________________
૧૩૦
સમયસાર સિદ્ધિ ભાગ-૫ વેપા૨ ને ધંધા ને, ભરતને કહે કે કર આ ફલાણું, કર ફલાણું, ઢીંકડું કર આ તો દાખલો, બધે છે ને ઘરે ઘરે. આહાહાહા ! બાપુ વીતરાગ જિનેશ્વરદેવ ત્રણલોકનો નાથ એનો પંથ કોઇ જાદી જાત છે, કયાંય દુનિયામાં એની હારે મેળ ખાય એવો નથી. આહાહાહા !
કેટલું ભર્યું છે આટલામાં, નિમિત્ત નૈમિત્તિકભાવે પણ તેને કરતો નથી, કા૨ણ કે જો એમ કરે તો નિત્ય સર્વ અવસ્થાઓમાં કર્તાપણું રહેવાનો પ્રસંગ આવે. જગતની જ્યાં જ્યાં અવસ્થાનું કાર્ય થાય, ત્યાં ત્યાં આત્માનું નિમિત્તપણું ત્યાં હોવું જોઇએ એમ થાય, તો આત્મા છુટો પડી શકે નહિ. આહાહાહા ! સમજાય છે કાંઇ બાપુ ? ઝીણી વાત છે પ્રભુ. આહાહાહા !
પ્રભુનો મારગ છે શૂરાનો એ કાય૨નાં કામ નથી ત્યાં, સમજાણું કાંઇ ? આહાહાહા ! “વચનામૃત વીતરાગના ૫૨મ શાંત ૨સ મૂળ, ઔષધ જે ભવ રોગના કાયરને પ્રતિકૂળ.” આહાહા..... જેના કાળજાં કાયર છે, નપુંસક છે, પાવૈયા, હીજડાઓ, ૫૨ના કામ કરનારા માનનારાઓને પ્રભુ હીજડાઓ કહે છે, પાવૈયાઓ-આહાહાહા ! શું ગાથા છે ‘કલીબ’ નપુંસક કહે છે. હીજડાને જેમ પ્રજા ન હોય, એમ ૫૨ના કાર્ય કરું ને નિમિત્તપણું માને એને ધર્મની પ્રજા ન હોય, એને ધર્મ દશા ન હોય. આરે ! આવી વાતું વે. વાતે વાતે ફેર, હેં ? પાગલ જ માને એવું છે. આહાહા !
નિમિત્તકર્તાપણે જો આત્માને કહો તો જગતનાં જેટલાં કાર્ય થાય ત્યાં ત્યાં તેને નિમિત્તપણે હાજર રહેવું પડે. આહાહાહા ! “અનિત્ય નિમિત્તપણે તેનાં કર્તા છે” શું કહે છે હવે “અનિત્ય અર્થાત્ જે સર્વ અવસ્થાઓમાં વ્યાપતા નથી એવાં યોગ અને ઉપયોગ જ નિમિત્તપણે તેના કર્તા છે” ઝીણી વાત છે પ્રભુ ! શું કહે છે ? પરમાણુથી માંડીને આ સ્કંધના કપડાં-રસ આદિ આખી દુનિયાની ચીજો એ ચીજનું કાર્ય તો તે કાળે તેના સમયે તે થાય એમાં આત્મા કરી શકે નહિ એ તો વાત ઠીક પણ આત્માની હાજરી રહેવી હોય એટલું તો કહો, એ કાર્ય કાળે હાજર હોય બસ, કાર્ય કરે નહિ પણ એ હાજ૨ હોય નિમિત્ત ને નૈમિત્તિક એટલો સંબંધ તો છે કે નહીં ? કે ના. જો એવો સંબંધ હોય તો જગતની દરેક અવસ્થા કાળે તે જીવને ત્યાં ઉપસ્થિત રહેવું પડે, ને જેથી તે રાગ રહિત થઇને આત્માનો ધર્મ કરી શકે નહિ. આહાહાહાહા ! આવો વાદ હવે કયાં એકે એક વાતમાં ફેર, કલાકમાં કેટલી વાતું આવે ?
ત્યારે છે શું હવે ? કે સર્વ અવસ્થાઓમાં વ્યાપતા નથી એવા યોગ અને ઉપયોગ જ નિમિત્તપણે ૫૨દ્રવ્ય સ્વરૂપ કાર્યના કર્તા છે ( એમ ) કહેવાય, શું કીધું ઇ? કે જે આ ઘટ પટ ૨થાદિ જડનાં કાર્ય થાય તે કાળે તે થશે, હવે એને આત્મા છે નિત્ય છે માટે તેનો નિમિત્તકર્તા નહિ, ત્યારે હવે નિમિત્તપણું કોને લાગુ પડે ? કે જે પ્રાણી, વિકલ્પ રાગ છે અને જોગનો કર્તા થાય છે અજ્ઞાની. આહાહાહા ! એ રાગ વિકલ્પ ઉઠયો છે એનો જે કર્તા થાય છે અને જોગનું કંપન છે એનો જે કર્તા થાય અજ્ઞાની, એ જોગ ને રાગ એ કાર્યકાળમાં નિમિત્ત કર્તા, જોગને રાગને નિમિત્તકર્તા કહેવામાં આવે છે.
ફરીને, ચીમનભાઈ ! બરાબર તાકડે હાજર છે ઠીક છે આમાં મુંબઇમાં હોળી સળગી ન્યાં તો બધી. અરેરે ! વીતરાગ મારગ શું છે પ્રભુનો. કહે છે કે જગતના કાર્યકાળે, કાર્ય તો તેનું તેનાથી થાય. બીજાથી ન થાય, આત્માથી. તો આત્મા તેને નિમિત્તપણે છે એમ કહેવું કે નહિ ?