________________
૧૨૪
સમયસાર સિદ્ધિ ભાગ-૫ તેનો બીજું દ્રવ્ય કર્તા નથી, બીજા દ્રવ્યનું એ પરિણામ નથી, બીજા દ્રવ્યનું એ કાર્ય નથી એટલું સિદ્ધ કરીને હવે નિમિત્ત કોને કહેવું બસ એટલું, નિમિત્તથી થાય છે એ વાત તો ઉડાડી દીધી. સમજાણું કાંઇ ? ( શ્રોતાઃ-નિમિત્ત શોધવાની શી જરૂર પડી ? ) બીજી ચીજ છે, બે ચીજ છે ને ? જ્ઞાન સ્વપ૨પ્રકાશક છે ને ? જ્ઞાન સ્વનેય જાણે અને ૫૨નેય જાણે એવો એનો સ્વભાવ છે. ૫૨ ચીજ છે, ૫ણ ૫૨ ચીજ છે એમાં ૫૨ના કાર્ય એણે કર્યા, એમ નથી. અરે ! આહાહા ! સમજાણું કાંઇ ? જો ૫૨ના કાર્ય, આ કપડાનું કાર્ય, ટોપીનું કાર્ય, આ હોઠ હલે એનું કાર્ય તો છે કહે છે એનું એનામાં, એમાં જો આત્મા એને કરે તો એ પરિણામ અને પરિણામી આત્મા બે ય એક થઇ જાય, આત્મા એમાં જડમાં ભળી જાય.
કહો બાબુભાઈ, આહાહાહા ! આવી વાતું છે, જગતથી નિરાળી છે. દુનિયા ગાંડી પાગલ, બધા ડાહ્યા કહેવાય ને, એ બધાં પાગલ છે, ગાંડા આંહીં ૫૨માત્મા કહે છે કે અમે જે કહીએ છીએ તને ખબર નથી; તું પાગલ છો. આહા ! એ ય ! પંડિતજી ! આહાહા ! બહુ ગાથા મૂકી છે, ઓહોહોહો ! આ તો પ્રાપ્ય વિકાર્યને જોતો'તો ને એ એક-એક ગાથામાં બે બે વા૨ છે. ૭૬૭૭-૭૮-૭૯-૧૦૭ બે બે વાર હોં, કારણકે બે-વાર નાખવું ને એ પોતે પોતાનું પ્રાપ્ય, વિકાર્ય ને સામાનું પ્રાપ્ય વિકાર્ય, શું ક્રમબદ્ધની શૈલી ! આહાહાહા !
જોડાનું કાર્ય ચમાર શું કહેવાય એ મોચી, મોચી કરે એનો આત્મા તો એ જોડાના કાર્યનું પરિણામ અને કાર્ય એનો કર્તા ઇ તો બેય તન્મય થઇ જાય ભેગો. આહાહાહા ! આવી વાત કોને બેસે ? સાંભળવા મળતી નથી. બેસે તો કયાંથી બિચારાને, શું કરે ? આહાહાહા ! સમજાણું કાંઇ ? મોચી–કુંભાર જેટલા સોની, એ સોનાનું કાર્ય થાય છે ને દાગીનો, એ દાગીનો છે કહે છે એ સોનાનું કાર્ય, સોનાનું કાર્ય, કાર્યપણે એ છે, એ દાગીનો થયો એ સોનાનું કાર્ય છે, એ સોનીએ કર્યું નથી, આરે આરે આવી વાતું હવે, સોની કરે તો સોની પરિણામી ને એનું પરિણામ, એ તો બેય એકમેક થઇ જાય. આહાહાહા ! બાબુભાઈ ! આ આવી વાતું સાંભળવી એ જૈનમાં જન્મ્યા હોય બિચારાએ સાંભળી ન હોય વાડામાં જન્મ્યા એને. હજી વ્યવહાર શ્રદ્ધાની ખબર ન મળે, નિશ્ચય તો કયાં રહ્યું. સમજાણું કાંઇ?
એ ઘટ-પટ આદિ એટલે અનંત પદાર્થો જડનાં, એનાં કાર્યકાળે તે કાર્ય છે, કર્મ છે, કાર્ય છે, તેને આત્મા વ્યાપ્યવ્યાપક ( ભાવે ) તો કરતો નથી, એ જડનાં કોઇનાં વાણીનાં, શરીરનાં, ઘટ પટનાં વસ્ત્રના, રોટલીનાં આહાહા..... કુંભાર તાવડી કરે શું ( કહેવાય ) ઓલું કહેવાય ? શું કહેવાય એ ? દાળભાત રાંધવાનું હાંડલું, ભૂલી જાઈએ છીએ તમારી ભાષા ! એ હાંડલું છે એ માટીનું કાર્ય થયું છે, કુંભાર જો એ કાર્ય કરે તો કુંભાર ત્યાં એકમેક થઇ જાય. આહાહાહા ! આવું તે કયાં વસ્તુ. એય ! ચીમનભાઈ ! આમ ભગવાનનો પોકાર છે. જિનેશ્વરદેવ, કેવળી તીર્થંકરદેવ ! આહાહા!
એ ઘટ પટ આદિ અને ક્રોધ એટલે જડ કર્મ હોં કર્મ, જડ કર્મનું કાર્ય જડથી તો છે, એ કાળે તેનો કર્તા આત્મા છે એમ નથી, જડ કર્મ આત્મા બાંધે એમ નથી. કેમકે એ બાંધવાનું કાર્ય તો જડમાં તે સમયે તે છે, એને આત્મા કરે તો આત્મા ત્યાં એકમેક થઇ જાય, એનાં પરિણામમાં પરિણામી ભળી જાય, એનાં કાર્યમાં કર્તા ભળી જાય. આહાહા ! આરે આવી વાતું હવે, આ શું