________________
૧૩૮
સમયસાર સિદ્ધિ ભાગ-૫ સાંભળવા જાય તો ઓલો માથે જે દિયે, “જે નારાયણ” વિતરાગ મારગ બહુ જુદો ભાઈ. આહાહાહા !
એ પહેલી વાત તો કીધી કે જોગ ને ઉપયોગ જ નિમિત્તપણે કર્તા છે, એમ કીધું. હવે કહે છે કે કોનો? જડના કાર્ય કાળે નિમિત્ત કોનો જોગ અને ઉપયોગ? કે જે જોગ ને ઉપયોગનો કર્તા થાય છે તેનો, રાગ અને કંપનનો જે કર્તા થાય, તેનો રાગ ને જોગ એ કાર્યમાં નિમિત્ત કર્તાનો આરોપ તરીકે કહેવાય છે. કહો સમજાય છે કાંઈ? આહાહા!
આ રવિવારે આવે છે તમારે એવું ઝીણું મનસુખભાઈ. આહાહાહા ! આવું છે, ગાંડા જેવી વાતું લાગે, પાગલ જેવી વાત લાગે, ઓલા એવું કરે કે આખો દિ' આ કરો, આ કરો, આ કરો, આ કરો, વ્રત પાળો, અપવાસ કરો દાન કરો, દયા પાળો, ભગવાનની ભક્તિ કરો, મંદિર બનાવો, ગજરથ કાઢો, આવું સમજાય તો ખરું, શું સમજવું'તું તેમાં ધૂળમાં? એ તો જડના કાર્ય જડ કાર્ય કાળે થાય એમાં તું ક્યાં એને કરી શકે છે? પણ તે ગજરથના કાર્ય તો જડના જડથી થાય છે, તેમાં આત્માને નિમિત્ત, આત્મા તે કાર્યનો કર્તા નથી. જો કર્તા હોય તો એ કર્તા કાર્યમાં કર્તા ભળી જાય, ભેગો થઈ જાય, ત્યારે કહે જાદો રહીને આત્મા નિમિત્ત થાય કે નહિ? તે જુદો રહીને નિમિત્ત જો થાય તો જ્યાં જ્યાં તેવા કાર્ય થાય ત્યાં આત્માને ઉપસ્થિત રહેવું પડે, માટે આત્મા નિમિત્તપણે પણ નહિ. ત્યારે હવે એમાં નિમિત્ત છે કોઈ કે નહિ? કે હા જોગ અને ઉપયોગ. રાગ અને કંપન તેમાં નિમિત્તપણે કહેવાય. કે કોના? કે જે રાગનો અને જોગનો કર્તા થાય તેના.
આહાહાહા ! પંડિતોને આકરું પડે એવું છે આ. કર્તા પરદ્રવ્યનો કર્તા, પરદ્રવ્યનો કર્તા, ઇન્દોરમાં થયું'તું ઇન્દોર પચાસ પંડિત ભેગા થયા, ઇન્દોર “પદ્રવ્યનો કર્તા ન માને તે દિગંબર નહિ” હવે આંહીં, અરે ભગવાન શું કરે છે તું આ? લોકોને બચારાને કાંઈ ખબર ના મળે, ધંધા આડે એ નવરો ન મળે, આખો દિ' એમાં ઓલો માથે કહે', જે નારાયણ, હા. સત્ય શું છે અને અસત્ય શું છે એની કાંઈ વિવેકની ભિન્નતાની ખબર ન મળે. સમજાણું કાંઈ ? આહાહા !
આ નોટ પૈસા છે ને, નોટું, એને પચાસ હજાર, પચીસ હજાર આપ્યા મંદિર ખાતે આપ્યા, લ્યો આ ગણવા માંડો આમ, એ નોટની અવસ્થા જે થાય છે, આમ જવાની એ કાર્ય તો એ નોટના પરમાણુનું છે, હવે એ નોટનું કાર્ય જે આમ જવાનું થાય છે, તેને જો આત્મા કર્તા કહો તો આત્મા કર્તા ને એ કાર્ય બે એક થઈ જાય, એટલે આત્મા આમાં ભળી જાય નોટમાં. હવે એમ તો નહિ, પણ એને આત્મા કર્તા કહો, નિમિત્તપણે કર્તા કહો, ઉપાદાનપણે કર્તાનો નિષેધ થઈ ગયો સમજાણું કાંઈ ? એ નોટ આમ જાય છે, એના ઉપાદાનપણે કર્તા હોય તો ત્યાં ભેગો ભળી ગયો. હવે નિમિત્તપણે એ જાય છે એમાં આત્મા, આમ હાથમાં હતું ને આમ આમ તો આત્માને નિમિત્તપણે તેને નોટ જાય છે, તેને કર્તા કહેવાય કે નહિ? કે ના. આત્માને નિમિત્ત જો કહો તો જ્યાં જ્યાં એવા કાર્ય થાય ત્યાં ત્યાં આત્માને ઉપસ્થિત રહેવું પડે, માટે આત્મા નિમિત્તપણે પણ કર્તા નહિ. ત્યારે હવે કર્તા આમાં કાંઈક એને નિમિત્તપણે કાંઈ કહેવામાં આવે છે કે નહિ? છે તો કાર્ય તેને કાળે થવાનું છે. આહાહાહા ! ત્યારે કહે “હા” યોગ અને રાગ તે કાર્યકાળે તેનો જોગ હતો ને રાગ હતો તે એને નિમિત્તપણે કર્તા કહેવાય.