________________
ગાથા-૧૦૦
૧૫૩
કાર્ય તો છે. તેમાં આત્મા, તે કર્મ અને આત્મા કર્તા એમ નથી. એ કાર્ય વ્યાપ્ય અને આત્મા વ્યાપક એમ નથી. જે પરિણામ-કાર્ય એ પરિણામ અને આત્મા પરિણામી, એવું પરિણામી પરિણામપણું નથી. એ વ્યાપ્યભાવે તો કરતો નથી. જોયું ?
હવે નિમિત્તની વ્યાખ્યા લે છે. પણ તે કાર્ય તો છે તે કાળે, નિમિત્ત કોને કહેવું એ પ્રશ્ન ઉઠયો બસ. નવું થાવું છે એમ પ્રશ્ન નથી. કાર્ય તો છે. એ તો પહેલેથી કહ્યું'ને. આહાહાહા ! એ છે એ પ્રશ્ન છે ને. પછી થાય તો પણ છે. છે એનો પ્રશ્ન આંહીં છે ને ? છે એટલી વાત આંહીં કરી, નવું થાય એ વખત પણ છે. સમજાય છે કાંઈ ? આદિ જડ આદિ બધા લીધાં છે. અને કર્મ આદિ જડ આદિ, કર્મ જડ છે.
આત્મા તો કંઈ ૫૨નો આત્મા કર્તા, આત્મા બીજા આત્માનો કર્તા એ તો પ્રશ્ન અહીં છે નહિ. છતાં આત્માનું પણ કાર્ય જે સામે છે, એ છે, એને બીજો આત્મા એના પરિણામનો પરિણામી થઈને પરિણામ કરે, વ્યાપક થઈને વ્યાપ્ય કરે, કર્તા થઈને કાર્ય કરે એવું તો છે નહિ. આહાહાહા ! સમજાણું કાંઈ ? કા૨ણકે જો એમ કરે તો તન્મયપણાંનો પ્રસંગ આવે તો ૫૨દ્રવ્યમાં પોતે ભળી જાય ને પોતાની જીદાઈ રહે નહિ. આહાહા ! ઘટનાં પરિણામને જો કુંભાર કરે, તો કુંભાર ઘટમાં ભેગો ભળી જાય, એની હૈયાતિ ભિન્ન ન રહે. પટનાં પરિણામને વણકર કરે તો વણક૨ કપડામાં ભળી જાય. સુતાર ગાડાને કરે, વ્યાપ્ય–વ્યાપકપણે તો ત્યાં ગાડાના કાર્યમાં સુતાર ભળી જાય, તો સુતાર ભિન્ન રહે નહિ. આહાહા ! સમજાણું કાંઈ ? એક બોલ થયો. તન્મયપણાંનો પ્રસંગ આવે. આહાહાહા !
શું ખુલાસો ! જગતનાં બધા વાંધા અત્યારે ઉઠાવે એય નિમિત્તથી થાય, નિમિત્તથી થાય, સાંભળ તો ખરો ! હવે નિમિત્ત આવે તો થાય, એ પ્રશ્ન અહીં છે નહિ. અહીં તો કાર્યકાળમાં નિમિત્ત કોને કહેવું એ પ્રશ્ન છે. સમજાણું કાંઈ ? ૫૨ની દયા પળે છે એ કાર્ય તો ત્યાં આયુષ્ય ને જીવ જે છે ઈ કાર્ય તો છે હવે એમાં, એ કાર્ય છે, એ પરિણામને આત્મા પરિણામી થઈને કરે, કર્તા થઈને કરે, વ્યાપક થઈને કરે, તો આત્મા તેમાં ભળી જાય, જુદો રહી શકે નહિ. આહાહાહા ! આત્મા ૫૨ની દયાનું કાર્ય કરે ? ગજબ વાત છે, તો આત્મા કર્તા અને એ કાર્ય, એમ બે ભળી જાય, તન્મય થઈ જાય આત્મા, એ જીવ ને શ૨ી૨ છે અને હિંસા( થી ) જાદું પાડે, જુદું પાડવાનું કાર્ય કરે હિંસાનું, તો એ કાર્ય તો તે કાળે થયું છે, તેને જુદું પડવાનું, હવે આત્મા જો એને કરે તો આત્મા ત્યાં ભેગો ભળી જાય, તન્મય થઈ જાય. આહાહાહા ! સમજાણું કાંઈ ? વળી નિમિત્ત-નૈમિત્તિકભાવે પણ તેને કરતો નથી. આહાહા ! એ કાર્ય જે છે ઘટનું પટનું ૨થનું ગાડાનું રોટલીનું શાકનું. આ હાથનું હલવાનું ભાષાનું થવાનું કર્મબંધનના રજકણોનું કર્મપણે પર્યાયપણે થવાનું તે કાર્ય તો છે, હવે એને નિમિત્ત-નૈમિત્તિકભાવે પણ આત્મા કરતો નથી. આહાહાહા ! ઉપાદાન એટલે એનું કાર્ય અને આત્મા કર્તા એ તો છે નહિ, પણ હવે એ કાર્યમાં આત્મા નિમિત્ત છે ? એટલું કાર્ય છે તો ખરું ત્યાં, નિમિત્ત નૈમિત્તિકભાવે પણ, પણ એટલે ? ઓલ્યું તો નથી કર્તા-કર્મ તો નથી, પણ નિમિત્તનૈમિત્તિક ભાવે પણ નથી. નિમિત્તનૈમિત્તિકભાવે પણ તેને કરતો નથી, કુંભારનો આત્મા નિમિત્ત અને ઘડો એનું નૈમિત્તિક એ રીતે નથી. ઈ સ્ત્રીનો આત્મા નિમિત્ત અને રોટલીની પર્યાય નૈમિત્તિક એય નથી. આ