________________
ગાથા-૧૦૦
૧૪૧
છે, તે અનુભવના જ્ઞાનમાં ને વીતરાગી પર્યાયમાં, જોગ ને રાગનો તો એ કર્તા નથી, તો ૫૨નો કર્તા તો નથી. પણ જોગ ને રાગ અને તે કાળે જે કાર્ય ૫૨માં થાય, તે જ્ઞાનીના જ્ઞાનમાં એ નિમિત્ત કહેવામાં આવે, આમ નિમિત્ત કહેવામાં આવે, આમ નિમિત્ત નહિ. આહાહા ! આમાં યાદ કેટલું રાખવું પ્રવિણભાઈ ! આવી વાતું છે.
( શ્રોતાઃ- શાસ્ત્ર રચવામાં બીજો નિમિત કોણ ? ) હૈં ? ( શ્રોતાઃ- શાસ્ત્ર રચવામાં બીજો નિમિત્ત કોણ એ તો બતાવો ). કોઈ નિમિત્ત બિમિત્ત નહીં. એ તો કીધું રચવામાં તો રચનાકાળે તો કાર્ય જડથી થાય, ફક્ત નિમિત્ત કોણ ? કે જે યોગ ને રાગ તેને નિમિત્ત કહેવાય, કોના ? જે રાગ ને જોગનો કર્તા થાય અજ્ઞાની એનાં, જ્ઞાની જે કરે છે તે કુંદકુંદાચાર્ય તો કહે છે કે આમાં અમે નિમિત્તપણે પણ નથી. અમારા જ્ઞાનમાં એ જે લખાણું તે ક્રિયા રાગ જે થયો અમારા જ્ઞાનમાં એ નિમિત્ત થયું, જ્ઞાન તો અમારાથી થયું, જ્ઞાન તો અમારા આત્માથી થયું, પણ રાગ ને ઇચ્છાના જે કંપન છે અને જે આ લખવાની ક્રિયા થઈ, એ અમારા જ્ઞાનમાં આમ નિમિત્ત થઈ, એનું જ્ઞાન અમે કર્યું, દેવીલાલજી ! ( શ્રોતાઃ– જી આપે દૃષ્ટિ અપેક્ષાએ વાત કરી, પણ ચારિત્ર અપેક્ષાએ નિમિત કહો ?) નિમિત્ત કોઈ છે જ નહિ. નિમિત્ત કીધું ને ? જોગ ને એ તો બંધ નિમિત્ત કીધું, ચીજ તો એનાથી થઈ, પણ નિમિત્ત કોણ ? કે જોગ ને રાગ, કે કોનો ? કે જેને જોગ ને રાગ મારો માન્યો છે એનો. કહો પંડિતજી ? આ તમારા પ્રોફેસ૨માં ક્યાંય નહોતું આવ્યું આવું ? નહિ. આહાહાહા ! પ્રભુ !( શ્રોતાઃ- તો પછી આપ એમ કહો કે કુંદકુંદાચાર્યનાં જોગ, રાગ નિમિત નથી પણ નોકર્મનો જોગ ને રાગ નિમિત છે) કોઈ નહીં, એ ય નહીં.
જડના કાર્યના તો જડના કાર્યમાં આત્મા તો નિમિત્ત નહીં, આત્મા કર્તા ને આ કર્તાનું કાર્ય એમ તો નહિ, પણ કાર્ય તેનાં કાળે થયું તે સમયમાં આત્માના દ્રવ્યને નિમિત્ત કહેવું, એ નહિ. હવે ત્યારે કે નિમિત્ત ક્યાંક કોઈ ચીજ કહેવાની છે કે નહિ ? કે છે, તે કાર્યકાળ તો તે સમયે તે પર્યાય થવાની તે તેનાથી થઈ, પણ તેનું નિમિત્ત કોણ ? કે રાગ, ઇચ્છા ને જોગ તે નિમિત્ત કહેવામાં આવે, કે કોનો ? કે જેણે રાગ ને જોગ પોતાનો માન્યો એનો, છતાં એ રાગ ને જોગનો કર્તા થાય અજ્ઞાની, પણ ૫૨નો કર્તા તો છે જ નહિ, એમ કહે છે. આહાહાહા ! બહુ ઝીણી વાત બાપુ !
ઈશ્વ૨ કર્તા તો નથી પણ ક્યાં સુધી લઈ ગયા ? કે આત્માય કર્તા નથી, ૫૨ના કાર્યનો. આહાહાહા ! અકર્તાપણું, ક્રમબદ્ધમાં અકર્તાપણું આવ્યું છે ને ? ભગવાન આત્મા જિન સ્વરૂપી પ્રભુ, જેનું જિન સ્વરૂપ ધ્રુવ, એવું જેને ધ્યાનમાં-જ્ઞાનમાં આવ્યું, એના પરિણામમાં તો સમ્યજ્ઞાન ને સમ્યગ્વીતરાગ સ્વરૂપ આચરણ આદિ રાગ વિનાની દશા હોય, એ દશાવાન ૫૨નાં કાર્યમાં એ પોતે દશાવાન આવો છે, એ નિમિત્ત નથી, પણ તેના જોગ ને રાગ એ પણ એમાં નિમિત્ત નથી. જે જોગ ને રાગનો કર્તા થાય એ અજ્ઞાનીના જોગ ને રાગ એને નિમિત્ત કહેવામાં આવે. ક્યારે ? કે હવે ગુલાંટ ખાય છે વાત, જે જિનસ્વરૂપી પ્રભુ વીતરાગની મૂર્તિ આત્મા પ્રભુ અંદર છે. આહાહાહા ! એનો જેને અનુભવ ને સમ્યગ્દર્શનજ્ઞાન થયું, એ જીવને એના જોગ ને રાગ ૫૨માં નિમિત્ત તો છે નહિ, પણ એ જોગ ને રાગ આ જ્ઞાનમાં નિમિત્ત છે. સમજાય છે? ભાષા તો સાદી છે પણ ભાવ છે ઝીણાં. ભાઈ ! ત્રણલોકના નાથ ભગવાન