________________
ગાથા-૧OO
૧૩૧ એમે ય નહિ. કેમ કે આત્મા નિમિત્તપણે હોય તો નિત્ય દરેક અવસ્થાઓમાં તેને રહેવું જોઇએ. તો એમ તો બને નહિ. ત્યારે હવે નિમિત્તપણું કહેવું કોને? ઉપાદાન તો તેનું કાર્ય તેનામાં થયું અને તે કાળે થયું, નિમિત્તે આવ્યું માટે થયું એ તો પ્રશ્ન છે નહિ, તે કાળે કાર્ય તેનાં જડના જડ કાળે તેના કાર્ય થયાં. આહાહાહા ! કપડું જડના કારણે ત્યાં વસાણું. આહાહાહા ! ઘડો માટીને કારણે ત્યાં થયો, ગાડાં ને રથ એ લાકડાને કારણે ત્યાં થયાં. સુથારને કે કુંભારને કારણે નહિ. આહાહા ! પણ તે કાર્ય વખતે આત્માને નિમિત્ત કહો, તો આત્મા નિત્ય છે, તો તે કાર્યમાં તેને નિમિત્તપણે કાયમ રહેવું જોઇએ, માટે (આત્મા) નિમિત્ત પણ નહિ, ત્યારે હવે નિમિત્તે કહેવું કોને? ઉપાદાન તો એક કોર રહી ગયું. એના કાળે કાર્ય ત્યાં થયું. આહાહાહા !
કે નિમિત્ત એને કહેવું કે “અનિત્ય એવા સર્વ અવસ્થાઓમાં વ્યાપતા નથી, એવા યોગ અને ઉપયોગ” ઉપયોગ એટલે ઇચ્છા, ઇચ્છા જે રાગ થાય છે ને? એ રાગનો જે કર્તા અજ્ઞાની થાય છે, એ દયા દાનનો વતનો વિકલ્પ ઉઠયો છે, એનો અજ્ઞાની કર્તા મિથ્યાષ્ટિ થાય છે, તે મિથ્યાષ્ટિ જીવ એનો રાગ અને મિથ્યાષ્ટિનું કંપન જોગ, એ કંપનનો કર્તા થાય છે, એ જોગ અને રાગ એ જગતના કાર્ય કાળે, એ જોગ ને રાગને નિમિત્ત કર્તાનો આરોપ દેવાય છે. આહાહાહા !
આ તો ગાથા આવે ત્યારે આવે ને? એ કાંઇ, યોગ અને ઉપયોગ નિમિત્તપણે પરદ્રવ્યનાં કાર્ય કર્તા છે, નિમિત્તપણે કર્તા છે, એ કાર્ય તો ત્યાં એનું નહિ પણ નિમિત્ત તરીકે કર્તા એ કહેવામાં આવે છે) કોણ? કે રાગ અને જોગનું કંપન એ એના નિમિત્તપણે તેને કહેવાય, આત્માને નહિ. આહાહા !
હવે એ જોગ અને રાગને નિમિત્ત કહેવાય, કોના?કે જે કોઇ રાગ અને જોગનું કંપન મારું કાર્ય છે, એ કર્તા (થઈને) અજ્ઞાની મૂઢ માને છે, તેના જોગ ને રાગ એ કાર્ય કાળમાં નિમિત્ત કહેવામાં આવે છે. આહાહાહા ! સમજાણું કાંઇ? યોગ અને ઉપયોગ જ રાગાદિ-વિકારવાળા ચૈતન્ય-પરિણામરૂપ પોતાનો વિકલ્પ રાગ અને આત્માના પ્રદેશોના ચલનરૂપ પોતાનાં વ્યાપારને કદાચિત્ અજ્ઞાનથી એ આત્મા કરતો, જોયું? આહાહાહા ! આત્મા પણ અજ્ઞાની, એ દયાના પરિણામ રાગ છે, તેને કરે, એ રાગ મારું કર્તવ્ય છે એમ માને, જોગ કંપન છે એ મારું કર્તવ્ય છે એમ માને, એ અજ્ઞાનીનો જોગ અને રાગ કાર્યકાળે તેને નિમિત્ત જોગ ને રાગને કહેવામાં આવે છે.
આવું કયાંથી કાઢયું કોઈ કહે? કહે કે ભાઈ અમે તો અત્યાર સુધી સમજતા'તા કે દયા પાળો, વ્રત કરો, સામાયિક કરો, પોહા કરો, પડિકકમણાં કરો, એવું હતું ચોવીહાર કરો, છ પરબી બ્રહ્મચર્ય પાળો, છ પરબી કંદમૂળ ન ખાઓ. અરે ભગવાન ! એ બધી વાતું સાંભળને, એ બધા કાર્ય છે. એ જડનાં જડનાં છૂટવાના હોય તે ટાણે તેના કાર્ય થાય, એમાં એ કાર્ય મેં કર્યું એ તો મૂંઢ મિથ્યાષ્ટિ છે. પણ તે કાર્યમાં નિમિત્તપણે આત્માને માનો તો એ નિમિત્તનું કાયમ રહેવું પડશે. તેનાથી છુટો નહિ થાય કોઇ દિ'. પણ અજ્ઞાનીના જોગ અને રાગનો કર્તા અજ્ઞાની થાય છે, જે અનિત્ય છે, જોગનું કંપન અને દયા-દાનનાં પરિણામ એ મારા કર્તવ્ય છે, ને મારું કાર્ય છે, એમ જે અજ્ઞાની મિથ્યાષ્ટિ માને છે તેનો જોગ અને રાગ તેના કાર્યકાળમાં, કાર્યકાળ તો