________________
સમયસાર સિદ્ધિ ભાગ-૫
એક સમયમાં પ્રભુ વિધમાન છે તેનો આશ્રય લેવો, એ તો છે. તેનો આશ્રય લેવો. આહાહા ! ઓલી તો ભૂત-ભવિષ્યની પર્યાય નથી તેને જ્ઞાનમાં નિયત પ્રત્યક્ષ થાય છે, પ્રત્યક્ષ થાય માટે તે પર્યાયને નથી છતાં એને વ્યવહારે છે એમ કહીએ, ભૂતાર્થ છે. વિધમાન છે. આ પ્રભુ તો એક સમયમાં પૂર્ણાનંદનો નાથ વિધમાન છે ને ! આહાહા! અનંતગુણનો સાગર ભગવાન આત્મા જેના ગુણની સંખ્યાનો પાર નથી. જેની એક સમયની પર્યાયનો પા૨ નથી, અનંતી છે ને ? સમય ભલે એક છે. આહાહાહા !
૧૫૮
એવા વિધમાન ભગવાન આત્માને વિધમાન તરીકે છે, છે તરીકે છે, જેમાં કાર્ય છે તે તરીકે છે ત્યારે એને નિમિત્ત કહેવાય, એમાં આ છે આત્મા એને દૃષ્ટિમાં લેવો, છે એને દૃષ્ટિમાં લેવો એ તો વસ્તુ છે. આહાહા ! સમજાય છે કાંઈ ?
અજ્ઞાની કદાચિત્ અજ્ઞાનથી કરતો હોવાથી જોગ અને ઉપયોગનો તો આત્મા પણ કર્તા હો, જોયું ? કર્તા ૫૨ને માટે તે નિમિત્તકર્તા, પણ પોતે કર્તા ઉપાદાનથી પોતે છે, અજ્ઞાનથી પોતે યોગ ને ઉપયોગનો કર્તા, નિમિત્તપણે એમ નહિ, ઉપાદાનપણે પર્યાયમાં, દ્રવ્ય તરીકે એનો કર્તા નથી. પણ પર્યાય પર્યાય તરીકે જે યોગ છે ઉપાદાનથી, અશુદ્ધ ઉપાદાનથી કર્તા છે. ખરેખર તો એ જોગ ને રાગ પર્યાય પર્યાયનો કર્તા છે, દ્રવ્ય તો તેમાં નિમિત્ત માત્ર છે, દ્રવ્ય તો નિમિત્ત છે, નિમિત્ત છે એટલે કે એનાથી થયું નથી એમ. આહાહાહા !
જોગ ને રાગને કાળે ત્યાં ઉપાદાન એનું અશુદ્ધ ઉપાદાનથી થયું છે. તેનો અજ્ઞાનભાવે કર્તા હો, પણ એ આત્મા તો ૫૨નો કર્તા નથી એમ કહે છે. છે ? તથાપિ ૫૨દ્રવ્યસ્વરૂપ ૫૨નો કર્તા તો નિમિત્તપણે પણ નથી. આહાહા ! શું કહેવું છે ? કે મિથ્યાર્દષ્ટિ જીવ છે જ્યાં સુધી, ત્યાં સુધી તેને દ્રવ્ય સ્વભાવની ખબર નથી. તેથી તેની પર્યાયમાં રાગ દયા દાન આદિનો રાગ અને કંપન તેનો તે અજ્ઞાનભાવે પર્યાયનો કર્તા હો. દ્રવ્ય તો એનુંય કર્તા નથી. દ્રવ્ય જે છે તે આ જોગ ને રાગનોય કર્તા નથી. આહાહાહા ! આવું ઝીણું. સમજાણું કાંઈ ?
તેથી કહ્યું કે જોગ અને ઉપયોગનો તો આત્મા પણ કર્તા ભલે હો, તથાપિ પરદ્રવ્યસ્વરૂપ કર્મનો કર્તા તો નિમિત્તપણે પણ નથી. બહુ અધિકાર (સારો ) ઝઘડા મટી જાય એવું છે બધાં. ગાથામાં આવ્યું છે ને વિરુદ્ધનું અહીંયાનું, ૪૬ ગાથાનું, એ અધ્યાત્મીઓ વ્યવહા૨ને માનતા નથી પણ આ વ્યવહા૨ છે આંહીં, ૪૬ ગાથા સમયસારની, વ્યવહાર નથી કોણે કહ્યું ? ( શ્રોતાઃપણ નિશ્ચય હોય ત્યાં વ્યવહાર હોય જ ) વ્યવહાર છે એ કોણે ના ( પાડી ) પણ વ્યવહા૨, ધર્મ છે અને વ્યવહારને આશ્રયે ધર્મ થાય એમ નથી. વ્યવહાર ન હોય તો તો પર્યાયેય નથી. વ્યવહાર એટલે પર્યાય, પર્યાય પોતે વ્યવહાર છે. પણ એના આશ્રયથી ધર્મ ને વ્યવહાર મોક્ષમાર્ગ છે, અને એ મોક્ષમાર્ગ છે એમ નથી. આહાહાહા.... કાલે વાંચ્યુ નથી આમાં આવ્યું છે, “જૈનદર્શનમાં” ૫૨મ દી' જોયું'તું, કાલે વાંચ્યુ નથી. એ આટલું લીધું. આહાહાહા.... ૪૬ ગાથામાં આવે છે ને ? એમ કે જો વ્યવહાર ના હોય તો ત્રસ સ્થાવર જીવ જ ન હોય તો હણું એને, રાખને ચોળે એમ થઈ જાય, વ્યવહાર નથી ? ત્રસ ને સ્થાવર જીવો નિમિત્ત-નિમિત્ત તરીકે ય સંબંધ નથી ? આહાહાહા..... એકેન્દ્રીયપણું, બેઇન્દ્રિયપણું, ત્રિઇન્દ્રિયપણું, એવું પર્યાયમાં વ્યવહા૨થી નથી ? નિશ્ચય દ્રવ્યમાં નથી ? પર્યાયમાં નથી ? એ ટાણે દ્રવ્ય તો દ્રવ્ય છે એ શુદ્ધ છે