________________
ગાથા-૧૦૦
૧૪૯
સર્વદર્શી સ્વભાવી આત્મા તો નિમિત્તપણે પણ નહિ કહે છે. આહાહાહાહા ! ફક્ત અજ્ઞાની જે રાગ ને વિકલ્પ ને જોગનો, ત્યાં દૃષ્ટિ છે, ધ્રુવ ઉ૫૨ દૃષ્ટિ નથી, સમજાણું કાંઇ ? એ ઇચ્છા ને જોગ ઉ૫૨ દૃષ્ટિ છે, પર્યાય બુદ્ધિ છે એણે ધ્રુવ સ્વરૂપ હુંત્રિકાળી છું એ બુદ્ધિ નથી, તેવા પર્યાયબુદ્ધિવાળાનાં રાગ જોગનો એ પર્યાયબુદ્ધિવાળો કર્તા થાય, તે જોગ ને રાગ સામે કાર્યકાળ તો તે થયું છે, તે છે, ત્યારે આને નિમિત્તકર્તા કહેવામાં આવે. આહાહા !
,
ગજબ વાતું છે. કેટલાકે તો સાંભળીય નહિ હોય પહેલાં કોઇ દી' એવી વાતું છે, નવરાશ કયાં છે, આખો દિ' ધંધાપાણી પાપના ધંધા આખો દિ' ધર્મ તો નથી પણ પુણ્યના ય ઠેકાણાં નથી ત્યાં. પુણ્ય તો બેચાર કલાક સત્ સમાગમ પણ સત્ સમાગમ મળવો અત્યારે મુશ્કેલ છે પણ કેને સત્ સમાગમ કહેવો. આહાહા.... આ સાધુ થયા માટે આ સત્ સમાગમ છે, એમ તો કાંઇ નથી. દૃષ્ટિ મિથ્યાત્વ છે હજી તો. એ રાગની પર્યાયના કર્તા થાય, ૫૨ના કાર્ય હું છું તો થાય, એવા માનનારા તો મિથ્યાષ્ટિ છે. એ સત્સંગ નથી એ તો અસત્સંગ છે. આહાહા ! હવે અહીંયા ધર્મ તો નથી પણ સત્તમાગમ જે ચોવીસ કલાકમાં ચાર પાંચ કલાક તો જોઇએ તે ય નથી કે જેથી એને પુણ્ય બંધાય. આહાહાહા ! હવે પુણ્ય બંધાવાના ઠેકાણાં ન મળે એને જાવું કયાં પ્રભુ ? ભાઈ મારગ એવો છે. આહાહાહા !
ઓહોહો ! શું ગાથા, ૧૦૦ ગાથાએ તો ૧૦૦ નંબ૨ કર્યા. મીંડાની કિંમત એકડો આવ્યો ત્યાં વધી ગઇ, ૧૦૦ થઇ ગયો ૧૦૦ ‘સો’ તે. આહાહાહા ! એને વિચારમાં એના જ્ઞાનમાં એને ઓગાળવું જોઇએ. મનન-મનન કરવું જોઇએ. જો કે મનન છે, એ હજી રાગ છે, દુઃખ છે. આહાહા ! પણ એ મનન આવે, અનાદિથી ભિન્ન દશાની શ્રદ્ધા છે, એથી સત્ય શું છે એ સાંભળીને એનો વિચાર ને મનન આવે, પણ એ મનનનો વિકલ્પ છે એ પણ દુઃખરૂપ છે. આહાહાહા ! એ મનનના વિકલ્પનો જે કર્તા થાય એ અજ્ઞાની છે, આહાહા..... તેનો આત્મા ૫૨નાં કાર્યમાં તો નિમિત્ત નથી. ફક્ત અજ્ઞાની મનનનો કર્તા થાય છે, તેથી તે જેનો નિમિત્ત થાય તેનો એમાં નિમિત્તકર્તા કહેવાય છે.
ધર્મી જીવને સર્વજ્ઞ સર્વદર્શી સ્વભાવ એવું જે તત્ત્વ પ્રભુનું, સચ્ચિદાનંદ પ્રભુ સત્ ચિદ્ નામ જ્ઞાન ને આનંદ જેનું ત્રિકાળી જ્ઞાન ને ત્રિકાળી આનંદ જેનો સ્વભાવ એવા સચ્ચિદાનંદ પ્રભુને જેણે જાણ્યો ને માન્યો, અને જેનો જેને સ્વીકાર થયો, એવા સર્વજ્ઞ સર્વદર્શીનો સ્વીકા૨ થઇને સત્કાર થયો, તેના પરિણામમાં તો નિર્મળતા આવે, શાંતિ આવે, આનંદ આવે. આહાહાહા ! એ પરિણામમાં એને જરી જોગ ને રાગ હોય છે તે તેનાં પરિણામમાં એ આમ નિમિત્ત છે. સમજાણું જયંતિભાઈ ? ઝીણી વાતું છે બાપુ. આહાહાહા ! શું કીધું ઈ ? સર્વજ્ઞ સર્વદર્શી પ્રભુ છે દરેક આત્મા, એવા સર્વજ્ઞ સર્વદર્શી ધ્રુવ એની જેને દૃષ્ટિ થઇ, પરિણામને ધ્રુવમાં સ્થાપ્યા તેને જે પરિણામ નિર્મળ થયાં. સમ્યગ્દર્શનજ્ઞાન આદિ એ પરિણામ ૫૨ના કાર્યમાં નિમિત્ત તો નથી, પણ તે પરિણામમાં જોગ ને રાગ આની કોર નિમિત છે. જ્ઞાન તો પોતાથી થયું છે પણ તેમાં જોગ અને રાગ અને જે કાર્ય થયું તે આ જ્ઞાનમાં નિમિત્ત છે, આવું છે આ તો. સમજાણું કાંઇ ? કેમ કે શાયક સર્વજ્ઞ, સર્વદર્શી પ્રભુ એનું જેને અંતર્મુખ થઇને સ્વીકાર થયો ને દર્શન જ્ઞાનની પર્યાય પ્રગટ થઇ. તે નિર્મળ પર્યાય ૫૨ના કાર્યમાં નિમિત્ત તો નહિ, નિમિત્તકર્તા નહિ