________________
૧૪૮
સમયસાર સિદ્ધિ ભાગ-૫ તને ખબર નથી. આહાહા.... રાગ ને પુણ્ય દયા, દાનના વિકલ્પ તો તારા નથી ને તારામાં નથી પણ તારામાં તો અલ્પજ્ઞપણુંય નથી. આહાહા..... આંહીં તો સર્વશે જોયેલું કહ્યું એમાં સર્વજ્ઞ સ્વભાવ તારો છે. આહાહાહા ! આકરું કામ! પહેલી તો વાત આવી સાંભળવી મળવી મુશ્કેલી એમાં એને બેસાડવી અંદર. આહાહાહા !
એથી કહે છે કે સર્વજ્ઞ સ્વભાવી પ્રભુ તું છો ને? એનો અર્થ એ કે રાગાદિ થાય કે પર આદિ થાય તેનો તું જાણનાર દેખનાર સ્વભાવ હોં, નિયમસારમાં તો એમેય લીધું છે ને ભાઈ, કે આત્મામાં જે જ્ઞાનદર્શન છે એ આત્માના ત્રિકાળીને જાણે દેખે (એવો) એનો સ્વભાવ છે પોતાનો, શું કહ્યું છે? નિયમસારમાં છે. –આત્માનો જે જ્ઞાનદર્શન સ્વભાવ છે એ સ્વભાવ, ત્રિકાળી દ્રવ્યને જાણવા દેખવાનું સ્વરૂપ છે, બધા જીવની વાત છે આ હોં. આહા! પણ તેની પર્યાયમાં જે અજ્ઞાન ને રાગદ્વેષ છે, તેથી તેને સર્વજ્ઞસ્વભાવીની સર્વજ્ઞ સ્વભાવી આત્મા છું, એવું રાગના અજ્ઞાનને લઇને, રાગમાં જોડાણને લઇને, સર્વજ્ઞ સ્વભાવના જોડાણ વિના, સમજાણું કાંઇ? સર્વજ્ઞ સ્વભાવી ભગવાન એની સાથે જોડાણ વિના, રાગ ને કંપનની સાથે જોડાણ હોવાથી પર્યાયમાં. અને તેનો તે કર્તા થવાથી એ સર્વજ્ઞ સ્વભાવી આત્મા તો પરના કાર્ય કાળમાં નિમિત્ત પણ નહિ, અને આમ દેખો તો સર્વજ્ઞ પર્યાય જ્યાં પ્રગટ થઈ, એમાં લોકાલોક નિમિત્ત, નિમિત્તકર્તા નહિ અને લોકાલોકમાં કેવળજ્ઞાન નિમિત્ત એ કેવળજ્ઞાન પર્યાય એ લોકાલોકને નિમિત્ત પણ કેવળજ્ઞાન પર્યાય લોકાલોકની કર્તા નહિ, અરે આવું શું? નિમિત્ત શું અને નિમિત્તકર્તા શું? ચીમનભાઈ ! એવી વાતું છે બાપુ. આહાહાહા!
અરેરે અનાદિ કાળથી, ધણી પોતાનો ધણીને ધાર્યો નહિ એણે. આહાહા ! જ્ઞાન સ્વભાવી, દર્શન સ્વભાવી, આનંદસ્વભાવી ભગવાન એને એણે ન ધાર્યો, એને એણે ન માન્યો એને લઇને આ રખડી મરે છે, ૮૪ ના અવતાર કરી કરીને. આહાહા... ભલે સાધુ થાય. પંચમહાવ્રત પાળે પણ એ તો રાગ છે. આ સ્વભાવને જાણવાનું હતું એ ન જાણ્યું. સર્વદર્શી, સર્વદર્શી સ્વભાવ જો એ શક્તિ છે આવી સર્વદર્શી ને સર્વજ્ઞ શક્તિ છે આત્મામાં ૪૭ માં આવે છે, એ સ્વભાવ જ સર્વદર્શી સર્વજ્ઞ છે, ત્યારે પર્યાયમાં જે પ્રગટ થયો એ ત્રિકાળી સર્વજ્ઞદર્શી સ્વભાવ એ તો પરકાર્યમાં લોકાલોકને નિમિત્ત પણ નહિ. ભાઈ ! શું કીધું, સમજાણું કાંઇ? જે સર્વજ્ઞ સર્વદર્શી સ્વભાવ એ લોકાલોકને નિમિત્ત પણ નહિ, પણ સર્વજ્ઞ સર્વદર્શી સ્વભાવમાંથી સર્વજ્ઞ સર્વદર્શી પર્યાય થઇ તે પર્યાય લોકાલોકને નિમિત્ત કહેવાય, નિમિત્તકર્તા નહિ. આહાહા... અને જે કેવળજ્ઞાન ને કેવળદર્શન એમાં લોકાલોક નિમિત્ત છે, પણ છતાંય લોકાલોક કેવળજ્ઞાનની પર્યાયનો કર્તા નહિ. આહાહા... સમજાણું કાંઈ? આવી વાતું હોય હવે ઓલા સાધારણ સાંભળીને બેઠા હોય ને જાણે કે આપણે સમજી ગયા, હવે આ મારગડા જુદા પ્રભુ તારા, ભાઈ. આહાહા ! એ આંહીં કહ્યું. આહાહા !
ભગવાન સર્વજ્ઞ, સર્વદર્શી એ આત્મા એ આત્મા તો ઘટ પટ આદિના કાર્યકાળમાં કાર્ય તો તેનાથી થયું, ઘડો કુંભારથી થયો નથી માટીથી થયો છે. રોટલી સ્ત્રીથી થઇ નથી, તાવડીથી થઇ નથી, વેલણાથી થઇ નથી, એ તો એના લોટથી તે રોટલી થઇ છે. આહાહા ! એમ જગતના જેટલા જડના કાર્ય ને આત્માના કાર્ય તેનામાં છે, તે કાર્યકાળમાં સર્વજ્ઞ સ્વભાવી ભગવાન