________________
ગાથા-૧૦૦
૧૩૯
નિમિત્તપણે કર્તાનો અર્થ ? ત્યાં આમ જાય છે માટે આ નિમિત્ત છે માટે આમ જાય છે નોટ એમ નહિ. ફક્ત જવાનાં કાર્યમાં જોગ ને રાગને નિમિત્ત કહેવામાં આવે છે. પણ નિમિત્તથી ત્યાં આમ જાય અને આ કાર્યને કરે છે એમ નહિ. આહાહા ! ત્યારે કહે પણ નિમિત્તપણે કાંઈ છે કે નહિ, કોઈ ચીજ ? એ ચીજ તો એને કાળે થઈ, બીજી ચીજ છે કે “છે” જોગ અને રાગ તેનો નિમિત્તપણે કર્તા કહેવાય. તે પણ કોનો ? કે અજ્ઞાની કદાચિત્ જ્યાં સુધી મિથ્યાર્દષ્ટિ છે ત્યાં સુધી ઇચ્છા ને જોગનો કર્તા થાય છે, તેનો જોગ ને રાગ, કાર્ય તો ત્યાં થયું જ છે, તે કાળે તેને નિમિત્તકર્તા જોગ ને રાગને કહેવામાં આવે છે. આહાહાહા ! સમજાય છે કાંઈ ? આહાહા !
66
રાગાદિ વિકારવાળા ચૈતન્યપરિણામ પોતાના વિકલ્પને રાગને અને આત્માના પ્રદેશોના કંપનને કદાચિત્ અજ્ઞાનથી, કદાચિત્ કેમ કીધું કે જ્યાં સુધી અજ્ઞાની છે ત્યાં સુધી રાગ ને જોગનો કર્તા છે, પણ જો જ્ઞાની થયો. આહાહાહા ! ચૈતન્યસ્વરૂપ ભગવાન જિનસ્વરૂપી, વીતરાગ મૂર્તિ પ્રભુ છે, એનું જેને જ્ઞાન થયું એની પર્યાયમાં વીતરાગ પર્યાય થઈ અને એ વીતરાગી પર્યાય કાર્યકાળમાં નિમિત્તપણે પણ વીતરાગી પર્યાય કર્તા નહિ. ત્યારે, તે ધર્મીની વીતરાગી પર્યાય સમ્યગ્દર્શનની પર્યાયમાં, એ રાગ ને જોગ અહીં જ્ઞાન થયું પોતાથી તેમાં જોગ ને રાગને અહીં જ્ઞાનમાં નિમિત્ત કહેવામાં આવે. અરેરે ! આવું કામ મોટું હવે, અને એ જોગ ને રાગનો કર્તા જ્યાં સુધી થાય, ત્યાં સુધી, તે તે કાર્ય તો થયું જ છે ત્યાં, તેના જોગ ને રાગને કર્તા કહેવાય, ને જોગ ને રાગનો કર્તા અન્નાની છે માટે.
હવે જ્યારે આત્માનું જ્ઞાન થયું જેને સમ્યગ્દર્શન. આહાહાહા ! આત્મા સચ્ચિદાનંદ પ્રભુ, નિર્મળાનંદ, આનંદકંદ છે, એ મલિનપણું એનામાં નથી ને મલિનની પર્યાય પણ એનામાં નથી. જોગ ને રાગ એ એનાં સ્વરૂપમાં નથી. આ રાગ અને જોગ એના સ્વરૂપમાં નથી, તેના સ્વરૂપમાં તો વીતરાગતા ભરી છે. ભગવાન આત્મામાં તો વીતરાગતા ઠસોઠસ ભરી છે. એ વીતરાગતાની જેને દૃષ્ટિ થઈ, સમ્યગ્દર્શન થયું, સમ્યગ્નાન થયું એને જોગ ને રાગ એનો નથી, એ જોગ અને રાગ, એનું જ્ઞાન છે એ એનું છે, શું કહ્યું સમજાણુ ? કહો ચેતનજી !
ધર્મી જીવનું જ્ઞાન ને આનંદ ને વીતરાગી પર્યાય એની છે, એનો જોગ ને રાગ એનો નથી. આહાહા ! કહો પુંજાભાઈ આવું છે બાપુ ! આ તમે પણ ખરે ટાણે આવ્યા છો ને બરાબર... મૂકીને રોકાણા છો. અરે બાપા આ શું ચીજ ભાઈ ! તું વીતરાગી નાથ છો ને નાથ, તું ૫૨મેશ્વર છો પ્રભુ. પ્રભુ વીતરાગી સ્વરૂપને જ અહીંયા આત્મા કહેવામાં આવે છે. આહાહા ! ભગવાન (તું ) તો વીતરાગ સ્વરૂપે છો ને પ્રભુ ! એ વીતરાગ સ્વરૂપનું જેને જ્ઞાન થયું, તેના જ્ઞાનમાં તે રાગ ને જોગનો કર્તા તો ન થાય, ૫૨ની ક્રિયાનો કર્તા તો નથી, પણ જોગ ને રાગનો કર્તા ન થાય, પણ તેને જોગ ને રાગ હોય છે, પણ દૃષ્ટિ પડી છે જ્ઞાનાનંદ સ્વરૂપ ઉ૫૨ એથી વીતરાગી જ્ઞાન થયું છે, તેમાં જોગ ને રાગ નિમિત્ત કહેવામાં આવે છે, ઉપાદાન તો પોતાથી રાગનું જ્ઞાન આમ થયું છે. આહાહાહા ! સમજાણું કાંઈ ? કહો અનોપચંદભાઈ ! આવી વાતું છે.
ક્યાં ગયા અમારે ભાઈ. આહાહા..... આમાં વાદ ને વિવાદ કરે બાપા ! “સદ્ગુરુ કહે સહજકા ધંધા, વાદ વિવાદ કરે સો અંધા”. આહાહા..... સહજનો ધંધો ભગવાન આત્મા વીતરાગ મૂર્તિ પ્રભુ અકષાય સ્વભાવથી ભરેલો ભરચક ભ૨પુ૨ ભરપુર આવે છે ને ભાઈ,