________________
ગાથા-૧૦૦
૧૫૭ આવે છે પ્રાપ્યનો અર્થ એ છે કે જે દ્રવ્યની જે સમયે જે પર્યાય થાય તે તેનું પ્રાપ્ય છે, તેને તે પહોંચી વળે છે. તે પર્યાય તે દ્રવ્યની. આહાહાહા!
પોતાના વ્યાપારને પોતાના વ્યાપારને પાછું હોં, ઉપાદાનપણે, પરના વ્યાપારને તો નિમિત્ત કર્તાપણે. આહાહાહા..... આ હાથ હાલે, દાઢ હાલે, આ હોઠ હાલે એનો કાર્યકાળ તો ત્યાં છે જ, પણ આત્મા તેના પરિણામને કરે, ને પરિણામી તો બેય એકમેક થઈ જાય, પરિણામ અને પરિણામી જુદા ન હોય, કર્તા કર્મ જુદા ન હોય, વ્યાપ્ય વ્યાપકપણે જુદા ન હોય. વ્યાપ્ય વ્યાપક કહો, કર્તા કર્મ કહો, પરિણામી પરિણામ કહો જુદા ન હોય.
જો એ પરિણામ અને પરિણામી, આ કર્મને વ્યાપક કર્તા, આ વ્યાપ્ય ને વ્યાપક આવે તો બેય એક થઈ જાય. માટે એ વાત તો છે નહીં. ફક્ત કાર્ય તો છે ત્યાં, પ્રાપ્યરૂપે છે, જન્મક્ષણ છે જડની. એ વખતે જોગ ને રાગ, જોગ ને રાગ, એને નિમિત્તપણે કહેવાય, કેમ? કે અજ્ઞાની પોતાના ઉપાદાનપણે રાગ ને જોગને કરે છે માટે. આહાહા ! સમજાણું કાંઈ? ભાઈ ! આ થોડું બીજાં આવ્યું પાછું. કાંઈ ઈનું ઈ આવે. શું ગાથા? આહાહાહા !
ખરેખર તો, એમ કીધું ને ખરેખર શબ્દ છે ને, કિલ ઘટનો પર્યાય ઉત્પાદું ઉત્પાથી છે, એ માટીથીયે નથી અને પિંડના વ્યયથી પણ નથી. આહાહાહા ! કેમ કે પર્યાય ઉત્પન્ન થઈ તે સત્ છે, સત્ છે તેને કોઈ હેતુ (હોય નહીં) છે એને હેતુ શું? આહાહાહા ! આવું ઝીણું પડે માણસને પણ વસ્તુસ્થિતિ આ છે, વસ્તુની મર્યાદા આ છે. અને ક્રમબદ્ધમાં પણ એ જ થયું ને, ક્રમબદ્ધમાં પર્યાય તો તે કહે છે, તે છે એવો જે નિર્ણય કરે તે અકર્તા થઈ જાય. રાગનોય અકર્તા થાય અને ખરેખર તો પર્યાય પણ “ભાવ” ગુણને લઈને તે પર્યાય તે કાળે થાય છે એટલે પછી કરવું છે એ પણ નથી ત્યાં. આહાહાહા હા, તેને જાણે છે એમ કહેવું એ પણ જાણવાની પણ પર્યાય છે, એ જાણવાની પર્યાય પણ પકારકરૂપે પરિણમતી પોતે ઊભી થાય છે. આહાહાહા !
વીતરાગી તત્ત્વ, સર્વજ્ઞ પરમેશ્વર (શ્રોતા:- પટ્ટારકમાં તો કર્તાપણું આવે ને ) કર્તા છે ને? પર્યાય-પર્યાયનો કર્તા કીધું ને? અને તેથી તો કહ્યું છે ને પર્યાય પર્યાયનો કર્તા અને સમ્યગ્દર્શનની પર્યાય પર્યાયનો કર્તા, પણ પર્યાયનું લક્ષ જાય છે દ્રવ્ય ઉપર, આશ્રય, એનો ધ્યેય દ્રવ્ય છે, એમ કર્તા થઈને જાય છે. આહાહાહા ! સમ્યગ્દર્શનનું ધ્યેય દ્રવ્ય ઉપર છે, ધ્રુવ, ધ્રુવ, ધ્રુવ. પણ કહે છે કે એ સમ્યગ્દર્શનનો પર્યાય ભૂતાર્થનો આશ્રય લે છે, ભૂતાર્થ છે ને? આશ્રય લે છે પણ એ સ્વતંત્ર કર્તા થઈને આશ્રય લે છે. આહાહાહા ! (શ્રોતા:- અકર્તા કહેવું અને પાછું કર્તા કહ્યું? બે ) રાત્રે પણ કહ્યું તું ને ત્યાં કહ્યું હતું વ્યાખ્યાનમાં ૩૮ ગાથામાં પ્રવચનસારની ભૂત અને ભવિષ્યની પર્યાય અસભૂત છે, અસભૂત છે, પણ જ્ઞાનમાં નિયત નિશ્ચય છે માટે વ્યવહારે ભૂતાર્થ છે વ્યવહારે ભૂતાર્થ છે હોં. જ્ઞાનમાં નિયત છે. આહાહાહા ! - જ્યારે ભગવાન આત્માની પર્યાય એક સમયની ઉત્પાદુ પોતાથી થયો તેમાં લોકાલોકની પર્યાય તેમાં જાણવામાં આવે છે, એ પોતાના પર્યાયના કર્તાકર્મથી જાણવામાં આવે છે, એ પર્યાયો સામે છે માટે અહીં કાર્ય થયું એમ નથી. આહાહાહા.... જ્યારે એ અસભૂત પર્યાય પણ
જ્યારે જ્ઞાનમાં નિયતપણે વર્તમાન વિધમાન છે, એમ કહેવી તો પછી પ્રભુ તો એક સમયમાં વિધમાનમાં આખો પડ્યો છે ને? આહાહાહા!