________________
૧૫૦
સમયસાર સિદ્ધિ ભાગ-૫ પણ તે જ્ઞાનમાં રાગાદિ થાય અને પર કાર્ય જાણવામાં આવે તે જ્ઞાનમાં એ પરકાર્ય ને રાગ નિમિત્ત થાય, આમ ઉપાદાન તો પોતાથી થયું છે જ્ઞાન, સમજાણું કાંઈ? ઉથલપાથલની વાતું છે. આહાહા ! (શ્રોતા:- ગૌણપણે નિમિત્ત છે) નહિ, નહિ, નહિ, નિમિત્ત છે. આ જ્ઞાન પોતે સ્વપરપ્રકાશક છે ને? સ્વપરપ્રકાશક થયો એટલે પર પ્રકાશમાં એ નિમિત્ત છે એટલું, નિમિત્ત થયું એટલે કે એનાથી થયું છે એ કયાં આવ્યું? ( શ્રોતા – મુખ્યપણે નિમિત્ત છે) નહિ, નહિ, નહિ એ નહિ એમ નથી. એમ નથી પકડાતું. પહેલું તો એ કહી દીધું કે કેવળજ્ઞાન લોકાલોકને નિમિત્ત છે, એટલે શું? લોકાલોકને કેવળજ્ઞાન નિમિત્ત છે, એટલે શું? છે એટલું બસ, અને લોકાલોકને કેવળજ્ઞાન નિમિત્ત છે અને કેવળજ્ઞાનમાં લોકાલોક નિમિત્ત, એટલે શું? એક બીજી ચીજ છે બસ એટલું, એ કેમ કે જ્ઞાનમાં સ્વપરપ્રકાશક પર્યાય પ્રગટી છે. તેમાં સામી ચીજ નિમિત્તનું અહીં જ્ઞાન પ્રગટયું છે, તેથી તેને નિમિત્ત કહેવામાં આવે છે.
અરેરે ! આવું ઝીણું બાપુ શું કરીએ, મારગ વીતરાગનો બહુ એક બાજુ રહી ગયો. અત્યારે તો ગરબડ મોટી હાલી અને સત્યની વાતને અત્યારે એકાંત કહીને ઉડાવી દયે છે માળા, કરે શું કરે એને ખબર નથી ને. આહાહાહા ! ઓલી કોર, અહીં તાત્પર્ય આ પ્રમાણે જાણવું છે? જેટલું સમજાય એટલું સમજવું બાપુ, આ તો પરમ અમૃતસાગર ભગવાને અમૃતસાગર ઉછાળ્યો છે. પરમાત્માએ અંદર દિવ્ય ધ્વનિ દ્વારા આવું આવ્યું “ઓમકાર દિવ્ય ધ્વનિ સુની અર્થ ગણધર વિચારે” સાધારણનું કામ કાચું નહિ, ગણધર જે હોય તે તેના અર્થને વિચારે. “અને રચી આગમ ઉપદેશ” અને આગમ ઉપદેશની રચના કરે નિમિત્તથી. આહાહાહા! ભાષા શું કહેવાય. “ભવિક જીવ સંશય નિવારે” જે યોગ્ય ને પાત્ર જીવ હશે, તે આ વાણી સાંભળીને પોતા તરફનું લક્ષ કરીને, સંશયનો નાશ કરે. કાંતિભાઈ ? આહાહા..... શું છે આ? કયા ઘરની વાત આ? ભાઈ ભગવાનના ઘરની વાત છે. બાપુ!
અહીં તાત્પર્ય આ પ્રમાણે જાણવું. દ્રવ્યદૃષ્ટિથી તો કોઇ દ્રવ્ય, અન્ય કોઇ દ્રવ્યનો કર્તા નથી. દ્રવ્યદૃષ્ટિથી દ્રવ્ય જે વસ્તુ છે, એની દૃષ્ટિથી જોઈએ તો તો તે પરદ્રવ્યનું કોઇ પણ નિમિત્તપણે પણ કર્તા નથી. નિમિત્તપણે આ નિમિત્તપણાનો અર્થ કાર્ય તો ત્યાં થયું જ છે. આહાહા ! કુંભાર સમકિતી હોય, હોય નહિ? તો ઘડો તો માટીથી થયો છે ત્યાં એ સમકિતી જ્ઞાની એ દ્રવ્યદૃષ્ટિવંત છે તેથી તે તેનો નિમિત્તકર્તા ઘડાનો પણ નહિ. કુંભારે ય સમકિતી હોય છે ને? એ કયાં ન્યાત નડે છે? આહાહા ! તો એ સમકિતીને વિકલ્પ ઉઠ્યો જરી ઘડો થાય છે તેમાં ત્યાં લક્ષ, પણ તે વિકલ્પનીય કર્તા નથી, તેથી તે ઘડાના કાર્યનો નિમિત્તપણે પણ તે કર્તા નથી. આહાહાહા ! સમકિતી બાઇ હોય અને રોટલી થાતી હોય, તે તો રોટલી તો થઈ તે લોટનું કાર્ય છે તે થયું છે, હવે એમાં સમકિતી જે છે એને સ્વનું જે જ્ઞાન થયું છે, એમાં ઈ પરસંબંધીનું જ્ઞાન પણ હારે થયું છે, તો એ જ્ઞાનમાં તે નિમિત્ત કહેવાય છે પણ એ કાર્યમાં તે ધર્મો અને તેના પરિણામ નિર્મળ એ નિમિત્તપણે પણ કહેવાતા છે નહિ. આહાહા... આવી વાતું હવે. સમજાણું કાંઇ? પાણીનું બેડું ભરીને કુવામાંથી જે સમકિતી(બાઈ) છે, ધ્રુવ ઉપર દૃષ્ટિને લઇને સમ્યજ્ઞાન થયું છે, તે કાર્યનો તેનો આત્મા તો નિમિત્ત નહિ પણ તેનાં નિર્મળ પરિણામે ય નિમિત્ત નહિ, ફક્ત વિકલ્પ ઉઠયો છે એથી નિમિત્ત ( છે તે) વિકલ્પનો કર્તા નહિ તેથી તે આમાં તો નિમિત્તમાત્ર છું એમ એ જાણે