________________
૧૫૪
સમયસાર સિદ્ધિ ભાગ-૫ બળખો નીકળવાનું કાર્ય છે, તે તો ત્યાં કાર્ય છે જ એમ કહે છે, હવે એને આત્મા કર્તા થઈને એને કાઢે એમ હોય તો આત્મા તે બળખામાં એકમેક થઈ જાય. એય ! આહાહા! ગજબ વાત છે ને! ૧૦૦ મી ગાથા છે ને! 100 એ 100 ટકા બેય સ્વતંત્ર છે, એમ સિદ્ધ કરે છે. નિમિત્તનૈમિત્તિકભાવે પણ તેને કરતો નથી આત્મા, એ કાર્ય થયા પરના તે કાળે આત્મા નિમિત્ત થઈને કરે? નિમિત્ત ન થાય એને, કેમ? એમ કરે તો નિત્ય કર્તુત્વનો પ્રસંગ આવે છે. તો જ્યાં જ્યાં કાર્યકાળ હોય ત્યાં ત્યાં આત્માને નિમિત્તપણે રહેવું જોઈએ, એની ઉપસ્થિતિ ત્યાં રહેવી જોઈએ, જો નિમિત્તપણે પણ હોય આત્મા, તો આત્મા તો નિત્ય છે. આહાહાહા ! શું શૈલી! આ વાત તો આપણે થઈ ગઈ તી' પણ આ તો વધારે ઓલી જન્મક્ષણ કહીને નાખ્યું.
ખરેખર તો તે ઉત્પાદુ ઉત્પા કારણે છે. ઘટનો પર્યાય ઉત્પા છે તે ઉત્પાને કારણે છે, માટીને કારણે નહિ, વ્યયને કારણે નહિ, પણ હવે એ કાર્યમાં નિમિત્ત કોને, નિમિત્ત કોને કહેવું? બીજી ચીજ છે. કેમકે જ્ઞાનનો સ્વભાવ સ્વપરપ્રકાશક બેયનો જાણવાનો સ્વભાવ છે, ત્યારે હવે અહીંયા જે કાર્ય થયું એમાં નિમિત્ત કોઈ ચીજ છે કે નહિ? ત્યારે કહે જો આત્મા નિમિત્ત હોય તો જ્યાં જ્યાં કાર્ય થાય ત્યાં ત્યાં આત્માને તે અવસ્થાકાળે રહેવું પડે, તો આત્મા જુદો પડી શકે નહિ, તો એમ છે નહીં. શશીભાઈ ! આ તમારા સાટુ લીધું, કાલ તો હાલી ગયું'તુ ઘણું, પરમ દિ' હાલ્યું'તું થોડુંક રામજીભાઈ આવ્યા, રામજીભાઈ સાટું લીધું ફરીને. આહાહાહા !
આ લોકો તકરાર કરે છે ને બાપુ! ભગવાન વસ્તુની સ્થિતિની મર્યાદા શું છે એ તો પહેલી સમજમાં લે. જે કાળે જે કાર્ય ત્યાં થવાનું તે થવાનું, એ તો છે જ એમ કીધું બસ હવે ત્યારે પ્રશ્ન શું છે, હવે એ કાળે કોઈ નિમિત્તપણું જ્ઞાન કરવા માટે બીજી કોઈ ચીજ છે કે નહિ? કે જો એને આત્મા વ્યાપકપણે કર્તાપણે પરિણામીપણે પરિણામને વ્યાપકપણે, વ્યાપ્ય ને કર્તાપણે કર્મ કરે તો આત્મા તેમાં ભળી જાય, તો જુદો રહે નહિ, માટે એમ છે નહિ, હવે નૈમિતિક કાર્ય તો ત્યાં છે, પણ હવે નિમિત્ત આત્મા જો થાય, તો આત્માને જ્યાં જ્યાં નૈમિતિક કાર્ય છે ત્યાં ત્યાં આત્માની ઉપસ્થિતિ રહેવી જોઈએ. એય ! આ બધા હોંશિયાર માણસો કામ કરતા નથી આમ? આહાહાહા ! શશીભાઈ !
નિમિત્તનૈમિતિકભાવે પણ તેને કરતો નથી. વીતરાગ સર્વજ્ઞદેવ એનાં સિદ્ધાંતો દિવ્યધ્વનિ દ્વારા નીકળ્યા તે આ વાતને પ્રસિદ્ધ કરે છે. આહાહાહા! કારણકે જો એમ કરે તો તે નિત્ય કર્તુત્વપણાનો-સર્વ અવસ્થામાં કર્તાપણે રહેવાનો પ્રસંગ આવે, જોયું? જગતના જડઆદિના કાર્યકાળે. આહાહા! આત્માને સદાય નિમિત્તપણે ત્યાં રહેવું જોઈએ, એવો પ્રસંગ આવે, માટે એમ છે નહિ. આહાહા !
હવે ત્રીજો બોલ, અનિત્ય અર્થાત્ જે સર્વ અવસ્થાઓમાં વ્યાપતા નથી એવા યોગ અને ઉપયોગ જ, જોયું અહીં, યોગ અને ઉપયોગ જ, યોગ એટલે કે કંપન પ્રદેશનું અને ઉપયોગ એટલે રાગમાં જોડાવું જ્ઞાનને, એવો જે ઉપયોગ, ઉપયોગ એટલે શુદ્ધ ઉપયોગ એ પ્રશ્ન આહીં નથી. એ રાગની પર્યાય, એ જ્ઞાન રાગમાં જોડાય તે ઉપયોગ એમ. સમજાણું કાંઈ? આહાહા!
અનિત્ય ( અર્થાત્ ) જે સર્વ અવસ્થામાં વ્યાપતા નથી એવા, કાર્ય તો કાર્ય કાળે છે જ, હવે અહીં નિમિત્ત, જો આત્માને નિમિત્ત કહીએ તો, બધી અવસ્થામાં તેની ઉપસ્થિતિ રહેવી