________________
ગાથા-૧૦૧
૧૬૩ માત્ર જાણે જ છે. આ રીતે જ્ઞાની જ્ઞાનનો જ કર્તા છે.
વળી એવી જ રીતે જ્ઞાનાવરણ” પદ પલટીને કર્મ-સૂત્રનું (કર્મની ગાથાનું) વિભાગ પાડીને કથન કરવાથી દર્શનાવરણ, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોત્ર અને અંતરાયના સાત સૂત્રો તથા તેમની સાથે મોહ, રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, નોકર્મ, મન, વચન, કાય, શ્રોત્ર, ચક્ષુ, ધાણ, રસન અને સ્પર્શનનાં સોળ સૂત્રો વ્યાખ્યાનરૂપ કરવાં; અને આ ઉપદેશથી બીજાં પણ વિચારવાં.
પ્રવચન નં. ૨૦૨ ગાથા-૧૦૧ ગુરુવાર, મહા વદ-૧૦, તા. ૨૨/૨/'૭૯
શ્રી સમયસાર, ગાથા એકસો એક, સો (મી) ગાથા થઈ ગઈ, હવે એ કહે છે કે જ્ઞાની, જ્ઞાનનો જ કર્તા છે. સોમી ગાથામાં એમ આવ્યું કે પરપદાર્થની જે પર્યાય થાય છે એનો કર્તા આત્મા નથી. શરીર, વાણી, મન આદિ-પરપદાર્થ બધાં, એની પર્યાય જે સમયે (જે થવાની) છે, એ એનું કાર્ય એના સમયે, જડનું (કાર્યો જડમાં થાય છે. આત્મા એનો કર્તા નથી. પરંતુ અજ્ઞાની જેમને રાગ અને કંપન એનો કર્તા દૃષ્ટિમાં છે અજ્ઞાની, વિકલ્પ જે છે કંઈ દયા, દાન, આદિના અને કંપન છે, એનો જે કર્તા છે અને એના કાર્યકાળમાં નિમિત્તકર્તા કહેવામાં આવે છે. સમજાય છે કાંઈ..? - જ્ઞાની તો તે સમયે જે કાર્ય થાય છે એમાં એના જ્ઞાનને નિમિત્ત કહેવામાં આવે છે અને એ જે કાર્ય થાય છે જડ આદિ, એ જ્ઞાનીના સ્વપરપ્રકાશક જ્ઞાનમાં નિમિત્ત કહેવામાં આવે છે. ઝીણું છે ભાઈ બહુ. આહાહા !
પદ્રવ્યનો કર્તા તો અજ્ઞાની પણ નથી. આ આત્મા સિવાય આ શરીર, વાણી, મન, કર્મ જડ આદિ ખાવા-પીવાની ક્રિયા આદિ બધી જડની ક્રિયા-એ જડનું કાર્ય, જડમાં જડના સમયે પોતાનાથી એ કાર્ય ત્યાં થાય છે જડમાં, એમાં અજ્ઞાની નિમિત્ત (કર્તા બને છે) અજ્ઞાની એ (જડના) કાર્ય કરતો નથી, પણ કાર્યકાળમાં અજ્ઞાની રાગ ને કંપનનો કર્તા બનવા થવાથી, (જડના) કાર્યકાળમાં એને નિમિત્તકર્તા કહેવામાં આવે છે. આવી વાત ઝીણી બહુ ભાઈ !
જ્ઞાની, જેમની દૃષ્ટિ આત્મજ્ઞાન ઉપર છે અને હું આત્મા આનંદ ને જ્ઞાનસ્વરૂપ છું એવું જેમને અંતર સમ્યગ્દર્શન–જ્ઞાન થયું છે, એમને જ્ઞાનીને એ રાગ ને જોગ આદિ થાય છે, એ બધું એના જ્ઞાનમાં નિમિત્ત ( તરીકે) આવે છે. આહાહા! અને જોગ ને રાગનું કાર્ય જે પરમાં થાય છે એમાં જ્ઞાનીનું જ્ઞાન નિમિત્ત કહેવામાં આવે છે અને જોગ ને રાગ અને પરકાર્ય, જ્ઞાની પોતાના સ્વપરપ્રકાશકપણે પરિણમે છે એમાં એ નિમિત્ત કહેવામાં આવે છે. આ (વાત) તો સોમી ગાથામાં આવી ગઈ.
હવે અહીં તો આ કહે છે કે જ્ઞાની જ્ઞાનનો જ કર્તા છે. જેમને ધર્મ (પ્રગટ્યો), આત્મા આનંદસ્વરૂપ શુદ્ધ સચ્ચિદાનંદ ધ્રુવ આનંદકંદ પ્રભુ છે એની જેમને દૃષ્ટિ થઈ અને જેમની પર્યાયઅવસ્થામાં સમ્યગ્દર્શન જ્ઞાન ને સ્વરૂપાચરણની વીતરાગની પર્યાય ઉત્પન્ન થઈ, એનું નામ ધર્મ છે ને એનું નામ જ્ઞાની કહે છે. આવી વાત છે!