________________
૧૪૨
સમયસાર સિદ્ધિ ભાગ-૫ મહાવીર, સીમંધર પ્રભુ તો બિરાજે છે. આહાહાહા ! રાતે તો એ ખ્યાલ આવ્યો'તો થોડો સીમંધર ભગવાન, આ આત્મા છે, સીમંધર, વીતરાગી સ્વભાવની મર્યાદાનો ધરનાર ભગવાન છે. આહાહાહા ! સમજાણું કાંઈ?
એવો જે ભગવાન આત્મા એનું જેને જ્ઞાન થયું, એની જેને શ્રદ્ધા થઈ, એમાં જેની અંશે રમણતા થઈ તે જ્ઞાનીનું જ્ઞાન, જોગ ને રાગમાં નિમિત્ત નહિ, અને પરના કાર્યમાં નિમિત્ત નહિ, પણ પોતાનું જ્ઞાન જે પોતાથી સ્વપરપ્રકાશક થયું, તેમાં જોગ ને રાગને આંહીં નિમિત્ત આમ કહેવામાં આવે, ઉપાદાન તો પોતાથી થયું છે. આવો ઉપદેશ હવે શું આમાં નવરાશ (ન) મળે વાણીયાને આખો દિ' ધંધો, ધંધો, ધંધો પાપનો અને થોડો વખત મળે ત્યાં બાઈડી છોકરાવને સાચવવામાં રહે રાજી કરવામાં, આહા! હવે આમાં એને ક્યાં બિચારાને ! માથે પાટે બેઠા જે કહે એ “જે નારાયણ” તુલના કરવાના ટાણાં ક્યાં પ્રભુ? આહાહાહા ! સત્ય ને અસત્યનો મેળ કેવી રીતે કરવો? આહાહા !
जीवो ण करेदि घडं णेव पडं णेव सेसगे दवे।
जोगुवओगा उप्पादगा य तेसिं हवदि कत्ता।।१००।। અલૌકિક વાત છે બાપુ! આ તો સમયસાર ભગવાન કુંદકુંદ આચાર્યની વાણી, નિમિત્તથી કથન છે, વાણી એની નથી, વાણી વાણીની છે. આહાહા ! પાછળથી એ ગાથા આવે છે ને આ ટીકા મેં રચી એમ મોહથી ન નાચો, એ ટીકાની પર્યાય પરમાણુથી થઈ છે ભાઈ, મારાથી નહીં. આહાહા... અહીંયા તો એમ કહ્યું કાર્યકાળ તો છે જ ત્યાં, પણ જોગ ને રાગને નિમિત્ત કહેવાય. એ રાગાદિ વિકારવાળા ચૈતન્યસ્વરૂપ પોતાનો વિકલ્પ અને પ્રદેશો અને એના વ્યવહારને આત્મા કદાચિત્ કરતો હોવાથી, જ્યાં સુધી ઇચ્છા છે, ત્યાં સુધી યોગ અને કંપનનો કર્તા છે. યોગ ને ઉપયોગનો તો આત્મા પણ કર્તા નથી. કદાચિત્ હો, તથાપિ પરદ્રવ્ય સ્વરૂપ કર્મનો તો કર્તા નિમિત્તપણે પણ આત્મા નથી. આહાહાહા ! ગજબ વાત છે. તું ભગવાન છો ને પ્રભુ, ભગવાન, તને ભગવાન તરીકે બોલાવે છે ૭ર ગાથામાં આવે છે ને “ભગવાન આત્મા”.
રાગ અને દયા દાનનો વિકલ્પ પણ પ્રભુ તારામાં નથી અને એનો કર્તા પણ તું નથી. આહાહા... પરની દયા ને પરને મારું, એનો કર્તા તો તું નથી. પણ એ રાગ જે આવ્યો એનો ય કર્તા તું નથી. તારું જ્ઞાન સ્વપરપ્રકાશક, જે સ્વને આશ્રયે પ્રગટયું, તેમાં એ રાગ આવ્યો જ્ઞાનમાં, એમાં ઉપાદાન તો તારું, તેમાં રાગને અહીંયા નિમિત્ત કહેવામાં આવે છે, છે આવી વાત સાંભળી'તી ક્યાંય શ્વેતાંબરમાં સ્થાનકવાસીમાં. આહાહા !
| દિગંબર સંતો કેવળીના કેડાયતો કેવળીની વાણી સીધી કહે છે. આરે એના વાડામાં જમ્યા એને એની ખબરું ન મળે. કહો શાંતિભાઈ? થઈ ગયો વખત હોં, એ કહે છે અજ્ઞાની ભલે એના જોગ ને રાગનો કર્તા કદાચિત હો પણ આત્મા તો કર્તા છે જ નહીં. પરદ્રવ્યના પર્યાયનો આત્મા નિમિત્તપણે પણ કર્તા નથી. આહાહા.
વિશેષ કહેવાશે.