________________
ગાથા-૧00
૧૩૩ આવે, જગતની જડ ચીજોનાં પરિણામ છે ત્યાં પરિણામ એનું છે, એને જો આત્મા એને કરે તો આત્મા એ પરદ્રવ્યમાં એકમેક થઈ જાય. આહાહા ! સમજાય છે કાંઈ? આ શરીર જે હાલે છે એના આમ-આમ એ એનું કાર્ય છે પરમાણુનું, એ છે, તે સમયે તે કાર્ય છે, એને આત્મા જો વ્યાપ્ય એટલે કાર્ય ને પોતે કર્તા એમ થાય, તો આત્મા તેમાં જડમાં એકમેક થઈ જાય. આહાહા.... આવું છે. કારણકે એમ જો કરે તો તન્મયપણાનો પ્રસંગ આવે, એક વાત. સમજાય છે કાંઈ?
પર જીવ બચે છે તેનું આયુષ્ય અને આત્માની એમાં રહેવાની યોગ્યતા, એ પ્રમાણેનું કાર્ય ત્યાં છે, એ કાર્યને આત્મા જો કરે, એટલે પરની દયાના ભાવ કરે રાગ, પણ પરની દયા પાળી શકે તો તો એ પરના પરિણામમાં તો વ્યાપ્ય અને આત્મા વ્યાપક તન્મય થઈ જાય, પરની દયાના પરિણામનો રાગ કરે ભલે, પણ એ એનું કાર્ય કરે તો એનું આ પર પરદ્રવ્ય અને આ આત્મા એકમેક થઈ જાય. સમજાણું કાંઈ? ઝીણું છે ભાઈ ! આ ગાથા ૧૦૦ મી ઝીણી છે. એવું તો નથી, એટલે કે જે પરપદાર્થના જે સમયનાં પરિણામ છે, તે પરિણામ તો ત્યાં છે તેને આત્મા કર્તા થઈને તે કાર્ય કરે તો આત્મા તે દ્રવ્યમાં તન્મય નામ એકમેક થઈ જાય, માટે એમ બનતું નથી. આહાહાહા !
કેમ હશે પ્રવીણભાઈ ? આ તમારા લોઢાબોઢાના ધંધામાં શું થાય છે? લોઢાનો કટકો આમ જાતો હોય એ એનાં પરિણામ છે, એ પરિણામનો કરનારો એ લોઢાના પરમાણુઓ પરિણામી છે, જો આત્મા એ પરિણામને કરે, તો આત્મા લોઢામાં એકમેક થઈ જાય, હેં? આહાહાહા ! આવું કામ છે. એ તો ઠીક કહે છે, એ તો નહિં, પણ નિમિત્તનિમિત્તભાવે પણ તેને કરતો નથી. આહાહા ! તે જગતના જડના કાર્ય કાળમાં-આત્મા જો ઉપસ્થિત જોડે હોય તો તે આત્મા નિમિત્ત થાય અને તેનું કાર્ય તો તેમાં થયું છે. આત્મા નિમિત્ત ને આ નૈમિત્તિક કાર્યથાય એમેય નથી. ઝીણી વાત છે પ્રવીણભાઈ ! આવ્યા છો બરોબર રવિવારે એ આવે છે રવિવારે ભાવનગરવાળા આવે ત્યારે આવું ઝીણું આવે છે. રાતે આવ્યું'તું હવે એ તો આવે ત્યારે પાછું ખરું કાંઈ હર વખતે આવે છે અંદરથી? રાતે બહુ અલૌકિક વાત આવી હતી. પોણો કલાક પણ હવે એ તો આવે ત્યારે થાય ને આ તો અત્યારે આ લેખ છે ને અત્યારે. આહાહાહા ! ભાઈ, મારગ તો પ્રભુનો એવો છે કોઈ.
કહે છે કે પરના કાર્યના કાળમાં તે કાર્ય પરથી થાય, તેમાં આત્મા એ કાર્યનો કર્તા થાય અને એ કાર્ય એનું હોય તો તો એ આત્મા તેમાં ભળી જાય, એ આત્મા જાદો રહી શકે નહિ, પણ તે જડના કાર્યના કાળમાં, કાળે કાર્ય તો ત્યાં થયું, પણ તેમાં જો આત્મા નિમિત્ત હોય એ નૈમિત્તિક કાર્ય, અને આત્મા નિમિત્ત હોય, તો આત્મા નિત્ય છે, તો નિત્ય તેનું કર્તુત્વ, જ્યાં
જ્યાં અવસ્થા થાય ત્યાં ત્યાં આત્માને હાજર રહેવું પડે. આહાહાહા ! બાબુભાઈ ! આવું ઝીણું છે. અરે પ્રભુ શું મારગડા, વીતરાગનો મારગ કોઈ અલૌકિક છે. આહાહા!
ઈશ્વર કર્તા તો નથી પણ ત્યાં સુધી ક્યાં લઈ જવું છે એને, કોઈ પરદ્રવ્ય અથવા જગતના તત્ત્વનો ઈશ્વર તો કર્તા નથી, પણ જગતના તત્ત્વો છે તેનું જે કાર્યકાળ થાય ને કાર્ય થાય, તેમાં તેનો બીજો આત્મા પણ એનો કર્તા નથી, એ તો ઠીક પણ તે પરકાર્ય થાય, તેમાં આત્મા નિમિત્ત