________________
૧૮૪
સમયસાર સિદ્ધિ ભાગ-૫ આ દેહ છે એ તો માટી જડ ધૂળ છે, અંદર દયા, દાન, વ્રત, ભક્તિનાં ભાવ થાય એ પણરાગ ને વિકાર છે. એ વિકારથી અંદર નિર્વિકારી ભગવાન ભિન્ન છે, આ ભગવાન એટલે આત્મા હોં, ભગવાન થઈ ગયા એ એની પાસે. એ આત્મા રાગના વિકલ્પો જે થાય વ્રત, તપ, ભક્તિ, દાન એ બધો રાગ છે, એ રાગ એ આત્મા નથી. તેથી રાગથી ભિન્ન પડી, અંદરમાં જ્ઞાનાનંદ સચ્ચિદાનંદ પ્રભુ પૂર્ણ સ્વરૂપની અંદર સ્વસમ્મુખ થઈને, આનંદનું વેદન આવે, અતીન્દ્રિય આનંદનું વેદન આવે, તેને ધર્મી અને જ્ઞાની કહે છે. આટલી શરતું બધી. આહાહા!
એ ધર્મીને એટલે કે આત્મા વસ્તુ છે એનો જે ધર્મ નામ વષ્ણુ સહાવો, જે અનંત અનંત જ્ઞાન, અનંત અનંત શાંતિ, અનંત અનંત પ્રભુતા એવી જે વસ્તુ છે ધર્મી, એનો એ ધર્મ છે સ્વભાવ, અને એ સ્વભાવનું એકાગ્ર થઈને ધર્મની દશા શક્તિમાંથી વ્યક્તિ પ્રગટ થાય, તેને વર્તમાન ધર્મ કહે છે. દ્રવ્ય ધર્મી ત્રિકાળ, એના ગુણો ધર્મ ત્રિકાળ, આ દ્રવ્ય ગુણ પર્યાય લીધા. આહાહા ! એ ત્રિકાળી ભગવાન જે આત્મા સચ્ચિદાનંદ પ્રભુ, એનું રાગના વિકલ્પથી પૃથક થઈ અને સ્વભાવની એકતામાં વેદન જે આવે, એ વેદનમાં તો અતીન્દ્રિય જ્ઞાનનું જ્ઞાન અતીન્દ્રિય આનંદનું વેદન. આહાહા ! અતીન્દ્રિય જે વીર્ય પુરુષાર્થ છે ત્રિકાળી, એને પણ પર્યાયમાં અનંત ગુણની નિર્મળ પર્યાયની રચના કરી, એ અતીન્દ્રિય વીર્ય છે. એવો જે પર્યાયનો સ્વભાવ, વીતરાગી પરિણામ થવા કેમકે વીતરાગી સ્વરૂપ પ્રભુ છે, એને અવલંબે વીતરાગી પરિણામ થાય તેને અહીંયા ધર્મ કહે છે, અને તેને અહીંયા ધર્મી કહે છે, તેને અહીંયા જ્ઞાની કહે છે. આહાહા ! આવી વાતું કયાંય(નથી).
એ જ્ઞાનીને ક્રોધ આવે, કહે છે, અલ્પ કે સર્વજ્ઞ નથી વીતરાગ પૂર્ણ નથી, જરીક ક્રોધ આવે, છતાં એ દૃષ્ટિમાં ક્રોધ વિષય નથી એનો. દૃષ્ટિનો વિષય તો જ્ઞાયક પૂર્ણ છે, એથી ક્રોધ આવ્યો તેને સ્વ તરફની સન્મુખતાની દૃષ્ટિમાં જે જ્ઞાન થયું તે જ્ઞાનમાં ક્રોધને જાણવામાં આવે, આવી વાતું છે.
અજ્ઞાનીને જે રાગાદિ આવે, તેને સ્વભાવ ચૈતન્ય વીતરાગ મૂર્તિ પ્રભુ છે, એની ખબર નથી, તેથી તે દયા, દાન, વ્રતાદિનો રાગ તેનો એ કર્તા થાય છે. સ્વભાવ છે વીતરાગ મૂર્તિ એ રાગનો કર્તા, ભાન થયું એ રાગનો કર્તા કેમ થાય? આહાહાહા !
સ્વરૂપ ચૈતન્ય જાગ્રત સ્વરૂપ કોટાકોટિ સૂર્યથી પણ જેનો પ્રકાશ અનંતગુણો, કોટા કોટિ ચંદ્રોથી પણ જેની શીતળતા અનંતગુણી ભિન્ન છે. આકાશના એક આકાશ છે પણ એવા અનંત આકાશની ગંભીરતા એનાથી પણ ભગવાન અંદર ગુણનો અપાર એવી ગંભીરતા છે, એવો ભગવાન આત્મા અંદર એનું જેને સન્મુખ થઈને, નિમિત્ત અને રાગ ને પર્યાયથી વિમુખ થઈને ધર્મ જેને પ્રગટયો છે સમ્યગ્દર્શન, એ જ્ઞાનીને, એ જ્ઞાની કહો કે ધર્મી કહો, કોઈ પાછું એમ જાણે કે જ્ઞાની એટલે બહુ જ્ઞાન થઈ ગયું હોય એ જ્ઞાની, ધર્મી ભલે બીજો હોય એમ (નથી). આહાહા ! એ જ્ઞાનીને જરીક ક્રોધ આવે તો એ ક્રોધનો સ્વપરપ્રકાશક જ્ઞાતાપણે પ્રગટેલી દશામાં ક્રોધને તે જાણે એના જ્ઞાનમાં ક્રોધ નિમિત્ત થાય, ઉપાદાન તો ક્રોધ સંબંધીનું જ્ઞાન તે પોતાનું જ્ઞાન એ પોતાથી પ્રગટેલું છે. આહાહા ! એમ ક્રોધ.
એમ “માન” “માન” નો અંશ આવે, છતાં જ્ઞાની ધર્મી નિર્માન એવા આત્માના પૂર્ણ