________________
૧૪)
સમયસાર સિદ્ધિ ભાગ-૫ ઇત્યાદિ શક્તિથી ભરપૂર ભરેલો ઓલી ૪૭ શક્તિ લીધીને, પછી કીધું ઇત્યાદિ શક્તિથી ભરપૂર કળશમાં છે. આહાહાહા! ભગવાન આત્મામાં તો જીવતર, ચિતિ, જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, કર્તા, કર્મ આદિ અનંત શક્તિઓ, ગુણરૂપશક્તિ, વીતરાગ સ્વભાવરૂપ શક્તિઓ, એનાથી “ભર” સુભર-સુભર છે ઘણું કરીને, સુનિર્ભર છે.
ભગવાન આત્મા તો વીતરાગી ગુણોનો ભરેલો, ભરેલો ભગવાન છે. આહાહાહા ! એમાં રાગ કેવો અને જોગનું કંપન કેવું એમાં? આહાહા.... રાતની વાત, એ તો આવે ત્યારે ખરી, સમજાણું કાંઈ? હું? (શ્રોતા:-દરેક પર્યાયનું પ્રયોજન વીતરાગતા છે) એ પછી, અત્યારે આંહીં, વખત ન મળે, વખત દશ મિનિટ છે ઓલું પોણો કલાક હાલ્યું. ચીમનભાઈ હતા કે નહિ?
અહીંયા તો વીતરાગ પર્યાયવાળો જીવ, એટલે કે સમ્યગ્દષ્ટિ જીવ, એટલે કે દ્રવ્યસ્વભાવ જે જિન સ્વરૂપી છે, તેની જેને દૃષ્ટિ થઈ છે તે જીવ, તેની પર્યાયમાં તો તેને વીતરાગી સમકિત, વીતરાગી જ્ઞાન ને સ્વરૂપાચરણ હોય એ વીતરાગી પર્યાય, જોગ અને રાગનો કર્તા નથી, અને તેથી તે જોગ ને રાગ એનો કર્તા નથી, તેથી તે સામાના કાર્યકાળમાં પણ જ્ઞાનીના જોગ ને રાગ એના નથી, માટે તે નિમિત્તપણે પણ નથી. આહાહાહા !
ત્યારે હવે ગુલાંટ ખાય છે વાત, કે આત્મા જિનસ્વરૂપી પ્રભુ એવું જેને ધ્યેય ધ્રુવનું પકડયું. આહાહા.... એની શ્રદ્ધા જ્ઞાનમાં વીતરાગી પર્યાય આવી, અને તે વીતરાગી પર્યાયનું જ્ઞાન પણ વીતરાગી આવ્યું, એ જ્ઞાનમાં એ જ્ઞાન, જોગ ને રાગનો કર્તા તો નથી, પરનો કર્તા તો નથી, પરનો નિમિત્તપણે પણ કર્તા નથી. આહાહા... પણ તે સમ્યગ્દર્શન ને જ્ઞાન પરિણામ થયા, તેમાં રાગ ને જોગ જે કમજોરીથી થાય તેનું અહીં જ્ઞાનમાં એને નિમિત્ત કહેવાય. ઉપાદાન પોતે, પોતાથી જ્ઞાન ને વીતરાગી દશા થઈ, પણ તેને જોગ ને રાગને આમાં આહીં નિમિત્ત કહેવાય. આહાહાહા ! કહો દાસ! આવી વાતું છે.
આમાં વાદ ને વિવાદ બાપુ દુનિયામાં ત્રણલોકનો નાથ, જિનેશ્વરદેવનો પોકાર છે આ. આહાહાહા! દિવ્યધ્વનિમાં આ વાણી આવી એ કુંદકુંદાચાર્ય દિગંબર મુનિ ભગવાન પાસે ગયા હતા. કુંદકુંદાચાર્ય, બે હજાર વર્ષ પહેલાં, ત્યાંથી આવીને આ શાસ્ત્ર બનાવ્યા. આહાહા.... આવી વાણી બીજે ક્યાંય નથી. પણ આટલા વર્ષ ઘણાં કાઢયા તે સાંભળ્યું હશે ને વાડામાં આ વાત સાંભળી'તી? એય સુજાનમલજી! થોડું પણ સત્ય હોવું જોઈએ, લાંબુ લાંબુ મોટું કરેને અસત્યના પૂછડાં મોટા. આહાહાહા ! કહો જતીશભાઈ? આહાહા...
એ અજ્ઞાનીનો જોગ એટલે કંપન ને રાગ તેના કાર્યકાળે, કાર્ય તો ત્યાં થાય છે જડનું એના જોગ ને રાગને નિમિત્તકર્તા કહેવાય, હવે એ પણ જોગ ને રાગનો આત્મા કર્તા હો અજ્ઞાનપણે, પણ પરનો કર્તા તો એ નહિ. એ આત્મા પરનો કર્તા તો નહિ, અજ્ઞાનપણે જોગ ને રાગનો કર્તા હો. આહાહા!
હવે આવો ઉપદેશ, આમાં શું નવા સાંભળનારાને શું કાંઈ, શું કહે છે આ? દિગંબર ધર્મનું આ સ્વરૂપ છે. જેમ બાહ્યમાં મુનિને વસ્ત્રનો ટુકડો ન હોય એમ અંતરમાં રાગનો કણ ન હોય જેને દ્રવ્યમાં. આહાહા.... દયા, દાન, વ્રતનો વિકલ્પ પણ જેના સ્વરૂપમાં નથી, એવું જે સ્વરૂપ ભગવાન આત્મા, એની જેને દૃષ્ટિ થઈ છે, એનું જેને જ્ઞાન થયું છે, એનો જેને અનુભવ થયો