________________
ગાથા-૧OO
૧૩૭ આહાહા.યોગ અને ઉપયોગનો આત્મા કર્તા કદાચિત્ ભલે હો તથાપિ પરદ્રવ્યસ્વરૂપ કર્મનો કર્તા તો નિમિત્તપણે પણ નથી. આત્મા જે છે, એ જગતના અક્ષરોના લખવાના કાળમાં એ આત્મા નિમિત્તપણે પણ કર્તા નથી. આહાહા ! પણ અજ્ઞાની રાગ ને જોગનો કર્તા છે, તે યોગ ને રાગને એ અક્ષરના લખવાના કાળમાં, યોગ અને રાગને નિમિત્ત કહેવામાં આવે છે. જે રાગ ને યોગનો કર્તા અને અજ્ઞાની કરે છે તેનો. આહાહાહા! આટલી બધી વાતું હવે, કેટલી શરતું એમાં. છે? જુઓ યોગ અને ઉપયોગ જ નિમિત્તપણે તેના કર્તા છે. છે ને ચોથી લીટી યોગ અને ઉપયોગ જ નિમિત્તપણે તેના કર્તા છે.
હવે તે રાગાદિ વિકારવાળો ચૈતન્યપરિણામ પોતાના વિકલ્પને અને કંપનને પોતાના વ્યાપારને કદાચિત્ અજ્ઞાનથી આત્મા કરતો હોવાથી યોગ, ઉપયોગનો તો કર્તા આત્મા ભલે હો, આત્મા રાગનો ને કંપનનો અજ્ઞાનથી ભલે કર્તા હો, પણ એ આત્મા પરનો તો નિમિત્તપણે પણ કર્તા નથી. આહાહાહા ! અહીં તો વાંધા બધા ઉપાદાન નિમિત્તના ઝઘડા એ. એ પંડિતજી? સોનગઢવાળા એ ઉપાદાનના એ કાર્યને માને છે, નિમિત્તને માનતા નથી. નિમિત્ત માને પણ નિમિત્ત કર્તા માનતા નથી, વાત સાચી છે તારી. આહાહાહા ! ભાઈ વીતરાગ મારગના તત્ત્વો, વીતરાગ સર્વજ્ઞ ત્રિલોકનાથે કહ્યાં એ સમજવા મહા પ્રયત્ન છે, તે કાંઈ સાધારણ રીતે પકડાય એવું નથી. આહાહાહા !
પહેલાંમાં શું કહ્યું? કે યોગ ઉપયોગ જ નિમિત્તપણે તેના કર્તા છે, કર્તા છે એનો અર્થ જ નિમિત્તપણે છે એમ, ઘડાના કાર્યકાળ, વસ્ત્રનાં વણકરના કાર્યકાળ, ગાડાના કાર્યકાળ, રોટલીના કાર્યકાળ, અક્ષરના લખવાના કાર્યકાળે, યોગ અને ઉપયોગ નિમિત્તપણે કર્તા કહેવાય, પણ કોના? કે જે રાગ અને ઉપયોગનો કર્તા અજ્ઞાની છે તેના જોગ ને રાગને તે કાર્યકાળમાં નિમિત્તપણે તે અનિત્ય વિકારી દશાને નિમિત્તપણે કર્તા કહેવામાં આવે છે. આવું બધું યાદ શી રીતે રાખવું. બાબુભાઈ ! કહો ઓલો પૂછે તમારો ઓલો મોટો છોકરો, શું સાંભળીને આવ્યા? શું કહે કે આ શું છે. સમજાય છે પ્રભુ? આહાહાહા !
આંહીં તો જિનસ્વરૂપી ભગવાન આત્મા બધા વીતરાગ મૂર્તિ છે. આહાહાહા ! એ વીતરાગ મૂર્તિનું જેને જ્ઞાન સમ્યક્ થયું, એને જોગ ને રાગ તેના જ્ઞાનમાં નિમિત્ત છે, જ્ઞાન ઉપાદાન પોતાથી થાય છે, પણ તે જ્ઞાનમાં જોગ ને રાગ નિમિત્ત છે આમ, પણ જોગ ને રાગમાં પોતે નિમિત્ત છે, એમ અજ્ઞાનીને છે, જ્ઞાનીને નહિ. આહાહા!
ફરીને, આ તો વીતરાગ મારગ બાપા, ઘણો ગંભીર એક હાથમાં રોટલી ઉપાડી, એ ઉપડવાનું કાર્ય તો રોટલીમાં જે થયું એ રોટલીના કારણે થયું, આ હાથના કારણે નહિ, હવે એ ઉપડવાના કાર્યમાં આત્માને જો કર્તા કહીએ તો તે કાર્ય એનું ને કર્તા આ, તો એ કાર્યમાં ભળી જાય આત્મા, માટે રોટલીનું બટકું ઉપડ્યું એમાં આત્મા કર્તા નહિ, હવે આત્માનો જે જોગ ને કંપન છે અને અહીંયા કર્તા કહેવાય, પણ કોનો? કે જે જોગ અને રાગનો કર્તા અજ્ઞાની થાય કદાચિત્ અજ્ઞાનમાં, એના જોગ ને રાગને એ રોટલી ઉપડી એનાં કાર્યમાં નિમિત્તકર્તા કહેવામાં આવે. આહાહાહા! કહો ચીમનભાઈ બેય ચીમનભાઈ જોડે બેઠાં છે, આવું છે. અને વાણીયાને નવરાશ ન મળે ધંધા આડે બાઈડી-છોકરા સાચવવામાં રહે અને ધંધામાં રહે ને કોક દિ' કલાક