________________
ગાથા-૧૦૧
૧૬૫ આહાહા ! (શું કહે છે?) પુદ્ગલદ્રવ્ય પદાર્થ છે એ જ્ઞાનાવરણાદિ પર્યાયરૂપે પરિણમે છે-એ પુદ્ગલદ્રવ્ય જે છે એ જ્ઞાનાવરણાદિ પર્યાયકાળમાં એ જ્ઞાનાવરણાદિપણે પરિણમે છે, તેનો એ કાળ છે. આહાહા! અને એ પુદ્ગલ દ્રવ્યના જ્ઞાનાવરણાદિ આઠ કર્મની પર્યાય છે એ પુદ્ગલદ્રવ્યની પર્યાય છે અને એનો કર્તા પુદ્ગલદ્રવ્ય ને પુદ્ગલદ્રવ્યનું એ કાર્ય છે. આહાહા ! ઝીણું બહુ બાપુ! વીતરાગ મારગ.
આંહી તો સમય-સમયના જે પરિણામ પુદ્ગલદ્રવ્યના-જ્ઞાનાવરણાદિનાં (થયાં) તે સમયે તેમાં વ્યાપ્ત થયું છે પુદ્ગલ દ્રવ્ય (જેમ) ગોરસ વ્યાપ્ત થયું છે ખાટા-મીઠા (પરિણામ) દહીં ને દૂધમાં તેમ જ્ઞાનાવરણાદિ પર્યાયમાં વ્યાપ્ત થયેલું છે પુદ્ગલ દ્રવ્ય. આહાહા! એ પુદ્ગલદ્રવ્યથી થવાવાળા એ સમયમાં એનું પ્રાપ્ય અથવા એ જ સમયમાં જ્ઞાનાવરણાદિ પર્યાય ઉત્પન્ન થવાનો એનો સ્વકાળ હતો-જન્મક્ષણ( હતી.) આહાહા ! આત્માએ રાગ-દ્વેષ કર્યા માટે ત્યાં આગળ જ્ઞાનાવરણ આદિની પર્યાયને થવું પડયું એમ છે નહીં.
અહીંયા તો બીજી વાત કહેવી છે કે જેમ ગોરસના ખાટા-મીઠા પરિણામ એ ગોરસનું કાર્ય છે, એ ગોરસના જોવાવાળાનું એ કાર્ય નથી. આહા! ગોરસના જોવાવાળાના જ્ઞાનમાં એ પરિણામ નિમિત્ત છે અને એ પરિણામ જે ખાટા-મીઠાના થયા એ પરિણામમાં જ્ઞાનીનું જ્ઞાન નિમિત્ત છે. આકરું પડે, આવો મારગ છે. તો અહીંયા કર્મબંધન જે થયું જ્ઞાનાવરણાદિ-જ્ઞાનીની વાત છે ને? તો જ્ઞાનાવરણાદિ પર્યાય થઈ, શાસ્ત્રમાં આવે છે કે ભાઈ સમકિતીને પણ આટલું જ્ઞાનાવરણાદિનું બંધન છે, એમ એના ખ્યાલમાં આવ્યું સાંભળ્યું, તો એ જ્ઞાનાવરણાદિની પર્યાય-પુદ્ગલદ્રવ્યની પર્યાય છે. એ પરિણામ છે એનો જ્ઞાની કર્તા નથી. એ જ્ઞાનાવરણાદિ પર્યાયનો કર્તા ધર્મી નથી. જો કે અજ્ઞાનીય કર્તા નથી, એ તો કહેશે. મિથ્યાષ્ટિ પણ એ પરિણામનો કર્તા નથી, પણ એ પરિણામમાં એનો જે રાગ છે એ નિમિત્ત થાય છે, તો નિમિત્તકર્તા કહેવામાં આવે છે. પણ જ્ઞાનીને જે પરિણામ થયા કર્મના એ કર્મના પરિણામનો એ જ્ઞાતા છે. ધર્મી તો એના જ્ઞાન પરિણામનો કર્તા છે. આહાહાહા!
શાસ્ત્રમાં આઠ ય કર્મની વાતો આવે, આ આત્માએ કર્મ બાંધ્યું ને આત્માએ ભોગવ્યું અને તે પણ તે સમયે જે આઠ કે સાત કર્મબંધનની પર્યાય આંહી થાય છે, એ પુદ્ગલદ્રવ્યની પર્યાય છે, પુદ્ગલદ્રવ્યનું વ્યાપ્ય છે, પુદ્ગલ દ્રવ્ય પ્રાપ્ત કર્યું છે. તે સમયની જે પર્યાય આઠ કર્મની થઈ એ “પ્રાપ્ય” એ પુગલનું પ્રાપ્ય છે. એને પુગલદ્રવ્ય પહોંચી વળે છે. આહાહા ! આવું ઝીણું છે બાપુ!
જ્ઞાની કર્તા નથી. જેને રાગ અને કંપનથી મારી ચીજ ભિન્ન છે એવી ધર્મદષ્ટિ થઈ છે, ધર્મીની ધર્મદષ્ટિ થઈ છે. શું? કે હું રાગ ને કંપનથી મારી ચીજ ભિન્ન છે, હું તો જ્ઞાનાનંદસહુજાત્મસ્વરૂપ છું, આવી દૃષ્ટિ અને જ્ઞાન, નિર્મળપર્યાય ઉત્પન્ન થઈ–વીતરાગી સમ્યગ્દર્શન ને વીતરાગી જ્ઞાન ને વીતરાગી સ્વરૂપ આચરણ સ્થિરતા, એને અહીં જ્ઞાની અથવા ધર્મી કહેવામાં આવે છે. એ ધર્મી, જ્ઞાનાવરણી આદિ પુગલના પરિણામ છે એનો એ ધર્મી કર્તા નથી. આહાહાહા! સમજાણું કાંઈ? ઝીણી વાત છે ભાઈ ! સમયસાર એટલે? આહાહા!
જ્ઞાની કર્તા નથી, ધર્મી એને કરે નહીં. ખ્યાલમાં આવ્યું. શાસ્ત્રમાં એવું લખાણ હતું કે