________________
ગાથા-૧૦૦
૧૩૫
થાય, ત્યાં ત્યાં આત્માને રહેવું પડે, ભલે કાર્ય એનાથી ન થાય. ત્યારે, નિમિત્ત કહેવું કોને ? બીજી ચીજ એક નિમિત્ત છે એમ કહેવું કોને ? કે જે જીવનો કંપન ભાવ છે જોગનો, આ શ૨ી૨નો નહિ, જોગનો કંપન છે ને ઇચ્છા જે રાગ છે, એ રાગ ને કંપનને જડના કાર્યકાળમાં નિમિત્તકર્તા કહેવામાં આવે છે. કોના ? કે જે રાગ ને જોગનો કર્તા મિથ્યાદૃષ્ટિ છે, તેના જોગ ને રાગ કાર્યના કાળમાં તેને નિમિત્તકર્તા કહેવામાં આવે છે. આહાહાહા ! આટલું બધું હવે. આહાહા ! કહો સમજાણું છે કાંઈ ?
ભગવાન સર્વશ ત્રિલોકનાથ જિનેશ્વરદેવનું આ ફરમાન છે એમના જ્ઞાનમાં આ ચીજ જાણવામાં આવી છે, તેવી એ ફરમાવે છે. આહાહા ! ( શ્રોતાઃ- કુંદકુંદાચાર્યે શાસ્ત્ર લખ્યા માટે તે પ્રમાણિત છે ને શાસ્ત્ર) ના એનું કાંઈ નહિ, એ નિમિત્તથી કથન છે. એ તે શાસ્ત્રના પરમાણુની પર્યાય ૨ચાણી તેમાં આત્મા તેનો કાર્યનો કર્તા ને એમ તો નથી. છેલ્લે શબ્દ આવે છે ને ? પણ એ કર્તા આ કાર્ય જો આત્માનું હોય તો આત્મા કર્તા ને એ કાર્યમાં ભળી જવું જોઈએ, એ અક્ષરોમાં ભળી જવો જોઈએ આત્મા, આત્મા જુદો રહી શકે નહિ, માટે તેનું કાર્ય કાળમાં વ્યાપ્ય વ્યાપકભાવે કર્તાકર્મપણે પરિણામી પરિણામ પરિણામીપણે તો કર્તા નથી. પણ તેના કાર્ય કાળમાં આત્મા નિમિત્ત છે એમ જો કહો તો જ્યાં જ્યાં ૫૨માણુની અવસ્થા થાય ત્યાં ત્યાં આત્માને નિમિત્તપણે ઉપસ્થિત રહેવું પડે, એ પણ બને નહિ. આહાહાહા ! કહો ચીમનભાઈ બરાબર હમણાં રોકાણા છે. આમાં આવું આવે છે.
ત્યારે કે એ ૫૨માણુના અક્ષરો જે બન્યા ટીકાના એ તો એના ૫૨માણુની પર્યાય તે કાળે થવાની હતી તેનાથી થઈ. હવે તેને આત્માને નિમિત્ત ત્યાં નથી, તો નિમિત્ત કહેવું કોને ? એ અક્ષરોમાં જોગ અને રાગ તેને નિમિત્ત કહેવાય, પણ કોનો ? જ્ઞાની કુંદકુંદાચાર્ય, અમૃતચંદ્રાચાર્ય જ્ઞાની છે એનો જોગ ને રાગ, એનો જોગ ને રાગ, એને છે જ નહિ, એ જ્ઞાનીને તો જેને આત્મા ચૈતન્ય સ્વરૂપ ભગવાન એવું જિન સ્વરૂપી દૃષ્ટિમાં આવી ગયો, એની પર્યાયમાં વીતરાગતા વર્તે છે અને તે વીતરાગતામાં જોગ ને કંપન, જોગ ને રાગ વીતરાગતામાં જ્ઞાનમાં નિમિત્ત છે, પણ એ જોગ ને કંપનના કર્તાપણામાં નિમિત્ત નથી. આહાહાહા ! આવું છે આ તે કાંઈ વાત, આ ૫૨મેશ્વ૨નો મારગ ઝીણો બહુ બાપુ. આહા !
એ કહે છે કે ટીકાના કાળમાં ૫૨માણુની ક્રિયા થઈ ગઈ. કાળે અમે આત્મા તો કર્તા નથી કેમકે આત્મા કર્તા હોય તો પરિણામ પરિણામી એક થઈ જાય, એ કાર્ય ને આત્મા કર્તા બેય એક થઈ જાય. પણ હવે આત્મા નિમિત્તપણે પણ નથી. નિમિત્તપણે પણ જો હોય તો જ્યાં જ્યાં ૫૨માણુની પર્યાય થાય ત્યાં ત્યાં અમારે ઉપસ્થિત રહેવું પડે. ત્યારે છે શું ? તે ૫૨માણુની જ્યારે ટીકાની પર્યાય થઈ, ત્યાં ત્યાં જોગ ને રાગને નિમિત્ત કહેવું નિમિત્ત, કાર્ય તો ત્યાં છે, પણ એ જોગને નિમિત્ત ( રાગ ) કોનો ? જે જોગ ને રાગનો કર્તા મિથ્યાર્દષ્ટિ થાય છે તેનો જોગ ને રાગ તેને નિમિત્ત કહેવામાં આવે છે. આમાં કેટલું યાદ રહે પ્રવિણભાઈ ? આવ્યો છે ને તમારો મનિષ, ત્યાં કેળવણી અધિકારી છે આ કેળવણી જુદી જાતની છે. આહાહા ! સમજાણું કાંઈ ? “પ્રભુનો મારગ છે શૂરાનો” એ વીરનાં કામ છે બાપા. આહાહા ! એ કાયરના કામ નથી, અજ્ઞાનીને મૂંઢતાના. આહાહાહા ! અક્ષર લખાય છે ને આમ, એ અક્ષર લખાય છે એ ૫૨માણુની