________________
૧૪૪
સમયસાર સિદ્ધિ ભાગ-૫ પણ નિમિત્ત, એને ન કહેવાય. કારણકે જગતની બધી અવસ્થામાં જો આત્મા નિમિત્ત હોય તો નિત્ય ત્યાં કાયમ રહેવું પડે. આહાહાહા ! પણ તે કાળે જે પ્રાણી જે ઇચ્છા થઇ છે એનો જે કર્તા થાય છે અજ્ઞાની અને કંપનનો જે કર્તા થાય છે અજ્ઞાની તે તેનો કર્તા હો અજ્ઞાનપણે, પણ તે આત્મા પરના કાર્યમાં નિમિત્તપણે પણ કર્તા નથી. એ જોગ ને રાગનો કર્તા જે થાય અજ્ઞાની, તે જોગ ને રાગને તે કાર્યનાં કાર્યકાળે તો કાર્ય ત્યાં થયું છે, પણ આ જોગ ને રાગનો કર્તા થાય તેને તેમાં નિમિત્તકર્તા તરીકે કહેવાય. આહાહાહા !
નિમિત્ત માત્ર જુદી ચીજ છે ને નિમિત્તકર્તા જુદી ચીજ છે. એ શું કહ્યું? કે પરનું જીવન અને મરણનો જે સમય છે, પરનો તે કાળે ત્યાં થાય, જ્ઞાનીને વિકલ્પ આવે એવો કે આને હું બચાવું કે મારું એવો વિકલ્પ, કર્તા નહિ, એ વિકલ્પનો કર્તા પણ નથી. ધર્મી છે તેને એ વિકલ્પ આવે પણ એ વિકલ્પનોય એ કર્તા નથી એક વાત. અને તે બીજાનાં જીવન-મરણ અને તેને સુખદુઃખની સામગ્રીનો કાળ હતો તો તેને સુખદુ:ખની સામગ્રી આવી એની, ત્યારે જ્ઞાની એમ માને કે આમાં તો હું નિમિત્ત માત્ર છું, નિમિત્તકર્તા જુદું અને નિમિત્તમાત્ર જુદું, બેમાં મોટા ફેર. દેવીલાલજી! અરે, હવે આવી વાતું. ભગવાનનો મારગ બહુ જુદો. એવા કાર્યકાળમાં જોગ અને રાગનો કર્તા થાય છે, તે જોગ ને રાગને તેને નિમિત્ત કહેવાય અને એ અજ્ઞાની જોગ ને રાગનો કર્તા થાવ અજ્ઞાનપણે તેથી તે જોગ ને રાગને કાર્યકાળમાં નિમિત્ત તરીકે કર્તા કહેવાય. જ્ઞાનીને નહિ, તેમ આત્માને નહિ. સમજાય છે કાંઇ?
જે જડનાં અને પર આત્માનાં કાર્ય તો તે સમયે થવાનું તે થાય હવે એમાં નિમિત્ત કોણ? કે આત્મા નિમિત્ત નહિ એક વાત. ત્યારે નિમિત્તે કહેવું કોને? કે જ્ઞાની છે એને એ રાગ તો આવે, છતાં તે રાગનો કર્તા નથી, તેથી તે જીવન મરણનાં ત્યાં કાર્યકાળમાં જ્ઞાની એમ જાણે છે હું તો નિમિત્તમાત્ર છું નિમિત્તકર્તા નહિ. હેં? ભાઈ આવે છે ને? બંધ અધિકાર, બંધ અધિકારમાં આવે છે સમયસાર નથી અહીંયા. હું! એ નહિ ટીકા જયસેન આચાર્યની ટીકા આ સમયસાર એ તો દેખાય છે. ટીકામાં છે ટીકામાં પણ બંધ અધિકારની વાત થઇ ગઇ છે, ઘણી વાર વાત થઇ ગઇ છે, બસે એકાવન ગાથા બાવન, ત્રેપન, ચોપન, બંધ અધિકારની ગાથામાં, ધર્મી જીવ જે છે જેની દૃષ્ટિ દ્રવ્ય ધ્રુવ ઉપર છે એ સમ્યગ્દષ્ટિ, પર્યાયદેષ્ટિ ઉડી ગઇ છે, તેમ રાગ ને જોગનું કર્તાપણું પણ જેને ઉડી ગયું છે. આહાહાહા ! એવા જે ધર્મી જીવ, તેને સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન ત્રિકાળી ચૈતન્યના અવલંબે જે થયું છે, તે નિર્મળ પરિણામમાં, નિર્મળ પરિણામ તો સામા(ના) કાર્યકાળમાં નિમિત્ત પણ નહિ, નિમિત્તકર્તા પણ નહિ. આહાહા... ફક્ત તેને વિકલ્પ ઉઠયો છે, અને એ વસ્તુ સામે જીવન સામાનું થયું છે તો એને કારણે છે, દેહ છૂટયો તે એને કારણે છૂટયો, એને આહાર પાણી પૈસાની સામગ્રી એને ગઇ આના હાથથી એ એના કાળે ગઈ. જ્ઞાની એમ માને કે આમાં તો હું નિમિત્તમાત્ર છું, એ તો એના કારણે આ થયું છે નિમિત્તકર્તા નહિ.
આરે ! આરે ! આવી શું વાત ! નિમિત્ત કર્તા તો સામે કાર્ય થયું છે એના જે યોગ રાગ ને ઇચ્છા ને દયા દાનના વિકલ્પનો કર્તા જે થાય તે રાગને સામાના નિમિત્તકર્તા કહેવામાં આવે છે. જ્ઞાનીને નિમિત્ત કહેવાય, કર્તા નહિ. અરે! આરે! સમજાણું કાંઇ? આ આખો દિ' કામમાં લેવા ને કહેવું કાંઈ કામ કરતા જ નથી. કહો, આકરું કામ છે. એ છેલ્લે કહ્યું. યોગ અને