________________
૧૨૨
સમયસાર સિદ્ધિ ભાગ-૫
આહા ! સમજાય છે કાંઇ ?
એમ રોટલી આદિ કાર્ય છે ( એ ) લોટનું કાર્ય છે, કાર્ય તો છે તે સમયે તે કાર્ય થવાનું તે થયું છે, પ્રાપ્યમાંથી કાઢયું આ તો. આહાહા..... શું કીધું, ઈ ? ઘડો જે છે એ કાર્ય છે માટીનું, માટીનું કાર્ય છે, કુંભારનું નહિ, એ તો નહિ પણ હવે ઘડો જે કાર્ય છે એ તો તે સમયે કાર્ય થયું જ છે, હવે તેમાં નિમિત્ત કોને કહેવું એ પ્રશ્ન છે. સમજાણું કાંઇ ? એમ વસ્ત્ર, ગાડું, રથ, રોટલી, ભાષા, ભાષા છે ને, આ ભાષા એની પર્યાય છે ભાષાની પર્યાય છે. આહાહા..... એને નિમિત્ત કોને કહેવું એ પ્રશ્ન છે. છે એને કાળે, ભાષાની પર્યાય તેને કાળે છે. સમજાણું કાંઇ? ખરેખર, ખરેખર છે એમ કહે છે. આહાહાહા ! આ હાથ જે હાલે છે આમ એની અવસ્થા ખરેખર છે જડની. ફક્ત એ કાર્ય છે એ ત્યાં નિમિત્ત કોને કહેવું એ પ્રશ્ન ઉઠયો છે, નિમિત્તથી થાય એ પ્રશ્ન તો ઉડાવી દીધો પહેલે, પણ જે સમયે જે દ્રવ્યનું જે પરિણામ એટલે કર્મ એટલે કાર્ય છે, તેને આ આત્મા વ્યાપ્ય-વ્યાપકભાવે તો કરતો નથી એટલે ઘડાનું કાર્ય વ્યાપ્ય એટલે કાર્ય અને કુંભાર કર્તા વ્યાપક એમ તો નથી.
બીજી રીતે ( કહીએ તો ) ઘડાનું કાર્ય છે એ પરિણામ છે અને એનો પરિણામી કુંભાર છે એમ નથી. આહાહા.... ઘડો કાર્ય છે, તેનો કર્તા કુંભાર છે એમ તો નથી. સમજાણું કાંઇ ? ખરેખર ‘કિલ ’ શબ્દ છે ને ? ‘કિલ ’ એટલે ખરેખર, યથાર્થ, જડ આદિના પરિણામ જે કાળે જેના થવાનાં છે પ્રાપ્ય તે કાળે છે, તેને આ આત્મા, એ જડનાં, જડ કર્મ બંધાય તેમાં જડકર્મ બંધાય એ કર્મ ૫૨માણુઓનું કાર્ય છે, જડકર્મ બંધાય છે એ જડકર્મનું કાર્ય ૫૨માણુનું છે, એને આત્મા વ્યાપ્ય વ્યાપકપણે એટલે એ પરિણામ અને આત્મા પરિણામી એ તો નથી. એ કર્મનાં પરિણામ થયા એ પરિણામ અને પરિણામી ૫૨માણું પણ એ પરિણામ કાર્ય ને પરિણામ અને આત્મા પરિણામી એમ તો નથી. આહાહા.... એમ આ જે ભાષા થાય છે કે આ હોઠ લે છે, એ કાર્ય છે જડનું. આહાહાહા ! એ પરિણામ એનું છે એનો પરિણામી એ ૫૨માણુઓ છે, પણ એ કાર્યનું પરિણામ અને આત્મા એનો પરિણામી, એ પરિણામ કાર્ય અને આત્મા એનો કર્તા એમ નથી. આહાહા!
આવું ઝીણું હવે. કહો પંડિતજી ? આંહીં તો પ્રશ્ન થયો, અહીં કર્મ કાર્ય છે ઉ૫૨ ગયું, પ્રાપ્ય ઉપર ગયું લક્ષ, ક્રમબદ્ધ, ક્રમબદ્ઘમાં ઘટનું કાર્ય ઘટ વખતે ઘટ છે. એમ રોટલીનું કાર્ય રોટલી વખતે એનું કાર્ય રોટલીનું છે, એનો કર્તા વેલણું છે, કે બાયડી છે એ કર્તા એ વાત છે નહિ, એટલે એ પરિણામ પરિણામીનો તો નિષેધ કર્યો એટલે કે વ્યાપ્ય-વ્યાપકનો નિષેધ કર્યો, એટલે કર્તાકર્મનો નિષેધ કર્યો. સમજાણું કાંઇ ? ઝીણી વાત બહુ બાપુ ! જૈન ધર્મ બહુ ઝીણો છે. લોકોને સાંભળવા મળ્યો નથી, પડયા એ વાડામાં પડયા રહે એમ ને એમ ! આહાહા !
વીતરાગ જૈન ૫૨મેશ્વર અનંત દ્રવ્યો કહે છે, તે તે દ્રવ્યનાં તે તે સમયનાં તે પરિણામ ત્યાં છે તેને બીજું દ્રવ્ય કરે તો તો એ પરિણામ અને પરિણામી એક થઇ જતાં દ્રવ્યનો નાશ થઇ જાય. આહાહા ! હવે આવી વાતું હોય. ૫૨ જીવની દયાનો, આયુષ્ય સ્થિતિ છે તે છે, ૫૨ જીવ બચ્યો એ એનું કાર્ય તો ત્યાં છે એને લઇને, હવે એને નિમિત્ત કોને કહેવું ? એ બીજાથી બચ્યો છે એ વાત તો છે નહિ, બીજાએ એની દયા પાળી માટે બચ્યો છે, એમ તો છે નહિ, તેમ હોય તો એ