________________
ગાથા-૧૦૦
૧૨૩
પરિણામ અને આત્મા પરિણામી બે ય એક થઇ જાય, એ કાર્ય એનો કર્તા એ ૫૨માણું છે, તેથી વ્યાપ્ય વ્યાપક એનામાં એનું છે. કર્તા-કાર્ય કર્તા-કર્મ પરિણામી–પરિણામ એમાં છે જડનું જડમાં, ચૈતન્યનું ચૈતન્યમાં. આહાહાહા ! એ જડના પરિણામનો કર્તા આત્મા તો નથી પણ એનો નિમિત્ત કર્તા કહેવો હોય તો એ કોને કહેવો ? આહાહાહા ! ચેતનજી ? શું કહે છે. ( શ્રોતાઃ“છે” એમ કહીને ચાલુ કરી દીધું ) તેથી ભાઈને પૂછ્યું આમાં ‘કર્મ’ શબ્દ પડયો છે, પણ એ કર્મનો અર્થ જ છે, કાર્ય. આહાહા !
ઝીણી વાત બાપુ ! જૈન દર્શન ઝીણું બહુ ! લોકોને વાડાવાળાને મળ્યું નથી, એમ ને એમ અંધારે અંધારે કાઢયું જગતે. આ તો હું કરું, હું કરું. ધંધાના માલમાં કાપડ છે એ વેચાય પાછું કાપડ ત્યાંથી જાય છે. એ કાર્ય કાપડનું કાપડથી થયું છે, એ કાર્ય તો ત્યાં છે, હવે નિમિત્ત કોને કહેવું, એટલો પ્રશ્ન ઊઠે છે. એ ઉપાદાનનું કાર્ય તો ત્યાંથી તેનાથી થયું છે, સમજાણું કાંઇ ? તેને આ આત્મા વ્યાપ્ય એટલે કાર્ય ને વ્યાપક એટલે કર્તા, વ્યાપ્ય એટલે પરિણામ અને વ્યાપક એટલે પરિણામી એ ભાવે તો કરતો નથી. આ તો ભગવાનની વાણી ઝીણી છે ભાઈ ! આ કાંઇ વાર્તા નથી. આહાહાહા !
કા૨ણકે જો એમ કરે તો તન્મયપણાનો પ્રસંગ આવે, શું કહે છે ? કે ઘડાના પરિણામને માટી કરે, એ માટી વ્યાપક–કર્તા ને ઘડો એનું કાર્ય, પણ જો આત્મા એ વ્યાપક થઇને કાર્ય કરે એનું કરે તો તો બે ય દ્રવ્ય એક થઇ જાય, એ માટીમાં-ઘડામાં કુંભારનો આત્મા તન્મય થઇ જાય, એકાકાર થઇ જાય. આહાહાહા ! આ હાથ હલે છે, આ હાથ, એ તો એનું કાર્ય તો ત્યાં એનાથી છે જ હાથથી, પણ એ કાર્ય જો આત્મા કરે, તો આત્મા ત્યાં ગી જાય ભેગો તો આત્માનો નાશ થઇ જાય ! સમજાણું કાંઇ ? આહાહા ! આવી વાતું હવે, આ આત્મા હાથ હલાવી શકે નહિ એમ કહે છે. એ હલાવવાનું કાર્ય તો છે, હલવાનું કાર્ય તો તેનું તેનાથી છે, એ જો આત્માથી હોય તો આત્મા ને પુદ્ગલદ્રવ્ય બે એક થઇ જાય, તો આત્માનો નાશ થઇ જાય. આહાહાહા ! સમજાણું કાંઇ ? આહાહા ! તે તન્મયપણાનો પ્રસંગ, તન્મય એટલે એકમેક થઇ જાય. આહાહાહા ! આ દાઢ જે હલે છે અંદર, એ દાઢનું હલવું એ દાઢનું કર્મ–કાર્ય દાઢમાં છે, એ આત્મા જો દાઢને હલાવે તો એ પરિણામ અને આ પરિણામી બે એક થઇ જાય, તો દાઢના પરિણામ અને આત્મા એક થતાં આત્માનો નાશ થઇ જાય. આહાહાહા ! શું થાય ? વીતરાગ માર્ગ કોઇ બીજી જાત છે આખો. આંહીં તો કહે આ દયા પાળો ને આ કરો ને આ કરો ને, શું કરે ? આહાહા !
આંહીં તો કહે છે કે જગતનાં ઘટ પટ ૨થ આદિ છે ને ભાઈ, બધા દ્રવ્યો. સમજાણું કાંઇ ? આ ટોપી છે એ આમ આમ જે સ૨ખી પહેરે છે, એ કાર્ય તો ટોપીનું છે, હાથનું નહિ, આત્માનું નહિ, એ ટોપી આમ આમ થાય એનું જે કાર્ય છે એ કર્મ છે, કર્મ એટલે કાર્ય એ છે છે, એ આત્માથી નથી. આત્માએ ટોપી આમ ખેંચી ને માટે રહી એમ વાત તદ્દન જુઠી છે. અ૨૨૨ ! આવું કયાં બેસે ? સમજાણું કાંઇ?
આંહીં એ શબ્દ ૧૦૦ મી ગાથામાં નાખ્યો, આખો સિદ્ધાંત જૈન દર્શનનું આખું રહસ્ય ! આહાહા ! કે ભગવાને જે અનંત દ્રવ્યો કહ્યા તો અનંત દ્રવ્યમાં જે દ્રવ્યનું જે કાર્ય જે સમયે થાય,