________________
ગાથા-૧OO
૧૨૭ આ મકાનનું આ જે કાર્ય થયું એ તો તે સમયે તેના પરમાણુનું કાર્ય છે, અરે પ્રભુ આ કેમ બેસે જગતને? તેનો કર્તા આત્મા ઇજનેર કે કડિઓ એનો કર્તા નથી, તે સમયે તે પરમાણુનું કાર્ય ત્યાં છે, તે સમયે તે થવાનું તે થયું છે, પરમાણુથી થયું છે, જડથી થયું છે. અરરર! એને (કડિઓ) ને ડાહ્યો ઇજનેર કરે, તો ઈજનેર એમાં ગરી જાય ભેગો એનાં પરિણામમાં. એનું પરિણામ હોય તો પરિણામી ત્યાં વયો જાય, બાબુભાઈ ! આહાહા! અરેરે આવી વાતું અત્યારે (આ વાત) વિચ્છેદ થઇ ગઇ. સંપ્રદાયમાં દયા પાળો ને આ કરો. અરરર! મારી નાખ્યા જગતને !
આંહીં કહે છે કે પરની દયા(ના) પરિણામ જે થાય એ પરની દયાથી જીવવું થાય એ પરિણામ આત્મા કરે તો આત્મા તેના પરિણામ દયાના જે દશા છે ને સામાની એમાં તન્મય થઇ જાય, માટે પરની દયા આત્મા પાળી શકતો નથી. અરરરર! આકરી વાત ! બાબુભાઈ ! ત્યાં એનું આયુષ્ય ને આત્મા ને ભેગું રહેવાનું કાર્ય છે, તે એનું કાર્ય તેનું ત્યાં છે, એનો આ આત્મા કહે કે હું આને બચાવું તો તારા પરિણામ એ પરિણામ તારા અને તું પરિણામી બે ય એકમેક થઈ જશો. અરરર! હુવે પણ એમાં નિમિત્ત કોક કહેવાય દયા પાળવામાં દયા થઈ તો એનાથી, પણ આ આત્માને નિમિત્ત કર્તા કહેવાય કે નહિ? ઉપાદાન કર્તા એનાં કાર્યનો કર્તા ત્યાં થયો, પણ આને આત્માને નિમિત્તકર્તા કહેવો નિમિત્ત નૈમિત્તિક કહેવો કે નહિ? આહાહાહા! સામે પડયું છે કે નહિ? ચોપડામાં સામે લખાણ છે કે નહિ? આ તો ભગવાનના લખાણ છે, ત્રિલોકનાથ તીર્થંકરદેવ સીમંધર પરમાત્માની વાણી છે. પ્રવચનસાર! પ્રવચનસાર એટલે દિવ્યધ્વનિનો સાર ભગવાનની ઓમ ધ્વનિ નીકળી એનો આ સાર છે. આહાહાહા!
વળી નિમિત્ત-નૈમિત્તિકભાવે પણ તેને કરતો નથી, “પણ” કેમ કહ્યું? કે તે એનું કાર્ય આત્મા ને આત્મા તેનો કર્તા એમ તો છે નહિ. પણ નિમિત્તનૈમિત્તિકભાવે પણ તેને કરતો નથી. આહાહાહા ! તે કામ ક્યારે થાય તે જડના જડ વખતે આ હાલવાનાં પરિણામ, આ આંગળીના પરિણામ, ભાષાના પરિણામ, આ હોઠનાં હલવાના છે તે કાળે તેનાં પરિણામ થાય તેનાથી. આહાહાહા ! તે તે પ્રાપ્ય ને તેનો તે પરમાણું તેને પહોંચી વળે. પ્રાપ્ય ઉપર ગયું 'તું ધ્યાન આજે, આવે છે ને (સમયસાર ગાથા) ૭૬, ૭૭, ૭૮ ને પ્રાપ્ય, વિકાર્ય ને નિર્વત્યે ત્રણ બોલ છે. ઝીણી વાત છે-બાપા. આહાહાહા ! તે પરમાણુનું તે પર્યાય છે તે તે તેનું પ્રાપ્ય છે એટલે થવાનું તે થયું તેને પરમાણું પહોંચી વળે છે, બીજો આત્મા તેના કાર્યને (ન) કરે. આહાહાહા ! પાંગળો? આ બધામાં પાંગળો ઇ કાંઇ કરી શકે નહિ? પાંગળો? આહાહા..... પરને માટે પાંગળો, પ્રભુ તને ખબર નથી. આહાહાહા !
પણ પરના કાર્ય તેના કાળે થયાં એમાં આત્માને નિમિત્ત અને નૈમિત્તિક એમ સંબંધ કહેવો કે નહિ? આહાહાહા! સમજાણું? એ નિમિત્તનૈમિત્તિકભાવે પણ તેને કરતો નથી. આહાહાહા ! નિમિત્તપણે પણ તેનો કર્તા આત્મા નથી. આહાહા ! કારણકે જો એમ કરે તો નિત્ય કર્તુત્વનો પ્રસંગ આવે. આહાહા ! જો આત્મા નિમિત્ત કર્તા તે અવસ્થાને કાળે નિમિત્ત કર્તા થાય, તો તો જ્યાં જ્યાં જડની અવસ્થા થાય ત્યાં ત્યાં દ્રવ્યની હાજરી રહેવી જોઇએ, તો એનાથી છુટો પડી શકે નહિ. આહાહા!