બહુ બાપુ ! આ દુનિયાથી ચીજ આખી જુદી પ્રભુની, ચીજ આખી જુદી!! એ કહે છે.
जे पुग्गलदव्वाणं परिणामा होंति णाणआवरणा।
ण करेदि ताणि आदा जो जाणदि सो हवदि णाणी।।१०१।। (આહા !) મૂળ શ્લોક કુંદકુંદાચાર્ય દિગમ્બર મુનિનો.
જ્ઞાનાવરણઆદિક જે પુદ્ગલતણાં પરિણામ છે,
કરતો ન આત્મા તેમને, જે જાણતો તે જ્ઞાની છે. ૧૦૧. ટીકા- જેવી રીતે દૂધ-દહીં કે જેઓ ગોરસ વડે વ્યાસ થઈને (-વ્યાપાઈને) ઊપજતા ગોરસના મીઠા-ખાટા પરિણામ છે-આહાહા ! ગોરસ છે ગોરસ, એમાં દૂધ ને દહીં એ ગોરસના પરિણામ છે. ગોરસની એ પર્યાયો છે. સમજાણું કાંઈ? હુજી તો દાંત છે. (શ્રોતા- ગોરસ એટલે?) ગોરસ છે ને (તે) ગાયનો રસ (છે ને) પછી દૂધ ને દહીં તો પર્યાય છે. આહાહા ! ગોરસ જે સામાન્ય છે એનાં દહીં ને દૂધ ગોરસના પરિણામ છે, દૂધને દહીં (પોતે ) ગોરસ નહીં. જો કે દહીં ને દૂધ ગોરસ દ્વારા વ્યાસ થઈને–ગોરસ દ્વારા થવાવાળા, વ્યાસ નામ પર્યાયમાં થવાવાળા, ઉત્પન્ન થવાવાળા, એ સમયે ગોરસમાંથી દૂધ અને દહીંની પર્યાય ઉત્પન્ન થવાનું કાર્ય છે, એ ગોરસનું કાર્ય છે. (એ) ગોરસમાંથી ખાટા-મીઠા જે દહીં, દૂધના પરિણામ થયાં એ પરિણામ ગોરસના થયા છે, તેમને ગોરસનો તટસ્થ જોનાર પુરુષ કરતો નથી. આહાહાહા ! ગોરસમાંથી જે દૂધ ને દહીં, ખાટા-મીઠા પરિણામ થયા તેને ગોરસનો જોવાવાળો એનો કર્તા નથી. (શું કહે છે) કોઈ પુરુષ બેઠો હોય એ કાર્યકાળ વખતે (એ) દેખે છે–ગોરસનો દેખવાવાળો કે ખાટા-મીઠા પરિણામ (દૂધ ને દહીંની પર્યાય) ગોરસથી થઈ છે. એ પરિણામનો કર્તા ગોરસ છે. એને જોવાવાળો બેઠો છે એ ગોરસના પરિણામનો કર્તા નથી. આહાહા! છે?
તેમને ગોરસનો તટસ્થ જોનારતટસ્થ (અર્થાત્ ) દૃષ્ટા, જોયું? તટસ્થ (તટસ્થ) ગોરસના ખાટા-મીઠા પરિણામમાં તટસ્થ (એટલે) ભિન્ન ભિન્ન-તટસ્થ છે, જેમ કાંઠે (બેઠેલો પુરુષ તરંગોને જોવે છે) એમ આ ખાટા-મીઠા પરિણામને કાંઠે બેઠેલો, ગોરસનો (દેખવાવાળો) માણસ તટસ્થ પુરુષ કર્તા નથી એ ગોરસના ખાટા-મીઠા પરિણામને જોવાવાળો તટસ્થ જે છે એ એનો કર્તા નથી. આ પ્રકારે એ તો દષ્ટાંત થયું.
એ પ્રકારે જ્ઞાનાવરણાદિક જો કે વાસ્તવમાં જુગલદ્રવ્ય દ્વારા વ્યાસ-જેમ ગોરસ દ્વારા વ્યાસ ખાટા-મીઠા પરિણામ, એ ગોરસનું કાર્ય છે, દેખવાવાળો જે છે ગોરસનો, એનું એ કાર્ય નથી, એમ પુદ્ગલદ્રવ્યના જ્ઞાનાવરણાદિક કે જેઓ ખરેખર પુદ્ગલદ્રવ્ય વડે વ્યાસ થઈને,