________________
૧૬૦
સમયસાર સિદ્ધિ ભાગ-૫ પરંતુ આત્માને તેમનો કર્તા ન કહેવાય. આત્મા તો દ્રવ્ય નિત્ય છે આત્માને તો કર્તા ન કહેવાય પણ જ્ઞાનીના જ્ઞાનને પણ તેનો કર્તા, નિમિત્તપણે ન કહેવાય. આહાહાહા ! સમજાણું કાંઇ?
સમ્યગ્દષ્ટિ કુંભાર હોય, એ ઘડાની પર્યાયમાં નિમિત્તકર્તા નથી. ઘડાની પર્યાય તો પર્યાય કાળે તેનો ઉત્પા તો તેના કાળે થયો, પણ જ્ઞાની નિમિત્ત કર્તા ય નથી. પણ સામુકુ જ્ઞાનમાં તેના જ્ઞાનમાં જે જોગ ને રાગ છે તે નિમિત્ત થયું આમ જ્ઞાનમાં, અને ઘટ થયો તે પણ જ્ઞાનમાં નિમિત્ત થયું આમ. આહાહાહા ! કહો હીરાલાલજી બરાબર, આજ ગાથા એવી આકરી આવી છે. આહાહા ! બધાનાં ફડચા છે.
અરે દુનિયા કયાં પડી છે શું છે એનું જેને હુજી મનન ને વિચારે ય નથી. આહાહાહા ! કયાં ચાલ્યો જાય છે રખડવા કહે છે કે તેમને તો ઘટાદિક અને ક્રોધાદિક ક્રોધ એટલે કોણ? આ જડ હ, નિમિત્તકર્તા કહેવાય, પરંતુ આત્માને તેમનો કર્તા ન કહેવાય. આહાહાહા !
ઘડો વસ્ત્ર દાળ, ભાત, રોટલા, શાક થાય કાર્ય તેમાં આત્માને તો કર્તા ન કહેવાય. જોગ ને રાગને નિમિત્ત છે તેથી એને નિમિત્ત કહેવાય. આત્માને સંસારઅવસ્થામાં અજ્ઞાનથી ત્યારે કહે એ આત્મા કરે, કાંઇક કર્તા છે કે નહિ એ. પરનો કર્તા નહિ, પરનો નિમિત્તથીયેય કર્તા નહિ, આત્માને સંસાર અવસ્થામાં અજ્ઞાનથી માત્ર યોગ ઉપયોગનો કર્તા કહી શકાય. આહાહાહા !
રાગ, ઇચ્છા અને કંપન, અજ્ઞાન અવસ્થામાં સંસારી જીવને મિથ્યાષ્ટિને એ રાગ ને જોગનો કર્તા કહેવાય. આહાહાહાહા ! સમજાણું કાંઇ? ભાષા તો સાદી છે પણ હવે જરી, પણ ભાવ તો ભાઈ (જે છે તે છે) આહાહાહા ! તીર્થંકરદેવ જિનેશ્વર પરમાત્મા ત્રિલોકનાથ એની વાણીમાં આવ્યું છે ને આ સત્ છે આ, એ સંતો આ વાણી દ્વારા જગતને કહે છે. આહાહાહા ! પણ એ વાણીની પર્યાયના એ કર્તા નથી. વાણીના કાળે વાણી ઉત્પન્ન થઈ તે વાણીનું કાર્ય. આહાહાહા ! એમાં આત્મા કર્તા નથી વાણીનો. આત્મજ્ઞાની છે એ પણ નિમિત્તપણે કર્તા નથી, અજ્ઞાની જે જોગ ને રાગનો કર્યા છે તે એ જોગ ને રાગને ભાષાના કાળે નિમિત્તકર્તા કહેવામાં આવે, આત્માને તો નિમિત્તકર્તા ય (કહેવાય) નહિ. આહાહાહા ! સમજાણું કાંઇ?
અહીં તાત્પર્ય આ પ્રમાણે જાણવું:- “દ્રવ્યદૃષ્ટિથી તો કોઈ દ્રવ્ય અન્ય કોઈ દ્રવ્યનું કર્તા નથી.” જોયું? આહાહાહા ! વસ્તુદૃષ્ટિથી જોઇએ તો તો કોઇ દ્રવ્યનું કોઇ નિમિત્તપણે પણ કર્તા નથી. “પરંતુ પર્યાયષ્ટિથી જોઇએ તો દ્રવ્યનો પર્યાય કોઇ વખતે,” અવસ્થાષ્ટિથી જોઇએ તો દ્રવ્યનો પર્યાય કોઇ એટલે અજ્ઞાન વખતે, કોઇ અન્ય દ્રવ્યના પર્યાયને નિમિત્ત થાય છે. આહાહાહા ! બહુ આકરું કામ બાપુ, નવરાશ કયાં હવે આમાં, ધંધાવાળાને ધંધા આડે નવરાશ ન મળે. બાઈડીયું ને છોકરા સાચવવા ને રાંધવા આડે નવરાશ ન મળે, હવે એમાં આ નિર્ણય કરવો. જિંદગી ચાલી જાય છે, આમ ને આમ. આહાહા !
પરમાત્મા ત્રણલોકનો નાથ, જિનેશ્વરનો આ હુકમ છે, એની આ આજ્ઞા છે કે જે કાર્યકાળ થાય. આહાહાહા.. છોકરો જે મોટો થાય છે, શરીર, શરીર મોટું થાય છે ને આત્મા કયાં. એ કાર્ય તેમાં છે, એ કાર્યનો એનો આત્મા ય કર્તા નથી. એ બીજો આત્મા એને એ મોટો થવાની) ક્રિયાનો કર્તા નથી. એ મોટી જાવાન અવસ્થા થઈ એની, તેનો આત્મા નિમિત્તપણે પણ કર્તા