________________
૧૫૬
સમયસાર સિદ્ધિ ભાગ-૫ આવે. અજ્ઞાની રાગ અને યોગ એટલે જ્ઞાનમાં જોડાવાનો રાગ અને કંપનનો અજ્ઞાની કદાચિત્ એટલે અજ્ઞાનકાળમાં કર્તા હોવાથી એને કાર્યકાળમાં તે જોગ ને રાગને કરતો હોવાથી એવા અજ્ઞાનીના જોગ ને રાગ તેને કાર્યકાળમાં નિમિત્તકર્તા કહેવામાં આવે છે. કહો હીરાલાલજી! આહાહાગજબ વાત છે. ઓહોહો ! ૧૦૦ ગાથામાં કેટલું સમાડી દીધું છે!
લોકોએ મધ્યસ્થીથી શાંતિથી વિચાર કરવો જોઈએ, મનન કરવું જોઈએ. (શ્રોતા - લોકો મધ્યસ્થથી જ્ઞાન કરે એવું બને જ નહીં, અજ્ઞાની એમ જ કરે) સાંભળવા આવે છે ત્યારે એને માટે એમ કહે ને કે સાંભળવા તો તું આવ્યો છો ભાઈ તો હવે સાંભળ તો ખરો, એ શું કહેવાય છે, એ તરફ તારું લક્ષ તો જાય, એમ એનો અર્થ ઈ છે. આહાહા ! એ પોતે પોતાનાં પરિણામનો કદાચિત્ એટલે જ્યાં સુધી અજ્ઞાન છે, ત્યાં સુધી આત્મા કરતો હોવાથી, તે પણ એ સિદ્ધાંત કર્યો, કે જ્ઞાનમાં રાગનું જોડાવું, એવો જે ઉપયોગ અને કંપન એ પણ અજ્ઞાનથી અજ્ઞાન છે ત્યાં સુધી, અજ્ઞાનથી તેનો એ કર્તા થાય છે, ખરેખર એ વસ્તુ (છે) એનો કર્તા છે નહિ. સમજાણુ કાંઈ ?
યોગ અને ઉપયોગનો તો આત્મા પણ કદાચિત્ ભલે કર્તા હો. શું કહ્યું છે ? એને અહીં કર્તા હો, અને ઓલો ઉપાદાનપણે કર્તા હો, અને પરમાં નિમિત્તપણે કર્તા એને કહેવાય, એમ કહે છે. આહાહાહા ! પરના કાર્ય તો તેના ઉપાદાનકાળે કાર્ય થયું, હવે અહીંયા પણ રાગ ને યોગનું અજ્ઞાનીને અશુદ્ધ ઉપાદાનથી કાર્ય થયું અજ્ઞાનીને, તેને પર કાર્યકાળમાં, અજ્ઞાની જોગ અને રાગનો કર્તા જે અજ્ઞાનપણે થાય છે, તેથી તેને નિમિત્તકર્તા કહેવામાં આવે, અને તેથી તે યોગ અને રાગનો આત્મા કર્તા છે અજ્ઞાનભાવે એમ કહેવામાં આવે, ઉપાદાનપણે કર્તા છે અને પરમાં નિમિત્તપણે કર્તા કહેવામાં આવે એમ કહેવું છે. આહાહાહા !
શું કીધું ઈ? જડના કામના કાર્ય કાળ તો ત્યાં છે, હવે અહીંયા આત્મા અજ્ઞાની જે રાગ અને યોગનો કર્તા અજ્ઞાનભાવે કરે છે, ત્યારે તેથી તેને કાર્યકાળમાં નિમિત્તકર્તા કહેવાય, અને આ જોગ અને રાગનો ઉપાદાન કર્તા છે, જે જોગ અને રાગનો ઉપાદાન કર્તા અજ્ઞાનથી છે, તેના જોગ ને રાગને કાર્યકાળમાં નિમિત્તકર્તા કહેવાય. આહાહાહાહા ! હીરાલાલજી! બહુ સરસ આવ્યુ છે. હોં. આહાહાહા... એ કહે તૂટયું ત્યારે કહે છે કે કોઈ લાકડાથી એ તૂટયું નથી, એમ કહે છે. આવી વાતું છે હવે. આહાહાહા!
આ વીતરાગનું તત્ત્વ! ઉપયોગનો અને જોગનો તો આત્મા કદાચિત્ કર્તા હો, એ ઉપાદાન, અજ્ઞાનપણે રાગ જ્ઞાનમાં જોડાય અને કંપનનો કર્તા અજ્ઞાની ઉપાદાનપણે છે, અને પરના કાર્યકાળમાં તેને નિમિત્તકર્તા કહેવાય, આ ઉપાદાન કર્તા જે અજ્ઞાની છે, તેને પરના કાર્યકાળમાં નિમિત્તકર્તા કહેવાય. આહાહાહા.. સમજાય છે કાંઈ ? જે આવ્યું'તું એ જ આવે એવું કાંઈ નથી, આ તો બીજું. આહાહાહા!
(શ્રોતા:- પહેલાં પ્રાપ્યની વાત લીધી અને આજે જન્મક્ષણની વાત લીધી) પહેલા પ્રાણની લીધી એ તો આવે ત્યારે આવે ને એ કર્મ જે છે ને એ પ્રાપ્ય છે તે કાળનું, એમ ભાઈ લીધું'તું તે દિ'. આજે કીધું ને પહેલું ઘટાદિ અને ક્રોધાદિ પરદ્રવ્યસ્વરૂપ વ્યાપ્ય છે, પ્રાપ્ય છે, તે જ સમયનું તે પ્રાપ્ય છે, તેને એ દ્રવ્ય પહોંચી વળે છે, તે સમયમાં તે જ છે. આ જે જન્મક્ષણ લીધી એ પ્રાપ્ય છે, પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વત્યે આવે છે ને? ૭૬ થી ૭૯ અને ૧૦૭ ગાથામાં