________________
ગાથા-૧૦૦
૧૪૫
ઉપયોગનો તો આત્મા પણ કદાચિત્ ભલે કર્તા હો અજ્ઞાનપણે, પણ આત્મા, તો પણ પરદ્રવ્યસ્વરૂપ કર્મ, જે સામું જીવન થાય, મરણ થાય, પૈસા જાય, પૈસા આવે, ઘટ પટ ૨થ રચાય એનાં કાર્યનો તો આત્મા કર્તા નિમિત્તપણે પણ નથી. સમજાણું કાંઇ આમાં ? આહાહા !
ભાવાર્થ:- આ તો ધીરાનાં કામ છે ભાઈ. આહાહા..... વીતરાગ જિનેશ્વર ૫૨માત્મા એનો મા૨ગ કોઇ અલૌકિક છે. એ સાધારણ જનતાને તો સાંભળવાય મળતો નથી. આહાહા..... ( શ્રોતા:- કુંદકુંદાચાર્ય શાસ્ત્ર રચવામાં નિમિત્ત માત્ર ) નિમિત્તમાત્ર છે, કર્તા નહિ. ( શ્રોતાઃકુંદકુંદાચાર્યનું જ્ઞાન નિમિત માત્ર કે રાગ નિમિત છે) ઈ રાગ, વિકલ્પ ઉઠયો ઈ નિમિત છે જ્ઞાનમાં તો રાગ અને સામી ક્રિયા થાય તે જ્ઞાનમાં આમ નિમિત્ત છે. આહાહા..... હવે આવી વાત સાંભળવી અને પચાવવી. કહો કાંતિભાઈ ! આ એના પ્લેનમાં હતા મોટા આ પ્લેન જાદી જાતનું છે આ.
આ તો પ૨માત્મા જિનેશ્વરદેવ ત્રિલોકનાથ તીર્થંકરનો ‘પ્રવચનસાર' જે દિવ્ય ધ્વનિ (નો ) સા૨ તે આ ‘સમયસાર’ ભાઈ એની વાત સાંભળવા મળવી પણ પૂર્વના પુણ્યના યોગ વિના મળે નહિ પ્રભુ, બહુ મોટું કામ ! જગતના માનેલા ભાવથી આ આખી વાત જુદી છે. આહાહા..... આ ગાથા જ બહુ ઊંચી છે.
આમ માની બેસે અમે ધર્મી છીએ ને અમે જ્ઞાની છીએ એમ માને પણ અંદ૨માં જો રાગ આવે ને એનું કર્તાપણું માને ને સામી ક્રિયા થાય છે એમાં હું નિમિત્તકર્તા તો છું ને ? આહાહાહા તો એ ભાવ અજ્ઞાનભાવ છે, મિથ્યાત્વભાવ છે. આહાહા..... કહો મનહર ! આજ તો સવારમાં યાદ આવ્યું’તું ગાંડાભાઈ આમ તપેલામાં આમ આમ કરતા'તા એ જોયું'તું પાલેજમાં, પાલેજ ઓલા ચુનીલાલ મોતીલાલની દુકાનમાં હતા ને એને કંસારાનો ધંધો હતો અમારા ગાંડાભાઈને ટાંકણે નામ લખે ને એનું નામ. એ બરાબર જોયું છે આજ સવા૨માં યાદ આવ્યું'તું. પણ કહે છે અ૨૨૨ ! આ નામ ઓલું ઠામ લે ને ઇ કહે અમારું નામ આમાં લખો. આહાહાહા ! કહે છે કે એ તો ત્યાં કાર્યકાળ જડનો તે પ્રકારે અક્ષર પડવાનો કાર્યકાળ હતો તે અક્ષ૨ થયો, ટાંકણે કર્યો નથી, આત્માએ કર્યો નથી, આત્માના રાગે ને જોગે કર્યો નથી, પણ તે કરવા કાળમાં જેનો રાગ ને જોગનો કર્તા જીવ જે છે અજ્ઞાની તે હોં, અજ્ઞાનપણે તે જોગ ને રાગ તેને નિમિત્તકર્તા આરોપથી કથન કરવામાં આવે છે. પણ આત્મા તો તેમાં નિમિત્તપણે પણ કર્તા છે નહિ. આહાહાહા ! સમજાય છે કાંઇ ?
ભાવાર્થઃ– યોગ એટલે મન, વચન, કાયાના નિમિત્તવાળું આત્મપ્રદેશોનું ચલન, કંપન. યોગની વ્યાખ્યા કહી, સામા કાર્યના કાળે યોગ નિમિત્ત છે. કોનો ? કે જે યોગનો કર્તા થાય તેનો. એ નિમિત્તનો અર્થ જ છે બીજી ચીજ એમ, ત્યાં કાર્ય થાય માટે અહીં જોગનો કર્તા થાય તેને જોગનો નિમિત્તકર્તા સામાને કહેવાય. આવી ઉપાદાન ને નિમિત્તની વ્યાખ્યા.
આ તો સર્વજ્ઞ ૫૨મેશ્વર, વીતરાગ ત્રિલોકનાથે જાણેલી, આવેલી વાત છે. યોગ એટલે મન, વચન, કાયાના નિમિત્તવાળું એટલે મન, વચન ને કાયા પુદ્ગલ છે ને, એ તો નિમિત્ત છે. આમાં આત્મપ્રદેશોનું ચલન કંપન, આત્મપ્રદેશ અંદર કંપે એને યોગ કહીએ, ઉપયોગ એટલે જાણવા દેખવાનો ઉપયોગ એ આંહીં નહિ, આંહીં ઉપયોગ એટલે જ્ઞાનનું કષાયો સાથે ઉપયુક્ત