________________
ગાથા-૧OO
૧૪૩
પ્રવચન નં. ૨00 ગાથા-૧૦૦ સોમવાર, મા વદ-૭, તા. ૧૯/૨/'૭૯
સમયસાર ૧૦૦ ગાથા, છેલ્લું છે ને થોડુંક, ઝીણી વાત છે, આ અપૂર્વ વાત છે. કે આ જડના કાર્ય અને આ પર આત્માના કાર્ય, તો તેને સમયે તેના થાય પણ તે કાળે, નિમિત્ત કોને કહેવું? તો કહે છે કે કાર્ય તો તેને લઇને તેનું થાય, જડની જડમાં પર્યાય અને આત્માની, આત્મામાં પર્યાય જે કાળે તેને કાર્ય થાય તે થવાનું છે. એ તો એના કારણે ઉપાદાનથી થયું, પણ હવે નિમિત્ત કોને કહેવું? તો કહે છે કે ભાઈ ! આત્મા એ કાર્યમાં નિમિત્ત પણ નહિ, જો આત્મા નિમિત્ત હોય તો દરેક અવસ્થામાં એને હાજર રહેવું પડે. જયંતિભાઈ ! આ તો તમારા વૈષ્ણવમાં તો આ કાંઇ છે નહિ અંદરનું, ભાગ્યશાળી તે આવી ગયા આ બાજુ, કહો આનંદભાઈ. આહાહા!
આ ચીજઆંહીં તો કહે છે કે જે આ શરીરઆદિ વાણી કે કર્મ અંદર કે ઘટ, ઘડો, વસ્ત્ર, મકાન વિગેરે આહાહા..... એ જડનાં કાર્ય વખતે તો એ જડ પોતાના કાર્યપણે થાય એનો પર્યાય કાળ છે તે એને કાળે થાય, હવે એમાં નિમિત્ત કોને કહેવું? ઈશ્વર કર્તા તો કયાંય વયો ગયો. પણ પરના કાર્ય ઈશ્વરે કર્યા એ તો નહિ, પણ પરના કાર્ય પરે કર્યા, એ વખતે નિમિત્ત કોને કહેવું? કે નિમિત્ત એને કહેવું કે આત્મા છે તે એને નિમિત્ત નહિ, કેમકે આત્મા નિત્ય વસ્તુ ભગવાન છે જો એને નિમિત્તપણે આત્માને કહો તો જ્યાં જ્યાં અવસ્થાઓ જડની કે ચૈતન્યની થાય ત્યાં ત્યાં તેને ઉપસ્થિત રહેવું પડે, ત્યારે જ્ઞાનીનો આત્મા તો નહિ પણ જ્ઞાનીના નિર્મળ પરિણામ છે, ધર્મીના સમ્યગ્દર્શનશાન આદિ પરિણામ જે દ્રવ્યને અવલંબે થયા તે નિર્મળ પરિણામને, તે કાર્યને નિમિત્ત કહેવાય કે નહિ? આરે ! અરે ! આવી વાતું ભાઈ કે “ના” ત્યારે હવે નિમિત્તે કહેવું કોને અમારે ? બીજી ચીજ તો છે. કે જે પ્રાણી પોતાનું સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય છે એની (જેને) ખબર નથી અને દયા દાનના પરિણામ રાગ જે છે, તેનો જે કર્તા થાય છે અને કંપન જે જોગ છે તેનો કર્તા થાય છે તે પર્યાય જોગ ને રાગ તેનો કર્તા થાય છે, તે જોગ ને રાગ સામાના કાર્યના કાળમાં, નિમિત્તકર્તા કહેવામાં આવે છે. આવી શરતું બહુ. આ તો સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ જિનેશ્વરે ત્રણકાળ ત્રણ લોક જોયા અને વાણીમાં આ આવ્યું. આહાહા !
એ ય છેલ્લે આવ્યું. “યોગ અને ઉપયોગનો તો આત્મા પણ કદાચિત્ ભલે હો કર્તા” છેલ્લી લીટી છે ને? એ જોગ એટલે આત્માના પ્રદેશ કંપે છે અને ઉપયોગ એટલે અહીંયા રાગ લેવો છે, ઉપયોગ એટલે ઓલો શુદ્ધ ઉપયોગ એ નહિ. રાગનો જ ઉપયોગ છે જે, જે ઉપયોગ રાગમાં જોડાણો છે તે ઉપયોગ અને કંપન એ કદાચિત્ અજ્ઞાનથી આત્મા કરતો હોવાથી, યોગ અને ઉપયોગનો તો આત્મા પણ કદાચિત્ કર્તા ભલે હો. આહાહાહા ! એ દયા, દાન, વ્રત, ભક્તિનાં પરિણામ રાગ એનો અજ્ઞાની અજ્ઞાનપણે ભલે કર્તા હો. આહાહાહા!
“તથાપિ પરદ્રવ્યસ્વરૂપ કર્મનો કર્તા તો નિમિત્તપણે પણ આત્મા નથી” આહાહા ! આવી વાત હવે કયાં! આ ધંધાના કામ થાય છે ને બધાં, આનંદભાઈના હીરાના માણેકનાં હીરાના કામ એ તો હીરો જવાનો હોય છે ત્યારે પોતાના પર્યાયને કાળે ત્યાં જાય. હવે કહે છે કે એમાં નિમિત્ત કોને કહેવું? જોડે બીજી ચીજ છે કે નહિ? આહાહા ! ત્યારે કહે આત્મા બીજો છે એને