________________
ગાથા-૧૦૦
૧૫૫
જોઈએ. તો એમ બને નહિ, ત્યારે હવે અનિત્ય એવા યોગ ને ઉપયોગ, આ વાણી, મન ને દેહ જે ૫૨માણું છે એ તો નિમિત્ત, અને કંપન થાય છે એ ઉપાદાન પોતામાં, એ કંપન છે અને જે ઈચ્છા અને જ્ઞાન ઈચ્છામાં જોડાય છે, એને અહીં ઉપયોગ કહીએ, તો જે યોગ અને ઉપયોગ જે અનિત્ય છે, તે તે કાર્યના કાળમાં, તે તે યોગ ને ઉપયોગને નિમિત્તપણે કર્તા કહેવામાં આવે છે. સમજાણું કાંઈ ? આહાહા !
આ તમારું શું પંડાળ–બંડાળ બંધાય છે, આમાં ઈ ? પંડાળના કાર્ય કાળે પંડાળનું કાર્ય ત્યાં થાય છે, એને બાંધનારો એમ માને કે તે મા૨ાથી થાય છે તો તે પોતે ત્યાં ભળી જાય એમાં. હવે આત્માને કહીએ નિત્ય આત્મા, જુદો રહીને એને નિમિત્ત થાય, તો પણ નિત્ય છે એટલે એને કાયમ રહેવું પડે તેમાં, માટે એ પણ આત્મા નિમિત્તેય નથી.
હવે અનિત્ય એવા જે રાગ અને કંપન તે કાર્યના કાળને કાળે, આનો યોગ અને ઉપયોગ ઉત્પન્ન થવાનો આનો કાર્યકાળ છે. તે તેને નિમિત્તકર્તા તરીકે કહેવાય, નિમિત્ત કર્તા હોં, નિમિત્ત એકલું નિમિત્ત નહિ, સમજાય છે કાંઈ ? કેમ કે ત્યાં કાર્ય થયું છે ને ? એટલે યોગ અને રાગને નિમિત્તકર્તા તરીકે કહેવાય. આહાહા ! અનિત્ય એવા સર્વ અવસ્થામાં વ્યાપતા નથી એવા યોગ ને ઉપયોગ જ, જોયું ? ઉપયોગ જ, ઓલો આત્મા નિત્ય નહિ, આત્મા પરિણામી, પરિણામી તરીકે કર્તા કર્મ નહિ, ફક્ત આ જોગ ને ઉપયોગ જ, છે સંસ્કૃત એમાં, “અનિત્યૌ યોગોપયોગયો સ્ત્યાત્” “ઉપયોગ એવ” એમ શબ્દ છે સંસ્કૃતમાં. આહા.... શું ટીકા ! યોગ અને ઉપયોગ નિમિત્તપણે તેના ૫૨દ્રવ્યસ્વરૂપ કાર્યના કાળમાં નિમિત્તપણે કર્તા છે, એમ જ્ઞાન કરવું. આહાહાહા..... સમજાય છે કાંઈ ? રોટલીના બટકા થઈને જે અંદર કટકા થાય છે, એ કાર્ય તો ત્યાં થાય છે, હવે એ કાર્યને આત્મા વ્યાપક થઈને વ્યાપ્ય કરે તો આત્મા ત્યાં ભળી જાય, માટે એ નહિ.
66
આત્મા નિત્ય છે, એ નિત્ય જો (નિમિત્તપણે ) ૨હે તો દરેક કાર્યના કાળમાં એને ઉપસ્થિત રહેવું પડે, એ નહિ. હવે એ કટકા થાય છે તેમાં, કાર્ય તો ત્યાં થયું જ છે, રોટલીનું બટકાનું, શાકનું કટકાનું, તેમાં યોગ ને ઉપયોગ જ નિમિત્તકર્તા કહેવામાં આવે છે. છે ? યોગ અને ઉપયોગ જ નિમિત્તપણે તેમાં ૫૨દ્રવ્યસ્વરૂપ કર્મના કર્તા છે. નિમિત્તપણે એટલે ?નિમિત્તથી થાય છે એમ અહીં પ્રશ્ન નથી. છે તો છે આ વાંધા આખા એ શબ્દ છે ને ? નિમિત્ત આવ્યું એટલે જાણે નિમિત્તથી અહીંયા થયું, અહીં છે તો છે. આહા..... યોગ અને રાગનો ઉપયોગ, એને, તેને કાર્યના કાળમાં આ બાને નિમિત્તકર્તા કહેવામાં આવે. એટલે એ આવ્યું માટે અહીં થયું એમેય નથી, તો તો એનાથી થયું. આહાહા !..... શશીભાઈ ! ભાઈ આવ્યા છે ને હસમુખભાઈ આ સમજવા જેવી વાત છે આ, આખા ઉપાદાન ને નિમિત્તના ઝઘડા છુટા પડી જાય એવું છે. આહાહાહા!
‘રાગાદિવિકારવાળા ચૈતન્યપરિણામરૂપ પોતાના વિકલ્પને” હવે, એ તો નિમિત્તકર્તા કીધો, કોને ? કે રાગાદિવિકારવાળા ચૈતન્યપરિણામ પોતાના વિકલ્પને અને આત્માના પ્રદેશોના કંપનરૂપ પોતાના વ્યાપારને કદાચિત્ અજ્ઞાનથી આત્મા કરતો હોવાથી, જોયું ? એ રાગ અને કંપનને અજ્ઞાની, અજ્ઞાનપણા વખતે કર્તા હોવાથી, એ કાર્યકાળમાં તેને નિમિત્તકર્તા કહેવામાં