________________
ગાથા-૧OO
૧૨૫ હશે? આ કહે છે આ જૈન ધર્મની વાત હશે આ? ભાઈ ! અત્યાર સુધી સાંભળ્યું દયા પાળવી, વ્રત કરવા, અપવાસ કરવા, ચોવીહાર કરવો આવું બધું સાંભળીએ છીએ કહે છે, ધૂળે ય નથી સાંભળને હવે. એ બધી ક્રિયા કરીએ કરીએ કરીએ છે એ મિથ્યા અભિમાન છે. સમજાણું કાંઇ? આહાહાહા !
આ (એક) લીટીમાં તો કેટલું ભર્યું છે અંદર? તેને આ આત્મા, તેને આ આત્મા, કે કોઇનો આત્મા કાર્યકારણપણે, પરિણામ પરિણામીપણે, કાર્યકર્તાપણે, વ્યાપ્ય વ્યાપક ભાવે તો કરતો નથી, કારણકે જો એમ કરે તો તન્મયપણાનો-પરદ્રવ્યની સાથે એકમેક થવાનો પ્રસંગ આવે. કહો બરાબર છે? ભાષા તો સાદી પ્રભુ ભાવ તો છે જ છે. અરે! આવી કયાં નવરાશ વાણીયાને, એય મનહર? પૈસા આડે, ધંધા આડે નવરાશ કયાં આમાં આખો દિ' હોળી સળગતી હોય પછી, પાસે બે કરોડ પાંચ કરોડ ભેગાં થયા એ જોઇ લો તમારે તો એ પાગલ. આહાહાહા! કહે છે કે એ પૈસો જે આવ્યો એ કાર્ય થયું, એ પૈસાનું કાર્ય છે, એ આત્મા એમ માને કે હું રળ્યો માટે પૈસા આવ્યા, મૂંઢ છે. આહાહાહા!
આવું કયાં હશે? ભગવાનના મારગમાં આવું હશે? આ શું છે આ? આ ભગવાનની વાણી છે. સીમંધર ભગવાન ત્રિલોકનાથ બિરાજે છે મહાવિદેહમાં ત્યાં કુંદકુંદાચાર્ય ગયા'તા સંવત ઓગણપચાસ, બે હજાર વર્ષ થયાં, ત્યાંથી આ વાણી આવી છે. આહાહા! ભગવાનનો પોકાર છે જગત પાસે કે તમે ભિન્ન આત્માઓ, ભિન્નનાં કાર્ય કરો એમ માનો (તો) તમારા આત્માનો નાશ થઇ જાય છે. આહાહાહા! બાબુભાઈ ! આ બધા ધંધા હુશિયાર માણસ કરે ને બધાં, દુકાન ઉપર બેઠો હોય ને લોઢાના વેપાર લોઢાનાં કાપડના વહેપારી આ હીરામાણેકના ઝવેરી. કયાં ગયા શાંતિભાઈ નથી આવ્યા? ઝવેરાત હીરા માણેક આમ આપવા ને દેવા ને લેવાને આનું આ મૂલ્ય છે ને આનું આ મૂલ્ય છે એવી ભાષા એ ભાષાનો ય કર્તા તું નથી, ભાષાની પર્યાય થાય એ તો ભાષાને કાળે થાય છે. આહાહાહા!
વળી એ તો ત્યાં એક વાત રહી. હવે એથી આગળ જવા માગે છે “નિમિત્ત-નૈમિત્તિકભાવે પણ તેને કરતો નથી” આહાહાહા ! જે કાર્ય જડનું જે સમયે છે, તે સમયે છે. તેનું બીજો કરતો નથી, જો બીજો કરે તો બે ય એકમેક થઇ જાય, એ વાત ત્યાં રહી. હવે કહે છે નિમિત્ત-નૈમિત્તિક ભાવે એ કાર્ય તો ત્યાં થયું છે, પણ બીજો આત્મા તેનો નિમિત્ત કર્તા થાય, એમ છે કે નહિ? નિમિત્તપણે છે કે નહિ આત્મા? ઉપાદાનપણે તો કાર્ય તેનું તેનામાં જડનું જડમાં, વાણીનું વાણીમાં, શરીરનું શરીરમાં. વળી નિમિત્ત-નૈમિત્તિકભાવે પણ તેને કરતો નથી. આ રોટલી જે થાય છે, એ રોટલીના પરિણામનો પરિણામી કર્તા પરમાણું છે, એ સ્ત્રી જો રોટલી કરે તો એ સ્ત્રીનો આત્મા રોટલીમાં એકમેક થઇ જાય, તો નાશ થઇ જાય આત્માનો. પણ હવે ત્યારે રોટલી થઇ એ તો એનું કાર્ય થયું. એ વખતે નિમિત્ત, કોનું નિમિત્ત? કે જો આત્માનું નિમિત્ત કહો તો આત્મા તો કાયમ રહેનારો છે, તો જગતના કાર્ય વખતે તેને (કાયમ) હાજર રહેવું પડે. આહાહા !
ઝીણી વાતું છે ભગવાન ! ગાથા ૧૦૦ મી બહુ આકરી છે. નિમિત્તનૈમિતિકભાવે પણ તેનો કર્તા નથી. એટલે શું કહ્યું?કે ઘડો થયો, રોટલી થઇ, કપડું થયું, ગાડું થયું, આ ભાષા થઇ,