________________
ગાથા-૧00
૧૪૭ આ આત્માને સંસાર અવસ્થામાં આત્માને કહેવાય નહિ પણ હવે કહેવાય શી રીતે કે હવે આત્માને સંસાર અવસ્થામાં અજ્ઞાનથી માત્ર પોતાના સ્વરૂપનું ભાન નથી તેથી, અજ્ઞાનથી માત્ર, અજ્ઞાનથી માત્ર, યોગ ઉપયોગનો કર્તા કહી શકાય. આહાહા ! આત્માને માત્ર યોગ ઉપયોગનો કર્તા અજ્ઞાનપણામાં કહેવાય, પરનો તો કર્તા છે જ નહિ, નિમિત્તપણે. આહા! કહો સુજાનમલજી! આ બધા હોંશિયાર નોકરો હોય ને માણસો હોય ને કામ કરે છે ને બધા કેવા? ( શ્રોતા:- અભિમાન કરે છે) તમારો દિકરો મોટો કામ કરે છે ને. (શ્રોતા- અભિમાનથી) આહાહા ! આ તો દુનિયા આખીની વાત છે. આહાહા.... ઓહોહો !
પ્રભુનો મારગ એ વીતરાગનો મારગ કોઇ અલૌકિક છે ભાઈ. દુનિયાની હારે ક્યાંય મેળ ખાય એવો નથી અને તેથી આ વાતને લોકો એકાંત કહીને ઉડાવી દે છે. આહાહા ! એ સોનગઢવાળાએ એકાંત માર્ગ કાઢયો, નિશ્ચયાભાસ, અરે પ્રભુ સાંભળ ભાઈ, પરમાત્માનું આ વર્ણન છે, કોનું છે આ? સાક્ષાત્ ભગવાન બિરાજે છે ત્યાં ગયા હતા ને ત્યાંથી આ શાસ્ત્ર રચાણાં ભગવાનનો આ સંદેશ છે.
જિનવર આમ કહે છે, એમ આવે છે ને બલુભાઈ, પરને જીવાડી, મારી શકું માનનારા મિથ્યાષ્ટિ, જિનવર એમ કહે છે, સર્વજ્ઞ એમ કહે છે, આવે છે ને? આહાહા..... ઓહોહોહો ! જયંતિભાઈને તો અમેરિકા અમેરિકામાં કાંઇ સાંભળવા મળે નહિ ત્યાં આ બધું મફતના હેરાન થાય ને કેમ આનંદભાઈ, ભાઈ ત્યાં જાય છે ને! કહે છે બેચાર મહિના જાય છે ત્યાં. આહાહાહા !
આત્માને સંસાર અવસ્થામાં અજ્ઞાનથી માત્ર યોગ ઉપયોગનો કર્તા કહી શકાય. આહાહાહા ! ધર્મીના તો ધર્મના પરિણામથી પણ પરનાં કાર્યકાળે નિમિત્તકર્તા ન કહેવાય, પણ તેને રાગાદિ જે હોય તે તે જ્ઞાનમાં તેને નિમિત્ત છે, તેથી તે રાગને સામામાં નિમિત્તપણું કહેવાય, નિમિત્તપણું, નિમિત્તકર્તા નહિ. સમજાણું આમાં? આહાહાહા !
અરે, આવો મારગ, ભાઈ આ તો પરમાત્મા આ આત્માનો સ્વભાવ જ કેવળજ્ઞાન છે, આત્મા દરેક ભગવાન સર્વજ્ઞસ્વરૂપી જ ભગવાન છે, અરે કેમ બેસે એને? અલ્પજ્ઞ નહિ, રાગ તો નહિ, પુણ્ય તો નહિ પણ અલ્પજ્ઞ નહિ, ભગવાન તું તો સર્વજ્ઞ સ્વરૂપી છો પ્રભુ! વસ્તુ છે ને? એનો જે જ્ઞાન સ્વભાવ છે એ જ્ઞાન અપૂર્ણ કેમ હોય? વિપરીત નહિ ને અપૂર્ણ કેમ હોય? આહાહા... એ આત્મા એનો સર્વજ્ઞ એટલે પૂર્ણ જ્ઞાન સ્વભાવ છે, ત્રિકાળ હોં. આહાહાહા ! એ સર્વજ્ઞ સ્વભાવી જે આત્મા પ્રભુ એ તો પરના કાર્યકાળમાં નિમિત્ત પણ નહિ. આહાહાહા ! એમ સર્વજ્ઞની પર્યાય લોકાલોકને નિમિત્ત કહેવાય. ભાઈ નિમિત્તકર્તા નહિ, લોકાલોકને ભગવાન જાણે છે અને એ જાણવાનો સ્વભાવ જ ભગવાન આત્માનો પૂર્ણ બધાનો, પ્રભુનો છે, એ સ્વભાવની દૃષ્ટિએ જોઇએ, તો એ પરના કાર્યકાળે તો નિમિત્તપણે પણ આત્મા નથી.
અને જેણે સર્વજ્ઞપણું પ્રગટ કર્યું, જે સ્વભાવ હતો તે પ્રગટયો, ભગવાન તો સર્વજ્ઞ સ્વરૂપી જ છે પ્રભુ, એ સર્વજ્ઞ પર્યાય પ્રગટી એ લોકાલોકને નિમિત્ત છે, નિમિત્તકર્તા નહિ અને લોકાલોક તે જ્ઞાનમાં નિમિત્ત છે, લોકાલોક જ્ઞાનના કર્તા નહિ, નિમિત્તકર્તા નહિ, ભાઈ. આહાહાહા! આવે છે ને છેલ્લે સર્વ વિશુદ્ધ, સર્વ વિશુદ્ધમાં આવે છે ભાઈ દેવીલાલ? આ કેવળજ્ઞાન જેવો પોતાનો સ્વભાવ પૂર્ણ પ્રભુનો છે, બધા ભગવાન છે ભાઈ એ સર્વજ્ઞ સ્વરૂપી જ તું છો, ભાઈ