________________
સમયસાર સિદ્ધિ ભાગ-૫
આ હુંશિયાર નામા લખે છે કે નહિ ? પાંચ પાંચ હજારના પગાર હોય, મોટા કરોડપતિમાં, આ સુમનભાઈને આઠ હજારનો પગાર મળે છે ને, લ્યો ને ? મોટો છે ને જામનગ૨નો વાણીયો છે ને વેપા૨ી સાડા ત્રણ કરોડની ઉપજ છે, વ૨સની સાડા ત્રણ કરોડની ઉપજ વાણીયાને, એમાં નોકર છે, આપણા સુમનભાઈ રામજીભાઈનો, આઠ હજાર આપે છે, આઠ હજાર માસિક. આહાહાહા ! એ આઠ હજારના પૈસા ઇ શેઠ આપી શકે છે ? એ આત્મા પૈસાને લઇ શકે છે ? શું છે પણ ત્યારે આ બધું દઈ શકવાનું કાર્ય કરી શકતો નથી, લઇ શકવાનું કરી શકતો નથી. પણ દેવા લેવા વખતનું કાર્ય તો તેનું ૫૨માણુનું, તે ૫૨માણુથી થયું. પણ આત્માને નિમિત્તપણે તો કહેવો કે નહિ, આત્માને, એ કાર્ય વખતે આત્મા નિમિત્ત છે કર્તા એટલું તો કહેવું કે નહિ ? આહાહાહા!
૧૨૮
આ કઇ જાતનો ઉપદેશ આ, એ રસિકભાઈ કલકત્તામાં સાંભળ્યું નહિ હોય કોઇ દિ’ આ. આહાહાહા ! સમજાય છે કાંઇ? પહેલો તો એ સિદ્ધાંત સિદ્ધ કર્યો ભગવાને, કે જે કંઇ જડમાં જડના પર્યાયનું કાર્ય જડને લઇને જે સમયે જે કાર્ય થાય તે છે બસ. માટે તેનો આત્મા કર્તા નથી. નહિંતર તો એક કાર્યનો બીજો કર્તા થઇ જાય તો બીજો જીવ ત્યાં ભળી જાય, હવે ઇ કાર્ય તો ત્યાં થયું કહે છે, પણ હવે આત્માને નિમિત્તકર્તા, તો નિમિત્ત છે જોડે ઊભો છે દુકાન ઉ૫૨ બેઠો ને વ્યવસ્થિત કામ લ્યે છે, આ બધું નોકરો પાસે લ્યો દશ વીસ નોકર મોટા, ગયા'તા ને અમે તે દિ' ઓલા રામજીભાઈમાં, રામજી હંસરાજ મુંબઇમાં નહિ? અમરેલીવાળા તે દિ' ગયા'તા ને નોકરો બધા ય ત્રણ ત્રણ હજા૨ના પગારવાળા નોકરના ઠાઠ પડયા’તા પગલાં કરાવ્યા’તા ત્યાં, અમે ગયા તો બધાં ઉભા થઇ ગયા. ત્રણ ત્રણ હજારનો પગા૨ મહિનાનો, ને મોટું કા૨ખાનું રામજી હંસરાજ અમરેલીવાળા ગુજરી ગયા બિચારા એ બધાં કામ નોકરો પાસે લેવાં એ કામ આત્મા કરી શકે કે નહિ ? આહાહા.... ત્યાં શેઠ જ્યારે જાય, ત્યારે ઉભા થઇ જાય લ્યો ! તે ઉભા થવાનું કાર્ય શેઠને લઇને થયું કે નહિ ? પહેલાં કેમ નહોતું ? પહેલાં બેસવાની પર્યાયનું કાર્ય હતું, પછી ઉભા થવાનું કાર્ય જડનું છે એ તો. આહાહા..... અરેરે આ કેમ બેસે ? એ નોકરનો આત્મા પણ એ ઉભા થવાનાં કાર્યને કરે નહિ.
પ્રભુ ! આકરું કામ છે ભાઈ, આ તો ગાંડા જેવું ગણે એવું છે પાગલ, પાગલ દુનિયા ૫રમાત્મપ્રકાશમાં લખ્યું છે ને, દુનિયા પાગલ એને સત્ય વાત કહેનારને પાગલ દેખાય એવું છે. પરમાત્મ પ્રકાશમાં લખાણ છે. આ બધા અબજોપતિ, કરોડોપતિ બધાં પાગલ છે, અમે કર્યું, અમે કર્યું, અમે કર્યું બાપ પાસે નહોતું ને બાહુ બળે ભેગું કર્યું. ને ઉદ્યોગપતિ નથી કહેતા ? પાંચ પચાસ કરોડ ભેગાં કર્યા હોય ને ઉદ્યોગપતિ, એનો બાપ કાંઇ કરતો નહોતો અને આણે ઉદ્યોગ વધાર્યો, ધૂળેય નથી કર્યું સાંભળને. એ ઉધોગના બહારના કાર્યનો તું પતિ ધણી થાશ, મૂંઢ છો તારા આત્માનો નાશ કરી નાખે છો તું. આહાહા ! પણ એ કાર્ય વખતે આત્મા છે તેને નિમિત્ત કર્તા કહેવો કે નહિ હવે, કાર્ય તો ભલે એનાથી થયું.
બહુ ઝીણી ગાથા. આ ૧૦૦ મી ગાથા ૯૧માં જામનગ૨ વંચાણી'તી. જામનગ૨ છે ને મોટા દાકતર હતા. પહેલાં પ્રાણજીવન દાકતર હતા. અઢી હજા૨નો પગાર માણેકચંદભાઈના દિકરા, અમારે તો બધાની ઓળખાણ ખરીને ૬૬ વ૨સ તો દીક્ષાને થયા છે. બધા કૈંક