________________
૧૨૬
સમયસાર સિદ્ધિ ભાગ-૫ હોઠ હુલ્યો, એ બધું કાર્ય એનાથી જડનું જડથી થયું, પણ એના નિમિત્તપણે આત્મા ને એ નૈમિત્તિક કાર્ય, એમ કહેવાય કે નહિ? એ કાર્ય નૈમિત્તિક અને આત્મા નિમિત્ત, એટલું નિમિત્તનૈમિત્તિકપણે ખરું કે નહિ? આહાહાહા! નિમિત્તથી થયું નથી, થયું છે તો એનાથી પણ આને નિમિત્ત, આત્માને નિમિત્ત કહેવાય કે નહિ? કે આ નિમિત્ત ને આ નૈમિત્તિક એનાથી થયું એવું નિમિત્ત આંહીં કહેવું કે નહિ? આહાહાહા ! એ બાબુભાઈ, આ બધા ડહાપણ કયાં ગયા બધા વાણીયાનાં બધાં, પાંચ પાંચ હજાર પેદા કરે મહિને, વ્યવસ્થા કરે કે આમ બરાબર ધ્યાન રાખે ચોપડાં બરાબર લખે, ઘરાકને સાચવે, નહિ? (શ્રોતા:- અભિમાન છે અભિમાન) ' અરે! ભગવાન વીતરાગનો પોકાર છે જિનેશ્વરદેવનો જગત પાસે એક વાર સાંભળ તો ખરો પ્રભુ તું, એ બધા કાર્ય કાળે, કાર્ય તો ત્યાં થાય છે તે કાર્યનો તું કર્તા નહિ, તું કર્તા હોય તો એ કર્તાકર્મ બે ય એક થઇ જાય, પણ હવે નિમિત્તપણે કર્તા કે નહિ? એની હાજરી છે એટલું તો ખરું કે નહિ? આત્માની હાજરી છે બસ! કાર્ય તો ભલે એનાથી થયું. સમજાણું કાંઇ? અરેરે! આવી વાતું કરે. ચીમનભાઈ ! સાંભળવા મળતી નથી, બાપા શું કહીએ, પ્રભુનાં મારગડા એવા જુદાં છે, વીરનો મારગ, એ મારગ બીજે કયાંય નથી. જિનેશ્વર સિવાય, પરમેશ્વર વીતરાગ સિવાય આ વાત ક્યાંય નથી. એના વાડાવાળાને ય ખબર નથી તો બીજાની તો વાતું શું કરવી?
આહાહા.... કહો દાસ શું આ છે, આ તમારા મીલના કામ કર્યા નહિ, બધા તમે? મફતના પૈસા આપતા હશે હજાર બારસો પગાર એ હજાર બારસેં રૂપિયા જે આવે એ આવવાનું કાર્ય તો રૂપિયાનું જડનું છે, એ આત્મા એનું કાર્ય લાવવાનું કરે તો આત્મા તેમાં એકમેક થઇ જતાં આત્માનો નાશ થઈ જાય, એ રસિકભાઈ ! આવું સાંભળ્યું છે કયાંય? એ મનહર? એ પૈસાવાળો ઘણો છે, ભેગા કર્યા છે પૈસા એમ માને છે લોકો, ધૂળે ય નથી કહે છે. અહીં તો પૈસાને કાળે પૈસા અહીંયા આ બાજુ આવ્યા એ તો પૈસાના પરમાણુનું કાર્ય છે, એ આત્મા અહીં પૈસા લાવ્યો એ તો છે જ નહિ, પણ કહે છે પૈસા આવ્યા એમાં આત્માનું નિમિત્તપણું તો ખરું કે નહિ? આવ્યા તો એના કારણે, એના કાર્યથી થઇને આવ્યા પણ આત્માને નિમિત્તે કહેવું કે નહિ? કે “ના” લે? એનું ઉપાદાન તો નહિ પણ એનું નિમિત્તેય નહિ? આહાહા ! હવે ગાંડા જેવું લાગે આ તો પાગલ, આવી વાતું અમારે જૈન ધર્મમાં હશે? બાપુ! તને ખબર નથી. આહાહા !
વીતરાગ ત્રણલોકના નાથ તીર્થકર દેવનો પોકાર છે, મહાવિદેહમાં, આ વાણી મહાવિદેહની છે. સમજાણું કાંઈ? ગાથા બહુ ઊંચી આવી છે. રામજીભાઈ તાકડે નહિ, મંગળવારે આવવાના છે. મંગળવારે આવશે. આહાહાહા ! આ પાનું જે આમ ઉચું થાય છે ને, જુઓ એ પર્યાય થાય, પરમાણું તો કાયમ રહેનારા, આ એની પર્યાય છે, એ પર્યાય એટલે કાર્ય છે, એ કાર્ય આંગળી કરે તો આંગળી એમાં એકમેક થઇ જાય, આત્મા આને ઊંચુ કરે તો આત્મા કર્તા ને આનું કાર્ય બેય એકમેક થાય તો આત્મા એમાં નાશ થાય ને ભળી જાય, આ ! અરે ! આવી વાતું. સમજાણું કાંઇ?
કહો વજુભાઈ શું આ મકાન બકાન કર્યાને અત્યાર સુધી, ઇજનેર હતા વાંકાનેરમાં મોટા મકાન હજીરા કર્યા હશે. આ હજીરો થયો મોટો એણે કર્યો હશે? ધ્યાન તો એ રાખતા. અરે!