________________
૧૪૬
સમયસાર સિદ્ધિ ભાગ-૫ થવું જોડાવું, અહીં જોગ ને ઉપયોગ પરના કાર્યકાળમાં નિમિત્તકર્તા જે કહેવાય છે તે ઉપયોગ એટલે શું? કે જ્ઞાનનું રાગ સાથે જોડાવું એ અહીં ઉપયોગ કહેવામાં આવે છે. આહાહાહા! ઉપયોગ એટલે જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મા તેનું કષાય એટલે પુષ્ય ને પાપના રાગ એની સાથે ઉપયુક્ત થવું, જ્ઞાન, રાગની સાથે જોડાઇ જવું. આહાહાહા ! એને અહીંયા ઉપયોગ, આંહીં ઉપયોગ અને કહેવામાં આવ્યો છે.
આ યોગ અને ઉપયોગ ઘડો થવામાં, ઘડો તો ઘડાથી થાય છે, રથ રથથી થાય છે રોટલીરોટલીથી થાય છે, દાળભાત-દાળભાતથી થાય છે, એની પર્યાય એનાથી થાય છે, પણ તેના નિમિત્ત ઘટાદિક અને ક્રોધાદિક, ક્રોધાદિક એટલે જડ કર્મ, જડ કર્મ જે બંધાય છે, મોહનીય કર્મ એ ક્રોધાદિ એટલે આંહીં જડ આઠ કર્મ જડ, એ જડમાં આઠ કર્મની પર્યાયના જડમાં અને બહારના કાર્યકાળમાં અને ક્રોધાદિકને નિમિત્ત છે, કોણ? યોગ અને ઉપયોગ, મન વચન ને કાયા જે આ પુદ્ગલ છે તે તો નિમિત્ત છે અને અંદર કંપન થવું એ ઉપાદાન પોતાનું છે એ કંપનને યોગ કહીએ અને જ્ઞાનનું રાગને દયા દાનને વિકલ્પમાં જોડાણ થઇ જવું તેને ઉપયોગ કહીએ. આહાહા !
પુંજાભાઈ ! આમાં કયાંય નૈરોબીએ ય મળે એવું નથી કયાંય. આહાહા... આવો મારગ પ્રભુનો અરેરે એકલો આવ્યો, એકલો જઇશ, એકલો રહીશ, પરની હારે કાંઇ તારે સંબંધ નથી પરના કાર્યકાળમાં પણ તું નિમિત્ત આત્મા એમ સંબંધ નથી કહે છે. આહાહાહા!
ફક્ત એ યોગ અને ઉપયોગ, ઉપયોગ એટલે જે આત્મા જ્ઞાન સ્વરૂપ છે, તે પુષ્ય ને પાપ શુભાશુભ ભાવરૂપી કષાયમાં જોડાઈ જાય, જોડાણ થઈ જાય, જોડાણ થઇ જાય. આહાહા... આ યોગ અને ઉપયોગ ઘટ પટ રથ દાળ ભાત શાકની પર્યાય થાય. આહાહાહા ! એ અને ક્રોધાદિક જડ કર્મ બંધાય એમાં આ યોગ અને ઉપયોગ નિમિત્ત છે, નિમિત્ત છે એટલે કે એનાથી થયું છે એમ નહિ, થયું છે તો સામાથી પોતાના કારણે. આહાહા... ફક્ત એ કંપન અને જ્ઞાનમાં ઇચ્છા લોભ રાગાદિનું જોડાવું તે ઉપયોગ ને યોગ, તે તે ઘટાદિકના કાર્યમાં ને જડકર્મના બંધનનાં કાર્યમાં, કાર્ય તો ત્યાં તેને કાળે (થયું છે. ફક્ત) આને નિમિત્ત કહેવામાં આવે છે, પરંતુ આત્માને તેનો કર્તા ન કહેવાય. આહાહાહા ! ભગવાન આત્મા તો નિત્યાનંદ પ્રભુ એને તે ઘટપટનાં કાર્યકાળમાં અને કર્મબંધનના કાર્યકાળમાં આત્માને તો નિમિત્તેય ન કહેવાય. આહાહાહા
ઝીણું બહુ ભાઈ ! મારગ એવો સૂક્ષ્મ છે. આહાહા! અરે સાંભળવા મળે નહિ એ કે દિ' વિચારે ને કે દિ' બેસારે? આ મનુષ્યપણું હાલ્યું જાય છે અને દેહ છૂટશે એકલો ચાલ્યો જશે. આહાહા..એકલા કેટલાય વયા ગયા બિચારા, બધું મૂકીને, એનું કયાં હતું. આહા! જ્યાં ત્યાં એ કાર્યકાળમાં એના જોગ ને રાગ નિમિત્ત થાય અને તેથી એનો કર્તા થાય તેથી એમ માને કે હું આનો નિમિત્તકર્તા છું. આહાહાહા ! પરંતુ આત્માને તેમનો કર્તા ન કહેવાય. તે વળી આ યોગને રાગને નિમિત્ત કહેવાય પણ ભગવાન આત્મા તો નિર્મળ નિત્ય છે અને એ કાર્યકાળમાં તેને આત્માને પણ નિમિત્ત કહેવાય નહિ, ધીમેથી તો કહેવાય છે ભાઈ ! આ કંઇ વાર્તા નથી આ તો ત્રણલોકનો નાથ પરમેશ્વરે જે જોયું સિદ્ધાંત, સિદ્ધ થયેલી ચીજો એનું આ કથન છે. આહાહા! ચીમનભાઈ !