________________
૧૩૪
સમયસાર સિદ્ધિ ભાગ-૫
66
છે ને આ નૈમિત્તિક છે એમ પણ નથી. “કા૨ણકે જો એમ કરે તો નિત્ય કર્તૃત્વનો પ્રસંગ આવે,” સર્વ અવસ્થાઓમાં કર્તાપણે રહેવાનો પ્રસંગ આવે. આત્મા, નિત્ય વસ્તુ છે અને એ જે કાર્યના કાળમાં આત્મા નિમિત્ત થાય તો દરેક અવસ્થામાં આત્માની ઉપસ્થિતિ રહેવી જોઈએ. આહા ! ૫૨થી છુટો પડી શકે નહિ. આહા ! ઝીણી વાત છે ભાઈ. આહા ! વીતરાગ મારગ બહુ સૂક્ષ્મ. આહા ! નૈમિત્તિકપણે પણ કરતો નથી તેમ કરે તો નિત્ય, કાયમ કર્તા, નિમિત્તપણે કાયમ કર્તા નિમિત્તપણે હો, કાર્ય કાળ તો ત્યાં થયો છે પણ નિમિતપણે પણ જો કર્તા થાય તો આત્માને જડની દરેક અવસ્થાપણે, નિમિત્તપણે રહેવું પડે. આહાહાહા ! સમજાણું કાંઈ ? બે વાત.
ત્યારે તે છે શું હવે ? અનિત્ય (સર્વ) અવસ્થાઓમાં વ્યાપતા નથી એવા યોગ અને ઉપયોગ, ફક્ત આત્માનો જે કંપન છે ને પ્રદેશ યોગ અને ઇચ્છા એ રાગ, એ રાગ અને કંપન જે છે, એ જગતના જડનાં કાર્યના કાળમાં એ તો કાર્ય તો થયું છે ત્યાં, એ સમયમાં જોગનો ભાવ અને રાગનો ભાવ, તે ચીજના કાર્યમાં નિમિત્ત કર્તા કહેવામાં આવે છે. કહો હિંમતભાઈ ! આમાં તમે બે ભાઈની વાતું કરતા, ક્યાં અહીં અંદર આવી છે વાર્તા ! આહાહાહા ! શું કહ્યું ઈ ? પ્રભુ એમ કહે છે ત્રિલોકનાથ જિનેશ્વરદેવ ૫૨માત્મા વીતરાગદેવની વાણી, એ સંતોની વાણી આડતિયા થઈને વાણીની વાત કરે છે. દિગંબર સંતો સર્વજ્ઞનો જે ભાવ છે, વાણી છે તેની વાત આડતિયા થઈને કરે છે, ભગવાન આમ કહે છે. આહાહા !
કે શ૨ી૨ના, વાણીના આદિના કાર્ય થાય, તે કાળે તેનું કાર્ય થાય, આ દાળ-ભાત, રોટલીના કટકા થાય દાઢ વચ્ચે, તે દાઢથી તો નહિ, પણ તેના કટકા તેના કાળે થાય તેમાં આત્મા એ કર્તા અને એ રોટલીના કટકા થયા તે એનું કાર્ય એવું તો નથી, જો એવું હોય તો આત્મા એ કટકા રોટલીના કટકા ભેગો ભળી જાય ને જાદો રહી શકે નહિ. આહાહા ! અને એ રોટલીના કટકાના કાળમાં કાર્ય એ કટકા તો થયા તેનાથી, દાઢથી નહિ અને આત્મા જો એને નિમિત્ત કહીએ તો જ્યાં જ્યાં જડની અવસ્થા જડથી થાય, ત્યાં ત્યાં આત્માને નિમિત્તપણે ઉપસ્થિત રહેવું પડે. આહાહાહા ! આવું છે. માટે એમ તો નથી, ત્યારે છે શું ? એને નિમિત્તપણે શું એ ઉપાદાન કાર્ય તો ત્યાં થયું એનાથી પણ તેનામાં એ બીજી ચીજ નિમિત્તપણે, કહેવું કોને ? કે નિમિત્તપણે એને કહેવું કે જોગ જે આત્માનો પ્રદેશ કંપે છે અને જે રાગ (ઈચ્છા ) છે, એને એ કાર્યકાળમાં તેના કાર્યકાળે તે કાર્ય થયું છે તેને આ જોગ ને રાગ તેને નિમિત્તપણે કહેવામાં આવે છે. એ કોના ? કે જે જોગ ને રાગનો કર્તા થાય છે અજ્ઞાની, એના જોગ ને રાગ એના કાર્યકાળમાં નિમિત્તકર્તા કહેવામાં આવે છે. સમજાણું કાંઈ ? આહાહા..... આવો માગ. અરેરે ! પ્રભુ ! એને કાને પડે નહિ એને એ ક્યાં જાય ?
હું કરું હું કરું જ્યાં જ્યાં આ કામ જડનાં થાય એ બધા કામ મેં કર્યા. આહાહાહા ! એક નોટ છે નોટ, એ નોટ આમ જાય છે. એ એની અવસ્થા છે એ અવસ્થાનું કાર્ય નોટના ૫૨માણુએ કર્યું છે. હવે એ નોટ આમ જાય છે એ કાર્યકાળમાં આત્મા જો તેનો કર્તા થાય, તો તે કાર્યકાળમાં આત્માને ભળી જવું પડે અંદ૨, માટે તેનો કર્તા એ છે નહિ. હવે આત્મા છે એના કાર્યનો કર્તા એ નથી, પણ હવે એ કાર્યના કર્તાપણે નિમિત્તપણે આત્મા છે કે નહિ? કે નિમિત્તપણે પણ નથી. આહાહા ! નિમિત્તપણે પણ હોય તો જ્યાં જ્યાં એક રોટલીના કટકા