________________
૧૩૨
સમયસાર સિદ્ધિ ભાગ-૫ તેનું તેનાથી થયું પણ આ અજ્ઞાનીના જોગ અને રાગ કર્તા થનારો તેના જોગ અને રાગને નિમિત્ત કહેવામાં આવે છે. સમજાણું કાંઇ, છે કે નહિ એમાં? અરે સંસારના ચોપડા જોવા હોય મેળવવા હોય તો મેળવે ડાહ્યા, ઘાસતેલ બાળે રાતે મેળવો નામા મેળવો. આ ભગવાન શું કહે છે એના નામા મેળવો છો કોઇ દિ' અહીં. (શ્રોતાઃ- જ્ઞાનીના જોગ ને ઉપયોગને નિમિત્ત કર્તાનો ઉપચાર પણ લાગૂ પડતો નથી) ઇ તો હુજી વાર છે લાંબી વાત છે હજી. ધર્મી જીવ જેને આત્મજ્ઞાન છે એ રાગ ને જોગનો કર્તા નથી. એ જીવને તો રાગ અને જોગ જ્ઞાનમાં નિમિત્ત થાય છે, એ હજી આગળ આવે ત્યારે. ઝીણી વાતું બાપા. આ તો ત્રણ લોકના નાથ જિનેશ્વર પરમેશ્વર એની વાણી છે આ. આહાહા.... આ કોઈ હાલી-દુવાલીની (વાત) નથી. આહાહા! ત્રણલોકનો નાથ સીમંધર ભગવાન બિરાજે છે મહાવિદેહમાં પ્રભુ એની આ વાણી છેકુંદકુંદાચાર્ય સંવત-૪૯ માં ગયા'તા ત્યાંથી આવીને આ શાસ્ત્ર રચ્યાં ભગવાન આમ કહે છે. આહાહા!
રાગાદિ વિકાર” જે કાંઇ રાગ થાય ને, દયાનો, દાનનો, વ્રતનો એ રાગનો જે કર્તા થાય અજ્ઞાની, અને તેનું કંપન થાય આમ પ્રદેશનું, એનો જે કર્તા થાય અજ્ઞાની, એ અજ્ઞાની કર્તા થાય તે રાગ ને જોગ બીજાનાં કાર્ય કાળે તેને નિમિત્ત કહેવામાં આવે છે, કેમ કે એ તો નાશવાન છે, અનિત્ય છે. અને એ ટળશે તો પછી નહિ કરી શકે, નિમિત્ત પણ નહિ થાય. આંહીં તો જ્યાં સુધી જોગ ને રાગનો કર્યા છે ત્યાં સુધી પરના કાર્યકાળે તો ત્યાં કાર્ય થશે જ અને નિમિત્તકર્તા આને કહેવામાં આવે. વિશેષ વાત છે.
(શ્રોતા- પ્રમાણ વચન ગુરુદેવ)
પ્રવચન નં. ૧૯૯ ગાથા-૧૦૦ રવિવાર, મહા વદ-૬, તા. ૧૮/૨/'૭૯
સમયસાર ગાથા ૧૦૦ ફરીને, ન્યાં ઓલું પાછું મેળ ખાય, છેક છેલ્લી લીટી છે. ખરેખર નિશ્ચયથી યથાર્થપણે ઘટનો, ઘડાનો, વસ્ત્રનો, રથનો, ગાડાનો, કે પરદ્રવ્યસ્વરૂપ કોઈ પણ પર્યાય એનો આત્મા કર્તા નથી. ઘડો હોય કે વસ્ત્ર હોય, કે રોટલી હોય કે રથ હોય કે ગાડું હોય કે આ હાથની અવસ્થા હોય, એને આત્મા કરતો નથી. કઈ રીતે? અને “ક્રોધાદિ જે કર્મબંધન છે ને? કર્મનું બંધન જે છે, જડનું એના પરિણામને પણ આત્મા કરતો નથી. ખરેખર ઘટઆદિ એટલે ઘટથી ઘડાથી માંડીને જગતની બધી ચીજો પર, અને ક્રોધ એટલે અંદર જડ કર્મનું બંધન, આહાહા! એને એ પરદ્રવ્યસ્વરૂપ કર્મ છે, એ પરદ્રવ્યસ્વરૂપ કાર્ય છે. એનો અર્થ એ થયો કે તે સમયે તે કાર્ય તેનું ઘટ-ઘડો તે કાર્ય, વસ્ત્રનું કાર્ય, મકાનનું કાર્ય કે ગાડાનું કાર્ય, કે રોટલીનું કાર્ય તે વખતે તે કાર્ય છે તેને આ આત્મા વ્યાપ્ય-વ્યાપકભાવે તો કરતો નથી. આહાહાહા!
તે પરચીજનાં પરિણામને, એ પરિણામ કાર્ય ને આત્મા કર્તા, એમ તો નથી. તેમ પરિણામ કર્મ અને આત્મા કરનારો એમેય નથી, તેમ પરદ્રવ્યનાં પરિણામ અને આત્મા પરિણામી, એ પરિણામી પરિણામ એમ પણ નથી. અરરર! એ વ્યાપ્ય-વ્યાપકભાવે એટલે? વ્યાપ્ય એટલે કાર્ય અવસ્થા અને વ્યાપક એટલે એનો કરનારો, એમ પર પદાર્થનાં પરિણામ
છે', પર પદાર્થના પરિણામ છે', તે વખતે આત્મા તેનું કાર્ય અને આત્મા કર્તા એવું છે નહિ, વ્યાપ્ય-વ્યાપકભાવે કર્તા છે નહિ. આહાહા! કારણકે જો એમ કરે તો તન્મયપણાનો પ્રસંગ