________________
ગાથા-૧OO
૧૬૧ નથી. ત્યારે કેટલીક જુવાન અવસ્થા થઈ મોટી તેમાં જોગ ને રાગને નિમિત્તપણે કર્તા કહેવામાં આવે છે, કાર્ય તો છે જ ત્યાં, હવે એ જોગ ને રાગ કોનો? કે જે અજ્ઞાની છે તેનો. કારણકે જ્ઞાનીને જોગ-રાગ છે જ નહિ, જ્ઞાનીને તો જ્ઞાન છે, જોગ-રાગનું એ જ્ઞાન છે. જોગ-રાગનું જ્ઞાન છે એ અવસ્થા બાળક મોટો થયો તેનું પણ અહીં જ્ઞાન છે. જ્ઞાનમાં એ નિમિત્ત છે, પણ આ આત્મા તેમાં નિમિત્ત નથી. આરે આરે આવી વાત ! એ ય તો પછી આ છોકરાઓને મોટા કરવા કે ન કરવા શું કરવું? એ ચીમનભાઈ, (શ્રોતા - માબાપ ન હોય તો મોટા ન થાય) પણ એ તો પરમાણું છે તો તેની અવસ્થા તે કાળે થવાની તે થાય જ છે. શશીભાઈ ! આવું આકરું છે બાપા! ધન્ય કાળ, ધન્ય અવસર ભાઈ ! પરમાત્મા ત્રણલોકના નાથનું આ કથન છે. આહાહાહા !
જેમ કે આ મંદિર થાય છે પ્રતિમા સ્થાપીએ એ કાર્ય તો ત્યાં થવાનું હતું તે તેનાથી થયું છે જડથી. હવે એમાં આત્મા નિમિત્તપણે પણ કર્તા નથી. અથવા એ કાર્ય અને આત્મા કર્તા એમ નથી, એ વ્યાપ્ય અને આત્મા વ્યાપક એમ નથી, (એ) પરિણામ અને આત્મા પરિણામી એમેય નથી. આહાહાહા ! તેમાં આત્મા નિમિત્તપણે પણ આ મંદિરની પર્યાયનો કર્તા નથી, નિમિત્તપણે હોય તો ત્યાં સદાય કાર્યકાળે રહેવું પડે. જ્ઞાનીનું જ્ઞાન પણ ત્યાં નિમિત્તપણે કર્તા નથી. આહાહાહા! આ તો જ્યાં અમે કર્યું, અમે કર્યું, અમે કર્યું અને મંદિરો બનાવ્યા, અમે પ્રતિમા સ્થાપી અમે આ કર્યું, અરે ભગવાન સાંભળ તો ખરો પ્રભુ એક વાર તારી મર્યાદા ક્યાં છે? આહાહાહા !
દ્રવ્યનો પર્યાય કોઇ વખતે કોઇ અન્ય દ્રવ્યના પર્યાયને નિમિત્ત થાય છે,” તેથી આ અપેક્ષાએ એક દ્રવ્યના પરિણામ અન્ય દ્રવ્યનાં પરિણામનાં નિમિત્તકર્તા કહેવાય છે, અજ્ઞાનીના હોં! પરમાર્થે દ્રવ્ય પોતાનાં જ પરિણામનો કર્તા છે. આહાહાહા ! અન્યના પરિણામનો અન્ય દ્રવ્ય કર્તા નથી, એ સમ્યગ્દષ્ટિ ધર્મી જીવ પણ એ પ્રતિમા મંદિરનું સ્થાપન જે થાય છે તેમાં તેનું જ્ઞાન નિમિત્ત કહેવાય પણ તેનો નિમિત્તકર્તા પણ એ જ્ઞાન નથી. અરેરેરે! આ વાત આકરી ભાઈ ! લ્યો, હવે એક કલાક થઇ ગયો.
(શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ)
આહા હા ! વીતરાગ-માર્ગ બહુ સૂક્ષ્મ-ગૂઢ, ભાઈ ! આહા.... હા ! બહારથી (બાહ્ય ક્રિયાકાંડમાં ધર્મ) માને છે. લોકોને અંદર (ના માર્ગનો) પત્તો મળતો નથી. પ્રભુ! એ તો (અનંત) જન્મ-મરણ મટવાના પંથનો માર્ગ તો આ છે, પ્રભુ! ભલે તને દુઃખ લાગે, આકરું લાગે કે આ તો “એકાંત નિશ્ચય થાય છે. (પરંતુ ભાઈ !) નયનો વિષય એકાંત જ છે. પ્રમાણનો વિષય દ્રવ્ય અને પર્યાય બંને હોય છે. પણ નિશ્ચયનયનો વિષય તો એક જ એકાંત ત્રિકાળી વસ્તુ જે છે તે છે. એ સમ્યક્ એકાંત નયનો વિષય આ એક જ છે. સમજાણું કાંઈ?
(પ્રવચન નવનીત ભાગ-૨, પેઈજ નં. ૧૪૧, નિયમસાર ગાથા-૭૭ થી ૮૧)